ફણગાવેલા મગના લાડુ – જે મિત્રોને મગ પસંદ નથી તેમને પણ આ લાડુ ખુબ પસંદ આવશે, તો જલ્દી જ બનાવો..

ફણગાવેલા મગ માંથી આપણે કચોરી , પુડલા, ફ્રેન્કી, ઉસળ , બધું બનાવતા હોઈએ છે… આજે આપણે બનાવાના છે “ફણગાવેલા મગના લાડુ”…. સાંભળી ને મજા આવી ને…

ખાવાની તો મજા જ પળી જશે. સ્પ્રાઉટ ખાવાથી પાંચનક્રિયા સારી રહે છે…. સ્પ્રાઉટ મગ ખાસ આપણેે રથ યાત્રા માં ભોગ ધરાવતા હોઈએ છે. આ નાનાથી મોટા ઓ માટે ઉત્તમ આહાર છે .રેસિપી સાથે સાથે એના ફાયદા પણ જણીશું…..

સ્પ્રાઉટ મગ ના લાડું

સામગ્રી-

  • સ્પ્રાઉટ મગ – ૧ બાઉલ
  • સૂકું કોપરાનું છીણ – ૧ નાની વાટકી
  • કન્ડેન્સ્ડ મિલ્ક – ૪ ચમચી
  • ઘી – ૪ ચમચી
  • તજ પાવડર – ૧ ટી સ્પૂન
  • ઈલાયચી પાવડર – ૨ ચમચી
  • બદામ અને કાજુની કતરણ – ૪ ચમચી

રીત :-

૧- સૌ પ્રથમ મગ ને મિક્સર જાર માં લઈ ક્રશ કરવું.

૨- પૅન માં ઘી ગરમ કરવા રાખવું. તેમાં મગને સારી રીતે શેકી લેવા….

૩- હવે તેમાં કોપરાનું છીણ નાખી ફરી મિક્સ કરી લેવું..

૪ – શેકાઈ ગયા પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, તજ પાવડર, ઈલાયચી પાવડર, કાજુ બદામ ની કતરણ નાખી સરખુ મિક્સ કરી લેવું….

૫- પછી થોડું ઠંડુ થયાં બાદ લાડુ ના મોલ્ડ માં નાખી બધા લાડુ તૈયાર કરી લેવા….

તો તૈયાર છે એકદમ હેલ્ધી અને ઈઝી સ્પ્રાઉટ લાડું….

સાપ્રઉટ મગ ના ફાયદા :-

  • ૧- બધા કઠોળ કરતાં સહુથી વધારે પોષકતત્ત્વ મગ માં મળે છે
  • ૨ – મગ માં વિટામીન A, B, C, E ફોસ્ફરસ આયર્ન આપણા શરીર માં મળે છે.
  • ૩- બહાર નું જંક ફૂડ ખાવાથી શરીર માં એસિડ તત્વ ને વધતાં રોકે છે.
  • ૪- લોહી ને સાફ રાખે છે. જેથી ફોડલા , પિમ્પ્લસ બીજા રોગો થતા અટકે છે.
  • ૫- મગ માં ફાઈબર , કેલસિઅમ વધારે માત્રા માં મળે છે.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *