ઈમ્યૂનિટી વધારે તેવા લાડુ ગોળમાં બનાવેલા, નાના મોટા દરેકને પસંદ આવશે…

આજે આપણે એનર્જી બુસ્ટર અને હેલ્થી એવા લાડુ બનાવવાની રેસિપિ જોઈશું. ઇમ્યુનિટી એવા લાડુ તમેં પણ ચોક્કસ બનાવજો.નાના મોટા દરેક તેને ખાઈ શકશે.તો ચાલો તેના માટે ની સામગ્રી જોઇ લઈએ.

સામગ્રી

  • 1 કપ મખાના
  • 1 કપ ઓટ્સ
  • 1/4 કપ બદામ
  • 1/2 કપ ગોળ
  • 5 ચમચી ઘી

રીત

1- હવે એક કઢાઈ માં ધીમાં ગૅસ ઉપર મખાના ને 2 કે 3 મિનિટ માટે રોસ્ટ કરી લેવાના છે.ગેસ ને ધીમો જ રાખવાનો છે અને પછી તેને નીકાળી લેવાના છે.

2- હવે તે જ કઢાઈ માં 2 ચમચી ઘી ગરમ કરીશું અને તેમાં ઓટ્સ ઉમેરી દો.તેને પણ ધીમા ગેસ ઉપર 2 કે 3 મિનિટ રોસ્ટ કરી લેવાના છે અને તેને હવે બહાર કાઢી લેવાના છે.

3- હવે ફરીથી તેમાં1 ચમચી ઘી ઉમેરો શું.તેમાં બદામ ને 2 મિનિટ માટે રોસ્ટ કરી લેવાની છે. ત્યારબાદ બદામ ને પણ બહાર કાઢી લેવાની છે.
4- હવે આ બધી વસ્તુ ઠંડી થઈ જાય એટલે તેને મિક્સર માં ક્રશ કરી પાવડર બનાવી લેવાનો છે.

5- હવે તેજ કઢાઈ માં બાકી નું ઘી લઈ લો અને તેમાં અડધો કપ ગોળ લઈ લો જે આપણે લીધો છે.

6- હવે તેને ધીમા ગેસ ઉપર ધીરે ધીરે હલાવતા જવાનું છે.

7- હવે ગોળ ને આ રીતે ઝીણો કટ કરીને ને લેવાનો છે.હવે ગોળ પીગળી જાય એટલે ગેસ બંધ કરી ગોળ ને જે આપણે પાવડર બનાવી ને રાખ્યો છે તેમાં લઈ લઈશું.

8- હવે ગોળ ગરમ હોય એટલે તેને પેહલા ચમચી થી મિક્સ કરો.થોડું ઠંડુ થાય એટલે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે.

9- જો તમને લાગે કે મિક્સર થોડું સુકાઈ ગયું હોય તો તેમાં 2 ચમચી ઘી ઉમેરી દેવાનું છે.

10- પછી તેના નાના નાના લાડુ બનાવી લેવાના છે.તો તમે વીડિયોમાં જોઈ શકો છો કે હવે આપણા લાડુ રેડી છે.અને આ લાડું ને તમે 1 અઠવાડિયા સુધી રાખી શકો છો.બાળકો અને મોટા પણ આ લાડુ ને ખાઈ શકે છે.રોજ આ લાડુ ખાઈ શકો છો કારણ કે તે ખુબજ ફાયદાકારક છે.

11- તો તમે પણ આ ઇમ્યુનિટી બુસ્ટર લાડું ચોક્ક્સ થી બનાવજો.એના સાથે તમે અખરોટ કે પિસ્તા નો પાવડર પણ ઉમેરી શકો છો તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *