ફાડા લાપસી – ઘરમાંથી જ મળી જતી થોડી સામગ્રીમાંથી બની જતી આ ફાડા લાપસી

ફાડા લાપસી એ ગુજરાતી ડેઝર્ટ છે. તેને બ્રોકન વ્હિટ સ્વીટ પણ કહેવામાં આવતી હોય છે. ઘણા લોકો દલીયાનો શીરો પણ કહે છે. આ લાપસી ઘઉંનાં ફાડામાંથી બનાવવામાં આવે છે. તે ચોખા કે અન્ય અનાજ કરતા વધારે હેલ્ધી છે. કેમકે તે આયર્ન, ફાઈબર, મેગ્નેશિયમ તેમજ ઘણા મિનરલ્સથી સમૃદ્ધ છે. ઉપરાંત આ ફાડા લાપસી શુભ પ્રસંગો કે તહેવારોમાં કે પ્રસાદ માટે બનાવવામાં આવતી હોય છે. ફાડાને ઘીમાં શેકીને તેને કુકરમાં કુક કરીને ત્યારબાદ તેમાં સુગર, થોડા ખડા મસાલા તેમજ ડ્રાય ફ્રુટ્સ ઉમેરીને ખુબજ જલ્દી અને સ્વાદિષ્ટ ફાડા લાપસી બનાવી શકાય છે.

ઘરમાંથી જ મળી જતી થોડી સામગ્રીમાંથી બની જતી આ ફાડા લાપસીની હું અહી પરફેક્ટ માપ સાથે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી આપ સૌ માટે આપી રહી છું, જે ઘરના દરેક લોકોને ખુબજ ભાવશે.

ફાડા લાપસી બનાવવા માટેની સામગ્રી :

  • ૧ કપ ઘઉંના મિડિઉઅમ સાઈઝના ફાડા – દલીયા – બ્રોકન વ્હિટ
  • ૩ કપ ગરમ પાણી
  • ૩/૪ કપ સુગર
  • ૩/૪ કપ ઘી
  • ૧ મોટો ટુકડો તજ
  • ૪-૫ લવિંગ
  • ૨-૩ લીલી એલચી – જરા આગળથી ખોલેલી
  • ૨ -૩ ટેબલ સ્પુન કાજુના ટુકડા
  • ૨-૩ ટેબલ સ્પુન બદામના ટુકડા
  • ૨-૩ ટેબલ સ્પુન પિસ્તાના ટુકડા
  • ૨૫- ૩૦ કિશમિશ
  • ૧૦-૧૫ તાતણા કેશર + ૨ ટેબલ સ્પુન પાણી મિક્ષ કરવું
  • ૧ ટી સ્પુન એલચી પાવડર

ગાર્નીશિંગ માટે :

  • પિસ્તાના સ્લીવર્સ – જરૂર મુજબ
  • બદામનાં સ્લીવર્સ – જરૂર મુજબ
  • થોડી કિશમિશ

ફાડા લાપસી બનાવવા માટેની સામગ્રી :

*સૌ પ્રથમ ૩ કપ પાણી ગરમ મુકો. આ ગરમ પાણી ફાડા લાપસીમાં ઉમેરવા માટે છે.

ત્યારબાદ પ્રેશર કુકરમાં ૩/૪ કપમાંથી ૨ ટેબલ સ્પુન જેટલું ઘી રાખી બાકીનું ઘી ઉમેરી દ્યો.

*હવે મીડીયમ ફ્લેઈમ રાખી તેના પર કુકર મૂકી ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં ૧ કપ ફાડા ઉમેરી મિક્ષ કરો. હવે ફ્લેઈમ સ્લો કરી તેમાં તવેથા વડે સતત હલાવતા રહી ફાડાને ઘીમાં શેકો. ધીરે ધીરે પણ સતત હલાવતા રહી,

*ફાડા સરસ શેકાઈને ગોલ્ડન બ્રાઉન કલરના થાય અને તેમાંથી સરસ અરોમા અવવા લાગે એટલે તેમાં ૧ મોટો ટુકડો તજ, ૪-૫ લવિંગ અને ૨-૩ લીલી એલચી – જરા આગળથી ખોલેલી ઉમેરીને સાથે મિક્ષ કરી જરા શેકો.

*ત્યારબાદ તેમાં ૨-૩ ટેબલ સ્પુન બદામના ટુકડા અને ૨-૩ ટેબલ સ્પુન પિસ્તાના ટુકડા ઉમેરી સાતળો. બદામી કલરના થાય એટલે કુકરમાં ૩ કપ ગરમ કરેલું પાણી ઉમેરો.

*પાણી ઉમેરતી વખતે ખા ધ્યાન રાખવું. કુકરમાં ઘી હોવાથી પાણી ઉમેરવાથી બહાર ઉડશે. તેથી એકસાથે પાણી ના ઉમેરતા થોડું થોડું બે વાર ઉમેરવું. ત્યારબાદ મિક્ષ કરી લેવું.

*હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડીયમ ફ્લેઈમ પર ૩ વ્હીસલ કરી ફાડા કુક કરી લ્યો.

ત્યારબાદ કુકર ઠરે એટલે ખોલીને ફાડા સ્પુન વડે હલાવી ઉપર-નીચે કરી લ્યો.

*હવે ફ્લેઈમ પર મૂકી તેમાં સુગર, કાજુ નાં ટુકડા અને કિશમિશ ઉમેરી મિક્ષ કરી લ્યો.

સ્લો ફ્લેઈમ પર સતત હલાવતા જેથી સુગર મેલ્ટ થઇ જાય. તેમા સુગર મેલ્ટ થવાથી લાપસીમાં થોડું લીક્વીડ જેવું લાગશે. તેને ઘટ્ટ થાય ત્યાં સુધી કુક કરો. ફાડામાં પાણી શોષાઈ જાય ત્યાં સુધી સતત હલાવતા રહી કુક કરો.

*ઘટ્ટ થઇ તેમાં બબલ જેવું દેખાય એટલે તેમાં કેશરવાળું પાણી ઉમેરી મિક્ષ કરો. ૧ મિનીટ કુક કરો.

*હવે સ્લો ફ્લેઈમ રાખી, અલગ રાખેલું ૨ ટેબલ સ્પુન જેટલું ઘી ઉમેરી મિક્ષ કરી લ્યો. થોડીવાર કુક કરો. લાપસીમાં સરસ ચમક આવી જશે. તેમાં એલચી પાવડર ઉમેરી મિક્ષ કરો. ૧ મિનીટ કુક કરો. લચકા પડતી લાપસી બનાવો.

*હવે હેલ્ધી ટેસ્ટી ફાડા લાપસી ગરમા ગરમ સર્વ કરવા માટે રેડી છે. સર્વિંગ બાઉલમાં ભરી તેના પર બદામના સ્લીવર્સ, પિસ્તાના સ્લીવર્સ અને થોડી કિશમિશથી ગાર્નીશ કરો. તહેવારો કે ઘરમાં આવતા શુભ પ્રસંગો એ ફાડા પાલાસીની મારી આ રેસીપી ફોલો કરીને તમે ચોક્કસથી બનાવજો. દરેક લોકોને ખુબજ સ્વાદિષ્ટ લાગશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

અમારી યુટ્યુબ ચેનલ : Leena’s Recipes

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *