ડ્રાયફ્રુટ મગસ – શિયાળામાં બાળકોને વસાણા ખાવા ભારે પડે છે તો તેમને બનાવી આપો આ મગસ…

આજે આપણે બનાવીશું ડ્રાયફ્રુટ્સ મગસ. આપણે શિયાળાના મોટા માટે ગુંદર પાક, અડદિયા પાક આ બધું તો બનાવતા જ હોય છે. તો નાના બાળકોને ભારે પડે છે તો તેમની માટે આપણે ડ્રાયફ્રુટ્સ નાખીને સરસ મગસ બનાવીશું. તો ચાલો આપણે જોઇ લઇએ તેની રેસિપી.

સામગ્રી

  • ચણાનો કકરો લોટ
  • ઘી
  • બદામ
  • કાજુ
  • પિસ્તા
  • ઈલાયચી પાવડર
  • ગંઠોડા પાવડર
  • સૂંઠ પાવડર
  • જાયફળ
  • બુરૂ ખાંડ
  • મખાનાનો પાવડર

રીત-

1- સૌથી પહેલા એક કઢાઈ લઈશું.આપણે 200 ગ્રામ લોટ લીધો છે તો દોઢ સો ગ્રામ ઘી લઈશું. આપણું ઘી બરાબર ઓગળી જાય પછી ચણાનો કકરો લોટ લઇ શું તે નાખીશું.

2- હવે આ લોટને એકદમ ધીમા તાપે શેકી લઈશું. તેને વારંવાર હલાવતા જ રહીશું. શિયાળામાં નાના બાળકોની જેટલી પણ કેર કરીએ એટલું દવાખાનું ઓછું આવે.

3- બધા ડ્રાયફ્રુટ્સ ખાવાથી નાના બાળકો નું મગજ નો વિકાસ થાય છે. આવી રીતે શિયાળામાં થોડો થોડો બનાવીને નાના બાળકોને ખવડાવો તો સારું રહેશે.

4- આપણા મગસ નો લોટ એકદમ હલકો અને સરસ ફરે અને કલર બદલાય ત્યાં સુધી શેકી લઈશું. આલોટ શેકતા પાંચથી સાત મિનિટ લાગે છે. હવે આપણો લોટ એકદમ સરસ શેકાય જવા આવ્યો છે.


5- હવે તેની સરસ સુગંધ આવે છે.હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે લોટ શેકાઈ ગયો છે. હવે તેને થોડું હલાવતા હલાવતા ઠંડુ કરી લઈશું.

6- હવે એ થોડું ઠંડુ થાય એટલે તેમાં નાની ચમચી સૂંઠ પાવડર નાખીશું. તેનાથી અડધી ચમચી ગંઠોડા પાઉડર નાખી શું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું.

7- હવે આપણે નાના બાળકોના કેલ્શિયમ માટે મખના નો પાવડર એક ચમચી નાખીશું. હવે ફરીથી હલાવી લઈશું.

8- હવે તેમાં એક ચમચી કાજુ પાઉડર નાખી શું. અને દોઢ ચમચી બદામનો પાઉડર નાંખી શું.

9- હવે એક ચમચી પિસ્તા નો પાવડર નાખીશું. હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. અને એક નાની ચમચી ઈલાયચી પાવડર નાખીશું.

10- હવે ૧ નાનો ટુકડો જાયફળનો છીણીને નાખીશું. હવે તેને મિક્સ કરી લઈશું. જો ગરમ માં નાખીશું તો ખાંડનું પાણી છૂટશે. એટલે એ ઠંડુ થયા પછી બૂરુ ખાંડ નાખી શું.

11- હવે મિશ્રણ ઠંડું થઈ ગયું છે તો તેમાં સવા સો ગ્રામ બુરુ ખાંડ નાખી શું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. તમારે જે સાઇઝની જોઈતી હોય કે સાઇઝની નાની લાડુડી ઓ વારી લેવાની.

12- હવે આપણા મગસ ની લાડુડીઓ તૈયાર થઈ ગઈ છે.તો તમે ચોક્કસ થી આ રીતે બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *