દહીંવડા – 1 ચમચી તેલ માંથી બનવીશું એકદમ સોફ્ટ સ્પોન્જી દહીંવડા

આજે આપણે તળ્યા વગર 1 ચમચી તેલ માંથી બનવીશું એકદમ સોફ્ટ સ્પોન્જી દહીંવડા અને દહીંવડા નું નામ આવે એટલે મોઢા માં પાણી આવી જાય બરાબર ને? તો આ એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને હેલ્ધી આપણે તળ્યા વગર અને ફકત એક ચમચી તેલ માંથી જ બનાવીશું.તો ચાલો જોઈ લઈએ તેની રેસીપી.

સામગ્રી

  • અડદ ની દાળ
  • ગળ્યું દહીં
  • ચાટ મસાલો
  • મરી પાવડર
  • લાલ મરચું
  • લીલા ધાણા
  • મીઠું
  • ગ્રીન ચટણી
  • મીઠી ચટણી
  • શેકેલું જીરૂ પાવડર
  • હીંગ
  • ખાંડ
  • તેલ
  • જીરું
  • લીલું મરચું

રીત

1- સૌથી પહેલા આપણે અડદ ની દાળ ને રાતે પલાળી લીધી હતી,તમે જો સાંજે બનાવવા ના હોય તો તમે સવારે પલાડી શકો છો,હવે અડદ ની દાળ માંથી બધું પાણી તેમાંથી કાઢી લઈશું,આ દાળ ને બે થી ત્રણ પાણી થી ધોઈ લઈશું.

2- આપણે તેને અપ્પમ પેન માં બનાવીશું, સૌથી પહેલા આપણે દાળ ને ધોઈ લઈશું,પછી તેને ક્રશ કરી લઈશું, અહીંયા આપણે એક લીટર દૂધ માંથી દહી જમાઈ લીધું છે અને તમે વિડિયો માં જોઈ શકો છો કે એકદમ ઘટ્ટ દહીં બન્યુ છે,પરંતુ દહી માં થોડું પાણી છે અને દહી આપણે થોડું ઘટ્ટ રાખવાનું છે જો પાણી વાળુ દહી હશે તો મજા નઈ આવે,તેના માટે એક ગરણી લઈ લઈશું અને તેના પર કોટન નું કપડું લઈ લઈશું.

3- હવે તેમાં બધું જ દહી ને ગાળી લઈશું,જેમ આપણે શ્રીખંડ માટે મઠો કરીએ છે તે રીતે કરવાનું,આપણે દહીંવડા બનાવીએ ત્યાંસુધી રહેવા દઈશું,હવે દાળ ને પીસવા માંટે એક મિક્સર જાર લઈ લઈશું તેમાં તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે દાળ ને કોરી કરી લીધી છે,આપણે તેને મિક્સર બાઉલ માં લઇ લઈશું અને જરૂર પડે એટલું જ પાણી લઈ ને આપણે તેને પીસી લઈશું.

4- હવે તેમાં એક કે બે ચમચી પાણી નાખીશું અને તેને દરદરી પીસી લઈશું, હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી દાળ એકદમ સરસ પીસાઈ ગઈ છે હવે તેને એક બાઉલ માં કાઢી લઈશું,બાકી ની આ જ રીતે આપણે પીસી લઈશું,હવે દાળ ને આપણે પાચ મિનિટ સુધી ફેટી લઈશું,આ દાળ નું ખીરું હલકું થઈ જાય ત્યાંસુધી ફેટી લેવાની છે અને એક જ સાઈડ ફેટી લેવાનું છે.

5- આ રીતે ફેટસો તો કોઈ ખારા ની જરૂર નઈ પડે.આને લગભગ પાચ મિનિટ સુધી ફેટી લઈશું,હવે સરસ ફેટાઈ ગયું છે કે નઈ તે ચેક કરવા માટે એક નાના બાઉલ માં પાણી લઈ લઈશું, હવે થોડું ખીરું લઈ તેમાં નાખવાનું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો ખીરું પાણી માં તળે છે એટલે સમજવાનું કે આપણું ખીરું પરફેક્ટ બની ગયું છે, હવે તેમાં આપણે મસાલા કરી લઈશું.

6- દહીંવડા ને સોફ્ટ કરવા માટે એક સિક્રેટ ટિપ્સ જોઈશું.તેમાં એક મોટી ચમચી દહી નાખીશું,દહી નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે,આપણા દહીંવડા એકદમ સોફ્ટ બને છે, હવે તેને ફરી થી એક મિનિટ માટે ફેટી લઈશું, ત્યારબાદ બધા મસાલા કરીશું હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો તેમાં મસાલા કરી લઈશું.

7- હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું, ત્યારબાદ એક નાની ચમચી જીરૂ નાખીશું,ત્યારબાદ એક લીલા મરચા ને એકદમ ઝીણું સમારી લીધું છે તેમાં એડ કરી લઈશું,હવે એક નાની ચમચી જેટલા લીલા ધાણા નાખીશું,ત્યારબાદ પા ચમચી હિંગ નાખીશું હવે ફરી બધું સરસ ફેટી લઈશું.

8- હવે અપ્પમ પેન લઈ લઈશું તેમાં થોડું તેલ લગાવી લઈશું,હવે દહીંવડા પાડવા માટે પાણી વારો હાથ કરવાનો. અને તમને જે સાઈઝ ના દહીંવડા જોઈએ એ સાઈઝ ના દહીંવડા મૂકી દેવાના,પાણી વારો હાથ કરી ને જ દહીંવડા મુકવાના જેથી ઇઝીલી વડા પડી જશે.હવે બધા વડા મૂકી દીધા છે તો હવે ઢાંકણ ઢાકી ને અઢી થી ત્રણ મિનિટ માટે એક સાઈડ કુક કરી લઈશું.

9- આપણે ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે,જેથી આપણી અડદ ની દાળ સરસ ચડી જાય,હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા દહીંવડા એકદમ સરસ ફૂલી ગયા છે હવે તેને પલટાવી લઈશું હવે ફરી થી બીજી બાજુ ત્રણ મિનીટ માટે કુક કરી લઈશું.ખૂબ જ ઓછા તેલ માં સરસ બની ગયા છે દહીંવડા,કલર પણ એકદમ સરસ આવી ગયો છે.

10- હવે ફરી થી તેને ઢાકી ને કુક કરી લઈશું,હવે બે મિનિટ થઈ ગઈ છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બીજી બાજુ પણ એકદમ સરસ કલર આવ્યો છે અને એકમદ સરસ કુક થઈ ગયા છે હવે તેને કાઢી લઈશું.આ વડા એકદમ સોફ્ટ બન્યા છે,હવે આપણે દહીંવડા ને ગરમ પાણી નાખીશું સોફ્ટ કરવા માટે,

11- હવે એક તપેલી લઈ લઈશું તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું અને અડધી નાની ચમચી હિંગ નાખીશું હીંગ નો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને પચવા માં મદદ કરે છે હવે બધું મિક્સ કરી લઈશું હવે તેના વડા ઉમેરી દઈશું,ત્યારબાદ તેને ઢાકી દઈશું,વડા સોફ્ટ થાય ત્યાંસુધી આપણે દહી ની તૈયારી કરી લઈશું.

12- આપણું દહી સરસ ઘટ્ટ થઈ ગયું છે હવે તેને એક બાઉલ માં લઇ લઈશું હવે તેમાં સ્વાદ મુજબ મીઠુ નાખીશું. હવે તેમાં ત્રણ ચમચી ખાંડ નાખીશું, દહી થોડું મીઠુ હોય તો જ સારું લાગે, હવે આપણે દહી ને બરાબર ફેટી લઈશું આપણું દહી સરસ મઠા જેવું થઈ ગયું છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો હવે આને ફ્રીઝ માં મૂકી દઈશું ઠંડુ થવા માટે હવે ત્યાંસુધી આપણે જોઈ લઈએ આપણા વડા સોફ્ટ થઈ ગયા છે કે નહીં.

13- હવે આપણા વડા સોફ્ટ થઈ ગયા છે તો તેને ગરમ પાણી માંથી બહાર કાઢી લઈશું,આપણે તેને એક પ્લેટ માં કાઢી લઈશું કારણકે હજુ ગરમ છે ત્યારબાદ બધું જ પાણી નીતારી લેવાનું છે હવે ઠંડા થઇ ગયા છે તો હાથ થી બધું જ પાણી કાઢી લઈશું.જે તમે વીડિયોમાં જોઈ શકો છો,આપણા દહીંવડા એકદમ સોફ્ટ બન્યા છે.

14- હવે આપણે ફટાફટ દહીંવડા સર્વે કરી લઈશું,હવે આપણે વડા પર દહી નાખીશું તમને જેટલું દહી પસંદ હોય એટલું તમે નાખી શકો છો હવે દહીંવડા ને વધુ ટેસ્ટી બનાવા માટે તેના પર મીઠી ચટણી નાખીશું તમને પસંદ હોય એટલી તમે નાખી શકો છો,હવે તેના પર ગ્રીન ચટણી નાખીશું,હવે તેના પર શેકેલું જીરું ભભરાવી લઈશું.

15- હવે તેના પર લાલ મરચું ભભરાવી લઈશું,ત્યારબાદ થોડો મરી પાવડર નાખીશું,ત્યારબાદ થોડો ચાટ મસાલો ભભરાવી લઈશું,તેનાથી એકદમ ચટપટો ટેસ્ટ આવે છે અને લીલા ધાણા થી ગાર્નિશ કરીશું,ઉનાળા માં એકદમ ઠંડા ઠંડા ખાવા ની મજા આવે એવા દહીંવડા બની ને તૈયાર થઈ ગયા છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *