દુધીના ભાજા – જૈન ડીશ – નામ જેટલું અનોખું છે વાનગી પણ તેવી અનોખી જ છે…

નામ સાંભળીને જ કુતુહલ વધી રહ્યું છે ને??

હમમમ….આમ તો દુધી શબ્દ આવે એટલે બાળકો મો બગડતા હોય છે પણ આજે શોભનાબહેન લાવ્યા છે એક અનોખી ડીશ.

દુધીના ભાજા.

સામગ્રી.

* દુધી

* ચણાનો લોટ

*સુકામસાલા…..મરચુ,મીઠું,હળદર,ધાણાજીરૂ,ખાંડ,ચાટ મસાલો.

* તેલ.

* કોથમીર.

બનાવવની રીત.

સૌ પ્રથમ દુધી ને ધોઈ લો.

હવે એના ગોળ ગોળ પીસ બનાવો.

ઉપરના તમામ મસાલા ભેગા કરીને એમા એક એક દુધી નાં પીસને રગદોળી લો.

આગળ પાછળ બંન્ને બાજુ એ મસાલા લાગવા જૈઇએ.

હવે એને ધીમા તાપે આગળ પાછળ સેલો ફ્રાય કરવાનું છે.

આછા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી કરો.

તો તૈયાર છે દુધી નાં ભાજા.


રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *