વેજીટબલ હાંડવો – ભજીયા અને ઢોકળા તો આપણે બધા બનાવતાજ હોય છે હવે બનાવો આ હાંડવો…

ચોમાસાની ઋતુમાં ગરમા ગરમ વાનગીઓ ખાવાની મજા આવે છે. ઝરમર વરસાદ પડી રહ્યો હોય અને ચા સાથે ગરમા ગરમ ભજીયા, પકોડા કે ઢોકળા મળી જાય તો મજા પડી જાય.

ભજીયા અને ઢોકળા તો આપણે બધા બનાવતાજ હોય છે પણ કંઇક નવું બનાવીએ તો કે જે આપણે ગરમા ગરમ ચા સાથે પણ સર્વ કરી શકીએ. તો ચાલો આજ આપણે બનાવીએ,

વેજીટબલ હાંડવો

સામગ્રી:

• ૧ બાઉલ ઢોકળા નું ખીરું

• ૧ વાટકી ૩ થી ૪ કલાક પલાળેલી ચળા ની દાળ

• ૧ બટેટુ

• ૧ નાનું બટકું દૂધી

• ૨ ડુંગરી

• ૧ નાનું બટકું કોબીચ

• ૧ નાનું ગાજર(શિયાળામાં)

• ૧ કપ વટાણા(શિયાળામાં)

• એક મોટી ચમચી આદુ લસણ ની પેસ્ટ

• એક મુઠ્ઠી શીંગ દાણા

• થોડા તલ

• થોડા રાઇ જીરૂ

• થોડા લીમડાના પાન

• પા ચમચી ખાવાનો સોડા

• ૧ ચમચી લાલ મરચુ

• મીઠું સ્વદાનુસાર

• થોડીક હિંગ

• તેલ

રીત:


૧. ઢોકળાના ખીરામાં સ્વાદાનુસાર મીઠું અને પલાળેલી ચળા ની દાળ મિક્સ કરી લેવી.

૨. બટેટા,ડુંગરી,ગાજર અને દૂધીની છાલ ઉતારી લેવી. બધા શાકને ખમણી લેવું.

૩. ખીરામાં ખમળેલા બધા શાક,શીંગદાણા,આદુ લસણ ની પેસ્ટ,ખાવાનો સોડા અને લાલ મરચુ બધું એડ કરીને મિક્સ કરી લેવું.

૪. એક પેનમાં એક ચમચો તેલ ગરમ કરીને તેમાં એક ચમચી રાઈ જીરૂ અને એક ચમચી તલ નાખીને ચપટી હિંગ અને થોડા લીમડાના પાન નાખીને વઘાર રેડી કરવો.

૫. તૈયાર કરેલા ખીરામાં વઘાર એડ કરીને મિક્સ કરી લેવો.

૬. એક ગેસ ઉપર લોઢી ગરમ થવા મૂકી દેવી.

૭. એક લોયામાં બે ચમચા તેલ ગરમ કરીને તેમાં એક ચમચી રાઈ,જીરૂ અને તલ એડ કરવા અને પછી લીમડાના પાનનો વઘાર કરવો.

૮. રેડી કરેલા વઘારમાં ત્રણ ચમચા જેટલું ખીરું નાંખવું.

૯. ખીરું નાખ્યા પછી બે મિનિટ ફૂલ ગેસે ચડવા દેવું.

૧૦. લોયા ઉપર ગરમ કરેલી લોઢી ને સાણસી ની મદદથી ઊંઘી મૂકી દેવી અને ગેસ ધીમો કરી દેવો.

૧૧. પાંચેક મિનિટ રહીને લોઢી કાઢીને ધીમેથી હાંડવો ઉથલાવી લેવો અને પાછી ઉપર લોઢી ઊંઘી ઢાંકી દેવી અને પાછું પાંચેક મિનિટ ચડવા દેવું હાંડવો ચડી ગયો છે કે નહિ તે જોવા અંદર ચાકુ ખુચાડી ને જોઈ લેવું જો ચાકુ કોરું ના નીકળે તો હજી થોડી વાર ચડવા દેવું.

લ્યો તૈયાર છે ગરમા ગરમ વેજીટેબલ હાંડવો સોસ લીલી ચટણી કે ચા સાથે સર્વ કરો.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *