વડોદરાની ફેમસ ભાખરવડી બનાવાની પરફેક્ટ રીત બીજે ક્યાંય આવી રીત જોવા નહિ મળે.

ગુજરાતી ફૂડ કિચન યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કલ્પનાબેન પરમાર સૌને શીખવશે વડોદરાની પ્રખ્યાત “ભાખરવડી” જે ખાવામાં એકદમ ગરમાગરમ ક્રિસ્પી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. નાના બાળકોની મનપસંદ જ્યારે પણ તેમને ભૂખ લાગે ત્યારે એકવાર ઘરે જરૂરથી બનાવી આપજો. બાળકો રાજી રાજી થઈને ખાવા લાગશે. એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

આ ભાખરવડીને તમે 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. હવે જયારે કોરોના ચાલી રહ્યો છે તો ટ્રાય કરીએ કે આપણે બધો નાસ્તો ઘરે જ બનાવીએ અને બધા તહેવાર આનંદથી મનાવીએ. તો આ દિવાળી દરમિયાન તમે પરિવાર સાથે સેફ રહો અને ખાતા રહો હેલ્થી અને ટેસ્ટી વાનગીઓ મારી ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો.

સામગ્રી (પરફેક્ટ માપ માટે વિડિઓ ખાસ જુઓ.)

  • બેસન – એક કપ
  • મેંદો – અડધો કપ
  • ઘઉંનો લોટ – પા કપ
  • હળદર
  • મીઠું
  • હિંગ
  • તેલ
  • જીણી સેવ / ગાંઠિયા અથવા શેકેલા ચણાનો લોટ
  • છીણેલું કોપરું – 1 કપ
  • શેકેલી શીંગનો અધકચરો ભૂકો – 1 મોટી ચમચી

સૌથી પહેલા લોટ બાંધવાના એક વાસણમાં ત્રણે લોટ ચાળી લેવા હવે એ લોટમાં પા ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, ચપટી હિંગ, બે ટેબલ સ્પૂન અને તેલ મોણ માટે ઉમેરો.

હવે બધું બરાબર મિક્સ કરી લઈને તેમાં થોડું થોડું પાણી ઉમેરીને પરાઠા જેવો લોટ બાંધવો.

લોટ બંધાઈ જાય પછી અડધી ટી સ્પૂન તેલ લઈને બરાબર મસળી લો. વિડીઓમાં બતાવ્યા પ્રમાણે લોટ બાંધવો.

પૂરણ બનાવવા માટે

એક મીક્ષરના કપમાં અડધો કપ જીણી સેવ / સેકેલા ચણાનો લોટ/ સેવ / ગાંઠિયા મિક્સરમાં ક્રશ કરી લેવી. હવે તેમાં 1 કપ છીણેલું કોપરું, બે મોટી ચમચી શેકેલી શીંગનો ભૂકો અધકચરો, વરિયાળી, આખા ધાણા એક ચમચી, એક ચમચી તલ, 1 ચમચી ખસખસ (ઓપશનલ), 3 ચમચી દળેલી ખાંડ, 1 મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ, 1 મોટી ચમચી તજ, લવિંગ અને મીઠું સ્વાદ પ્રમાણે સાથે 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, આમચૂર પાવડર વગેરે ઉમેરી લો.

હવે આ બધું હાથથી મસળીને મિક્સ કરો વિડીઓમાં બતાવ્યા પ્રમાણે.

લોટમાંથી ત્રણ ભાગ કરો અને ભાખરી જેવી જાડી વણવાની છે. જરૂર લાગે તો થોડું અટામણ લઈને વણો.

હવે રોટલી પર પાણી લગાડવાનું છે તેના માટે બ્રશની મદદથી વણેલ રોટલી પર પાણી લગાવી લો.

ભાખરવડીના સ્ટફિંગ માટે બનાવેલ મસાલો એ પાણી લગાવેલ રોટલી પર પાથરો ખાસ ધ્યાન રાખો કે રોટલીનો કોર્નરનો ભાગ સહેજ બાકી રહેવા દો

મસાલો પાથર્યો હોય એની પર પાણીવાળો હાથ ફેરવી લો જેથી ભાખરવડી તળીએ ત્યારે મસાલો છૂટો પડે નહિ.

કોર્નર જે બાકી રાખ્યા હતા એની પર પાણી લગાવી લઈશું.

હવે એ તૈયાર થયેલ રોટલીનો આપણે રોલ બનાવી લઈશું ધ્યાન રાખો કે રોલ એકદમ ટાઈટ બનાવો જેથી મસાલો બરાબર ચોંટી રહે.

હવે છેલ્લે રહેલ ખુલ્લા છેડા પર ફરીથી પાણી લગાવીને રોલ આખો બંધ કરી લો.

હવે રોલને વિડીઓમાં બતાવ્યા પ્રમાણે હાથથી સરખો કરી લો.

હવે એ રોલને આપણે અડધો ઇંચ જેવા ટુકડા કરી લઈશું. કટ કેવીરીતે કરવું એ વિડીઓમાં ખાસ ધ્યાન રાખજો.

હવે વિડીઓમાં બતાવ્યા પ્રમાણે કટ થયેલ દરેક ટુકડાને થોડા દબાવી લો. આવી રીતે બધા ટુકડાને દબાવી લો હવે તમે જોઈ શકશો કે એ ભાખરવડી જેવા શેપમાં આવી ગઈ હશે.

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલને બહુ ગરમ કરવાનું નથી દરેક ભાખરવડી ધીમા તાપે એને એની જાતે જ તળવા દેવાની છે. તમારે બહુ પલટાવવાની પણ જરૂરત નથી. બસ આવી જ રીતે બધી ભાખરવડી તળી લો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *