ઘરના રોજિંદા શાકને બનાવો લાજવાબ, આ રીતે તૈયાર કરો મસાલો, સાથે શીખો મસાલેદાર શાક બનાવવાની રેસિપી…

આજે આપણે આ રીતે મસાલા તૈયાર કરી ને રોજિંદા શાક ને એકદમ લાજવાબ બનાવી શકાય એવું ફણસી નું ગ્રેવી વાળુ શાક બનાવવાની રીત જોઈશું.આપણે રોજબરોજ શાક બનાવતા હોય તો તેના માટે પણ આ તો ચેલેન્ચ જ હોય છે કે ઘર માં એક શાક એવું બને કે ઘર ના ચાર કે પાંચ વ્યક્તિ ઓ ને ભાવતું હોય પણ આવુ ક્યારેય નથી થતું મોટા ભાગે બે કે ત્રણ શાક ઘર માં બનતા હોય છે પણ આજે આપણે એવું ટિપ્સ જોઈશું કે અને એવું શાક જોઈશું કે ઘર ના બધા ને પસંદ પડશે

જે પહેલી વાર શાક બનાવી રહ્યા છે તેને ખબર પડી જશે કે એ શાક કેટલા વ્યક્તિ ને થશે તેમાં કેટલા મસાલા થશે મસાલા નું માપ શું છે અને આજે તો આપણે એક જ શાક જોઈશું આ શાક ઉપર થી તમે બવ બધા શાક બનાવી શકશો,તો ચાલો હવે શરૂ કરી દઈએ. આજ નું જે શાક છે તેનું નામ ફણસી નું ગ્રેવી વાળું શાક.ફણસી બધા ને બવ ભાવતી નથી હોતી પણ જો આ રીતે બનાવશો તો ઘર ના બધા ને પસંદ આવશે.

સામગ્રી

  • તેલ
  • ફણસી
  • રાઈ
  • હીંગ
  • ખાવાં નો સોડા
  • મીઠું
  • લાલ મરચું પાવડર
  • ધાણાજીરું પાવડર
  • હળદળ
  • ગરમ મસાલો
  • ટામેટા
  • મલાઈ
  • દહીં
  • ખાંડ
  • સીંગદાણા નો ભુક્કો

રીત

1- હવે એક કડાઈમાં બે ટેબલ સ્પૂન તેલ લઈશું,આપણે અહીંયા ર૫૦ ગ્રામ ફણસી લીધી છે આપણે અહીંયા ત્રણ થી ચાર વ્યક્તિ ને થાય એટલું શાક બનાવીશું,હવે તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં પાંચ થી છ દાણા રાઈ એડ કરીશું એટલે ખબર પડશે કે તેલ ગરમ થયું કે નહીં.

2- હવે જ્યારે શાક બનાવતા હોય ત્યારે અડધી નાની ચમચી હીંગ લેવાની છે હવે ૧/૪ ટી સ્પૂન સોડા એડ કરીશું, સોડા નાખવાથી શું થાય કે જે આપણે ગ્રીન શાક બનાવી એ તેમાં શાક નો કલર ગ્રીન જ રહે છે અને બધા શાક માં સોડા ફેલાઈ જાય છે હવે તેમાં શાક એડ કરી લઈશું.આમાં બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું જેથી એકદમ ડ્રાય ના લાગે.

3- હવે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું,જો તમે ગલકા કે દુધી એડ કરો ત્યારે સોડા એડ કરવાની જરૂર નથી, હવે આપણે શાક ને ચડવા માટે મૂકી દઈશું,લગભગ આઠ થી દસ મિનિટ માટે રાખી દઈશું,હવે તેની ઉપર થાળી મૂકી દઈશું હવે તે થાળી માં પાણી મૂકી દઈશું.જો તમે શાક માં પાણી એડ કરશો તો શાક ફિક્કું લાગશે.પણ આ રીતે ઉપર પાણી મૂકી શાક ને ચડવસો તો ત્યારે શાક એકદમ સરસ રીતે ચડી જશે.

4- હવે શાક ચડે ત્યાંસુધી મસાલા પાણી બનાવી લઈશું,બધા મસાલા બળી ના જાય તેના માટે એક મસાલા પાણી બનાવી લેવાનું છે આ પાણી શાક માં એડ કરીશું તો શાક નો સ્વાદ પણ સરસ આવશે અને મસાલા બળી પણ નઈ જાય,હવે આપણે બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર નાખીશું.ત્યારબાદ ચાર ટી સ્પૂન ધાણાજીરુ પાવડર લઈશું. આવા શાક માં ધાણાજીરું પાવડર નો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે.ત્યારબાદ પા ટી સ્પૂન હિંગ લઈશું.

5- હવે આપણે અડધી ચમચી હળદર નાખીશું, ત્યારબાદ પા ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું,હવે આ મસાલા ને મિક્સ કરી લઈશું તેમાં થોડું પાણી એડ કરીશું હવે બધું સરસ મિક્સ કરી લઈશું. આ રીતે તમે મસાલા એડ કરશો તો શાક ટેસ્ટી બનશે,જો તમે મરચું ઓછું ખાતા હોય તો અડધી ચમચી મરચું લેવાનું છે અને મરચું વધારે ખાતા હોય તો તમે વધારે એડ કરી શકો છો. હવે આપણે શાક ને પણ એકવાર જોઈ લઈશું કે શાક ચડ્યું કે નહીં.

6- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે શાક સરસ ચડી ગયું છે જો તમને એમ લાગે કે શાક માં પાણી ઓછું છે તો ઉપર થી એક થી બે ચમચી એડ કરી લેવાનું,જેથી શાક સરસ રીતે ચડી જશે અને તેનો કલર પણ સરસ રહેશે.આમાં ઠંડુ પાણી ક્યારેય નથી એડ કરવાનું,હવે આપણે ગ્રેવી વાળુ શાક બનાવવાનું છે એટલે આપણે બે ટામેટા ને ક્રશ કરી લીધા છે.

7-હમેશા ફણસી ચડી જાય પછી જ ટામેટા એડ કરવાના છે હવે એડ કરી લઈશું,હવે બધું સરસ મિક્સ કરી લઈશું અત્યારે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેનો કલર અને ચડી ગયા પછી કલર જોશો તો અલગ હશે, હવે ટામેટા ચડે ત્યાંસુધી કુક થવા દઈશું,હવે આ શાક ને ખુલ્લું જ કુક થવા દેવાનું છે.આપણે ગ્રેવી વાળુ શાક બનાવવાનું છે પાણી વાળુ નથી બનાવવાનું,એટલા માટે આને ખુલ્લું જ લગભગ ચાર થી પાંચ મિનિટ રહેવા દઈશું.

8- તમે વીડિયોમાં જોઈ શકો છો કે ટામેટા સરસ ચડી ગયા છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે હવે ટામેટા ની ગ્રેવી ના ભાગ નું મીઠું આપણે એડ કરી લઈશું,હવે જે મસાલા પાણી બનાવ્યું હતું તે એડ કરીશું,જો તમારે ડ્રાય શાક બનાવવું હોય તો તેમાં પણ આ રીતે જ મસાલા પાણી બનાવી લેવાનું અને એડ કરી શકો છો.તો પણ તે શાક ડ્રાય જ બનશે.

9-હવે આપણે તેને સરસ મિક્સ કરી લઈશું,હવે શાક સરસ રીતે ચડી ગયું છે હવે આમાં એક ચમચી મલાઈ એડ કરીશું,જેથી શાક ક્રીમી લાગશે અને તેનો સ્વાદ પણ સરસ આવશે અને તેનો કલર પણ બદલાઈ જશે.જો તમારા ઘર માં મલાઈ હાજર ના હોય તો ક્રીમ પણ એડ કરી શકો છો.

10- હવે એક ટેબલ સ્પૂન દહીં એડ કરીશું,હવે એક મિનિટ માટે શાક ને કુક થવા દઈશું,જો ગ્રેવી સરસ રેડી થઈ ગઈ છે અને શાક પણ એકદમ સરસ લાગી રહ્યું છે હવે એક ટી સ્પૂન ખાંડ એડ કરીશું ત્યારબાદ બે ટેબલ સ્પૂન સીંગદાણા નો ભુક્કો એડ કરીશું. જેથી ગ્રેવી એકદમ સરસ સેટ થઈ જાય, આનો સ્વાદ પણ બહુ સરસ આવશે. અત્યારે આપણે ફકત ફણસી જ લીધી છે તેની સાથે તમે કેપ્સિકમ કે વટાણા પણ એડ કરી શકો છો.

11- આ રીતે રૂટિન ની સબ્જી માં કઈક નવું વેરીએસન કરી શકો છો.હવે શાક સરસ રેડી થઈ ગયું છે આપણે રૂટિન શાક બનાવ્યું એટલે તેલ બહુ નથી લીધું,જો તમને થોડું તેલ વધારે ગમતું હોય તો એક ટી સ્પૂન તેલ ઉપર થી પણ એડ કરી શકો છો.અથવા વઘાર માં પણ એક ટી સ્પૂન તેલ વધારે લઈ શકો છો.તો હવે શાક તૈયાર છે તો તેને સર્વે કરી લઈશું,આ શાક જોડે તમે ભાખરી, રોટલી,પરાઠા કોઈપણ સાથે સર્વે કરી શકો છો.

12- જો કઈ ના હોય તો બ્રેડ જોડ પણ આ શાક બહુ સરસ લાગે છે તો આ એક નવી રીત થી તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *