લીલવા ની કચોરી ઘઉં ના લોટ માંથી – શીખો વિડિઓ રેસિપી દ્વારા…

શિયાળો આવે અને લીલવા ની કચોરી ના ખાવાની થાય એવું તો બને જ નઈ. આજે આપણે ક્રિસ્પી એવી ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને કચોરી બનાવવાની રેસીપી જોઇશુ. તો ચાલો પેલા સામગ્રી જોઈ લઈએ.

સામગ્રી

લોટ બાંધવા માટે માટે

  • ૧ કપ ઘઉં નો લોટ
  • ૧ ચમચી મેંદો
  • ૧ ચમચી સૂજી
  • ૨ ચમચી તેલ
  • ૧ ચમચી મીઠું
  • પાણી જરૂર મુજબ

સ્ટફ (પૂરણ) માટે:

  • ૧.૫ ચમચી તેલ
  • ૧ ચમચી લીલા મરચાં ની પેસ્ટ ( વધુ તીખું જોઈએ તો વધારે નાખવી)
  • ૧ કપ લીલવા (લીલી તુવેર ) ક્રશ કરેલી.
  • ૧/૨ ચમચી હળદર
  • અડધી ચમચી મીઠું
  • ૧ બાફેલું બટકું
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી આમચૂર પાઉડર
  • કચોરી તળવા માટે તેલ

સૌ થી પેલા એક બાઉલ માં બધા લોટ લઇ લો, તેમાં તેલ અને મીઠું નાખી મિક્સ કરી લો, ત્યાર બાદ તેમાં જોઈએ તેટલું પાણી નાખતા જઈ અને લોટ બાંધી લેવાનો છે. એ વાત નું ધ્યાન રાખવાનું છે કે લોટ ઢીલો ના થઇ જાય , કચોરી માટે નો લોટ કઠણ અને સાથે સોફ્ટ હોવો જોઈએ, તો જોઈએ તેટલું પાણી નાખતા જઈ અને લોટ કડક લોટ બાંધવાનો છે અને તેને સોફ્ટ બનાવવા માટે મસળી લેવાનો છે. ૪-૫ મિનિટ જેવું લોટ ને મસળી લેવો જેથી લોટ સોફ્ટ થઇ જાય. ત્યાર બાદ તેમાં થોડું તેલ લગાવી દઈ અને ૧૦ મીનીટ માટે મૂકી રાખવાનો છે.

હવે સ્ટફ (પૂરણ) માટે ની રીત જોઈ લઈએ. તેના માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો . તેલ ગરમ થાય એટલે લીલા મરચાં ની પેસ્ટ નાખી દો ,ત્યાર બાદ તેમાં ક્રશ કરેલી તુવેર , હળદર , મીઠું નાખી મિક્સ કરી લો. પછી ઢાંકી દઈ ૫-૬ મીનીટ સુધી ધીમા ગેસ પર ચડવા દો. ૫-૬ મીનીટ થઇ જાય એટલે બાફેલું બટકું નાખી દો, આમચૂર પાઉડર અને ગરમ મસાલો નાખી દો અને બરાબર મિક્સ કરી લો બસ સ્ટફિંગ રેડી છે.

હવે લોટ જે રેસ્ટ કરવા મુકેલો તેને થોડી વાર મસળી લઇ પછી તેમાં થી નાના ભાગ કરી લો અને કટોરી જેવો શેપ આપી દો. પછી તેમાં ૧ ચમચી કે સમય ટેટુ પૂરણ ભરી અને બરાબર પેક કરી લો ક્યાંય થી પણ ખુલ્લું ન રાય જાય તેનું ખાસ ધ્યાન રાખવું નઈ તો કચોરી તેલ માં ગયા પછી તૂટી જશે. બધી કચોરી આ રીતે પૂરણ ભરી અને તૈયાર કરી લો.

તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે , તેલ ગરમ થાય એટલે ધીમા ગેસ પર કચોરી ને ધીરે ધીરે ફેરવતા જઈ તળી લેવાનું છે. ગેસ ને ધીમો જ રાખવું નઈ તો કચોરી એકદમ લાલ થઇ જશે અને અંદર થી કાચી રહેશે. તો ધીમા ગેસ પર જ તળવી.

ગોલ્ડન કલર ની થાય ત્યાં સુધી તળી લેવી. આ રીતે બધી કચોરી તળી લો. અને તમારી પસંદ ની ચટણી સાથે સર્વ કરો.


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *