નાના બાળકોની મનપસંદ શાહી ગુલાબ આઈસ્ક્રીમ બનાવવાની રેસિપી

આજે આપણે નાના બાળકો ની મનપસંદ શાહી ગુલાબ આઈસક્રીમ બનાવવાની રેસિપી જોઈશું.ઉનાળા માં તો આઈસક્રીમ ખાવાનું મન તો થતું જ હોય છે તો ઘર ના પ્યોર આઈસક્રીમ કેમ ના ખાઈએ બનાવવું ઈઝી છે અને બહાર ના આઈસક્રીમ માં ભેળસેળ હોય છે,ઉનાળા માં આપણે એવી વસ્તુ કે ખાતા પીતા હોઈએ છે જે આપણી બોડી ને ઠંડક આપે છે આમાં આપણે યુઝ કરવાના છે ગુલકંદ.આ ગુલાબ માંથી બનતું હોય છે આ બોડી ને ઠંડક આપે છે તો ચાલો બનાવી લઈએ ગુલાબ નો આઈસક્રીમ.

સામગ્રી

  • ગુલકંદ
  • કન્ડેન્સ મિલ્ક
  • ફ્રેશ ક્રીમ
  • રોઝ સીરપ
  • કાજુ
  • મિલ્ક પાવડર

રીત

1- શાહી ગુલાબ આઈસક્રીમ બનાવવા માટે સૌથી પહેલા એક મોટો બાઉલ લઈ લઈશું તેમાં આઈસ ક્યૂબ નાખીશું ત્યારબાદ તેની પર બીજો બાઉલ મૂકી દઈશું બાઉલ આપણે સ્ટીલ ના લઈશું એક મોટો અને એક નાનો તેમાં સેટ થાય તે રીત નો બાઉલ લઈ લઈશું.

2- હવે નાના બાઉલ માં આપણે બધી સામગ્રી એડ કરીશું, સૌથી પહેલા આપણે ૨૫૦ એમ એલ ફ્રેશ ક્રીમ લઈ લઈશું,ત્યારબાદ તેમાં ૩/૪ કપ મિલ્ક પાવડર એડ કરીશું.આ બજાર માં તમને ઇઝીલી મળી જાય છે.

3- આઈસક્રીમ અને ચોકલેટ માં માપ બહુ જરૂરી હોય છે તો આ માપ ને જરૂર થી તમે નોંધી લેજો,જો માપ બરાબર નઈ હોય તો આઈસક્રીમ બરાબર નઈ બને,હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું,આમાં ગઠા ના પડે તે રીતે મિક્સ કરી લઈશું.

4- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે મિલ્ક પાવડર અને ક્રીમ મિક્સ થઈ ગયું છે ત્યારબાદ અડધો કપ કન્ડેન્સ મિલ્ક એડ કરીશું,આ પણ તમને ઇઝીલી મળી જશે,ત્યારબાદ એક ટેબલ સ્પૂન ગુલકંદ એડ કરીશું.

5- હવે આપણે એક મોટી ચમચી રોઝ સીરપ એડ કરીશું,આ આપણે કલર માટે યુઝ કર્યું છે, હવે આપણે થોડા કાજુ ના ટુકડા એડ કરીશું,હવે તેને પણ આપણે તેમાં એડ કરી દઈશું,હવે આ બધું સરસ મિક્સ કરી લઈશું.

6- આમાં કોઈ ખાંડ એડ નથી કરવાની આમાં ગળપણ છે જ, ક્ન્ડેન્સ મિલ્ક માં ખાંડ હોય,મિલ્ક પાવડર માં પણ ખાંડ હોય અને ગુલકંદ માં પણ ખાંડ હોય એટલે સુગર નાખવાની જરૂર નથી.

7- હવે આને સેટ કરવા માટે એક બાઉલ માં કાઢી લઈશું,હવે તમારે જેમાં સેટ કરવાનું હોય તેમાં એડ કરી દેવાનું, હવે આને ફ્રિઝર માં મૂકી દઈશું,હવે દસ થી બાર કલાક થઈ ગયા છે ને તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણો આઈસક્રીમ રેડી થઈ ગયો છે.

8- એકદમ સરસ હાર્ડ થઈ ગયો છે હવે સર્વે કરવાં માટે એક બાઉલ માં રોઝ ની પાંખડી મૂકી દઈશું,તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સરસ શાહી ગુલાબ આઈસક્રીમ તૈયાર થઈ ગયો છે. તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *