દૂધના હલવાના પેંડા – માતા લક્ષ્મીને આ પ્રસાદ ધરાવીને કરી દો ખુશ… મળશે આશીર્વાદ…

આજે હું તમારી માટે લાવી છું દૂધનો હલવો બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી. આ હલવો ઘરમાં બધાને પસંદ આવશે અને તેમાંથી બનેલ પેંડા બહુ ટેસ્ટી બને છે. મારી સાક્ષીને જયારે ખાવાનું મન થાય ત્યારે હું તો તરત બનાવી આપું છું. આ હલવો તમે ઉપવાસમાં કે પછી કોઈપણ નાના મોટા પ્રસંગે બનાવી શકો છો. તો ચાલો ફટાફટ શીખી લઈએ દૂધનો હલવો.

સામગ્રી

  • દૂધ : 500 ml
  • ખાંડ : એક નાની વાટકી
  • ફટકડીનો ભૂકો : એક ચપટી
  • ઈલાયચી પાવડર : એક ચપટી (ઓપશનલ)
  • ચાંદીની વરખ : ઓપશનલ

1. સૌથી પહેલા આપણે હલવો બનાવવા માટે એક જાડા તળિયા વાળી કઢાઈમાં દૂધ લઈશું.

2. દૂધને બરાબર ઉકળવા દેવાનું છે અને તેને સતત હલકા હાથે હલાવતા પણ રહેવાનું છે.

3. થોડીવારમાં તમે જોશો કે તેમાં મલાઈની જીણી કણીઓ અથવા તો દાણા બનવાની શરૂઆત થઇ ગઈ હશે.

4. હવે આ દાણા બનવાની શરૂઆત થાય એટલે આપણે એ દૂધમાં ફટકડીનો ભૂકો ઉમેરીશું. યાદ રાખો એક 500 ml દૂધમાં ફક્ત એક ચપટી જ ફટકડીનો ભૂકો લેવાનો છે વધારે નહિ.

5. ફટકડી ઉમેરીને એકવાર ઉભરો આવે એટલે તેમાં આપણે થોડી ખાંડ ઉમેરીશું. ખાંડ પણ આપણે એકસાથે બધી નથી ઉમેરવાની આપણે ખાંડ થોડી થોડી ઉમેરવાની છે. આ પ્રોસેસની સાથે સાથે હલકા હાથે તે દૂધને હલાવતા તો રહેવાનું જ છે.

6. ફરી એકવાર ઉભરો આવે અને દૂધ થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ફરી થોડી ખાંડ ઉમેરો. સાઈડ પર ચોંટતી મલાઈને ઉખાડીને દૂધમાં મિક્સ કરતા રહેવું.

7. હવે તમે જોશો કે સતત હલાવવાથી દૂધ એકદમ ઘટ્ટ થઇ ગયું હશે.

8. હવે છેલ્લે તેમાં ફરીથી થોડી ખાંડ પણ ઉમેરી લઈશું.

9. હવે તે ઘટ્ટ થયેલ દૂધને સતત હલાવતા રહીશું એટલે સરસ દાણા બની જાય.

10. હવે એકદમ દાણા બની જાય અને સહેજ પણ ભીનાશ ના રહે એવું થાય ત્યાં સુધી તેને હલાવીશું અને તમે જોશો કે તે એકદમ પરફેક્ટ બની ગયો હશે હવે એ હલવાને એક થાળી કે ડીશમાં પાથરી લો. ડીશમાં તેલ કે ઘી ગ્રીસ કરવાની જરૂરત નથી.

11. હવે જો તમે આમાંથી પેંડા બનાવવા માંગતા હોવ તો તમારે તે માવામાંથી એક નાનું લુંવું લેવાનું.

12. હવે તે લુવાને ગોળ કરી લેવું બોલની જેમ અને તેમાં આંગળીની મદદથી એક નાનો ખાડો કરવો.

13. હવે એ ખાડામાં તમે ઈચ્છો તો નાની બદામ શકો છો અથવા મારી જેમ બદામ, કાજુ અને પિસ્તાને જીણા સમારીને પણ ઉમેરી શકો છો.

14. બસ તો તૈયાર દૂધના હલવાના પેંડા. પેંડાનો શેપ આપવાનું કારણ એટલું જ કે બાળકોને દરરોજ કાંઈક નવીન જોઈતું હોય છે તો હવે તમે પણ બનાવો ખાવ અને ખવડાવો. ઘરમાં બધાને પસંદ આવશે. તમને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટમાં જણાવશો. દૂધનો પરફેક્ટ હલવો બનાવવા માટેની વિડિઓ રેસિપી અહીંયા આપેલ છે. અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો. જય જલારામ.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *