ઇસ્ટન્ટ ગાર્લિક નાન – યીસ્ટ વગર ઘરે જ બનાવો બહાર જેવી જ નાન…

હોટેલમાં મળતી નાન જેવી સ્પોન્જી નાન ઘરે બનાવવી પણ ખુબજ સરળ છે. ઘરે યીસ્ટ વગર બનાવેલી નાન પણ એકદમ સરળતાથી જલ્દી બની જાય છે. તેમજ બહુ સ્પોન્જી બને છે. બાળકો અને મોટાઓને ખુબજ પ્રિય એવી નાન માત્ર ઘઉંનો લોટ, માત્ર મેંદો કે બંન્ને લોટ લઇને બનાવી શકાય છે.

મેં અહી માત્ર મેંદાથી બનાવેલી ઇસ્ટન્ટ ગાર્લિક નાનની રેસીપી આપી છે જેમાં યીસ્ટનાં બદલે થોડા પ્રમાણમાં દહીં અને બેકીંગ સોડા અને બેકીંગ પાવડરનો ઉપયોગ કર્યો છે. સાથે દૂધથી લોટ બાંધેલો છે. ઘરમાંથી જ મળી જતી સામગ્રીથી એકદમ સ્પોન્જી અને ટેસ્ટી ગાર્લિક નાન તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને ચોક્કસથી ઘરે બનાવજો.

ઇસ્ટન્ટ ગાર્લિક નાન બનાવવા માટેની સામગ્રી:

  • ૪.૧/૨ કપ મેંદો
  • ૧/૨ ટી સ્પુન બેકીંગ સોડા
  • ૧.૧/૪ ટી સ્પુન બેકીંગ પાવડર
  • ૧ ટી સ્પુન સોલ્ટ
  • ૧કપ દૂધ- હલકું ગરમ
  • ૧/૨ કપ દહીં રૂમ ટેમ્પરેચર પર હોય તેવું
  • ૧ ટેબલ સ્પુન સુગર
  • ૩ ટેબલ સ્પુન ઓઈલ
  • થોડો મેંદો –સ્પ્રીકલ કરવા માટે
  • ૧ ટેબલ સ્પુન કલોંજી
  • ૩ ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી
  • ૧૦-૧૨ કળી બારીક સમારેલું લસણ
  • બટર- જરૂર મુજબ

ઇસ્ટન્ટ ગાર્લિક નાન બનાવવા માટેની સામગ્રી :

સૌ પ્રથમ એક મોટું મિક્ષિન્ગ બાઉલ લઇ તેમાં ૪.૧/૨ કપ મેંદો, ૧/૨ ટી સ્પુન બેકીંગ સોડા, ૧.૧/૪ ટી સ્પુન બેકીંગ પાવડર અને ૧ ટી સ્પુન સોલ્ટ ઉમેરી ચાળી લ્યો.

ત્યારબાદ એક બાઉલ લઇ તેમાં ૧ કપ દૂધ- હલકું ગરમ, ૧/૨ કપ દહીં રૂમ ટેમ્પરેચર પર હોય તેવું, ૧ ટેબલ સ્પુન સુગર અને ૩ ટેબલ સ્પુન ઓઈલ લઇ મિક્ષ કરો. હવે તેને સતત હલાવતા રહીને તેમાં રહેલી સુગર મેલ્ટ કરો. થોડું ઘટ્ટ મિશ્રણ બનશે.

સુગર બરાબર મેલ્ટ થઇ જાય એટલે લોટનાં મિશ્રણવાળું બાઉલ લઇ તેમાં વચ્ચે ખાડો કરીને બનાવેલું થોડું દૂધનું મિશ્રણ ઉમેરી લોટ સાથે મિક્ષ કરી લ્યો. ત્યારબાદ બાકીનું દૂધનું મિશ્રણ થોડું થોડું ઉમેરતા જઈ લોટ બાંધો. લોટ બાંધવા માટે જરૂર પડે તો જ પાણી ઉમેરો.

હાથમાં ઓઈલ લગાડીને ૩ થી ૪ મિનીટ લોટને બરાબર મસળી લ્યો. સરસ સોફ્ટ લોટ બંધાય જાય એટલે લોટ પર ફરી જરા ઓઈલ લગાવી તેને ઢાકીને ૧૫ થી ૨૦ મિનીટ રેસ્ટ આપો.

૧૫-૨૦ મિનીટ બાદ લોટ પર થોડો મેંદો છાંટીને ફરીથી મસળી લ્યો. તેમાંથી એક મોટું લોયું કાપી અંદર અંદર વાળતા જઈ દબાવીને સ્મુધ લોયું બનાવો. આ રીતે બધા લોયા બનાવી લ્યો.

ચોપીંગ બોર્ડ પર જરા લોટ સ્પ્રીંકલ કરી તેના પર લોયું મુકો. લોયા પર ફરી લોટ સ્પ્રીંકાલ કરી લ્યો.

હવે આંગળીઓ વડે થોડું થોડું પ્રેસ કરતા જઈ લોયું થોડું મોટું કરી લ્યો. ત્યારબાદ વેલણ વડે ગોળ કે લંબગોળ જાડી રોટલી જેવી નાન વાણી લ્યો. નાન જાડી જ રાખવાથી, શેકવાથી સરસ બબલ થશે અને સ્પોન્જી બનશે.

વણેલી નાન પર થોડા ક્લોજી, બારીક સમારેલું લસણ અને કોથમરી સ્પ્રીન્કલ કરી એકવાર જરા વેલણથી વણી લ્યો. નાનની પાછળની બાજુએ પાણી લગાવી દ્યો. જેથી શેકતી વખતે તવામાં સારી રીતે સ્ટિક થઈને રહે.

હવે લોખંડની તવી ગરમ મુકો. બરાબર ગરમ થઇ જાય એટલે મીડિયમ ફ્લેઈમ રાખી પાણી લગાડેલ નાનની સાઈડ તવી બાજુ આવે એ રીતે મુકો. ઉપરની બાજુએ કલોંજી વાળો ભાગ આવશે.

થોડીજ વારમાં ઉપર સરસ બબલ ઉપસી આવે એટલે તવીને ઉચકીને – પલટાવીને, કલોજી વાળો ભાગ ફ્લેઈમ પર આવે એ રીતે થોડી ઉચી પકડી રાખો. ( પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે ) તેમ કરવાથી બબલ સરસ પરફેક્ટ બ્રાઉન કલરના થઇ જાય એટલે નાન સરસ શેકાઈ જશે.

હવે તવીને ફરી સીધી કરી તેમાંથી નાનને તાવેથા વડે ઉખાડી લ્યો. તરતજ ઇસ્ટન્ટ ગાર્લિક નાનને પ્લેટમાં મૂકી તેના પર બટર લગાવી સર્વ કરો. આ નાન કોફતા, વેજ્હાંડી, પનીર બટર મસાલા વગેરે પંજાબી શાક સાથે સર્વ કરવાથી ખુબજ સ્વાદીષ્ટ લાગશે.

તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને યીસ્ટ વગર પણ ઘરે બનતી ઇસ્ટન્ટ ગાર્લિક નાન ચોક્કસથી બનાવજો. બધાને ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *