ફરાળી કર્ડ સાગો ( સાબુદાણા ) – એકની એક સાબુદાણાની ખીચડી નહિ પણ બનાવો આ ટેસ્ટી વાનગી..

વ્રતના ઉપવાસ માટે અનેક ફરાળી વાનગીઓ રેસ્ટોરંટમાં અને ઘરમાં બનાવવામાં આવતી હોય છે. એમાં સૌથી વધારે બટેટા અને સાબુદાણાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી હોય છે. ઘણા લોકોને બટેટા આહારમાં લેવા એ સ્વાસ્થ્યને માટે અનુકૂળ નથી આવતા. તેથી તેના માટે સાબુદાણા અને સાથે દહીંના કોમ્બીનેશનવાળી ફરાળી વાનગી વધારે અનુકૂળ આવે છે.

સાબુદાણા સામાન્ય રીતે વ્હાઇટ રાઉંડ પર્લ જેવા હોય છે. તે સરળતાથી પાણી, દૂધ વગેરેમાં ડાયલ્યુટ થઇ જાય છે. તેમાંથી સ્વીટ વાનગીઓ જેવીકે ખીર, પુડિંગ,સાગો કેશરી વગેરે બનાવવામાં આવતી હોય છે. સોલ્ટી વાનગીઓમાં ફરાળી સાબુદાણા ખીચડી, સાબુદાણા અપ્પે, વેફર વગેરે બનાવવામાં આવતી હોય છે.

જો તમે વજન વધારવા માંગતા હોવ તો ચોક્કસથી સાબુદાણાનો આહારમાં ઉપયોગ વધારો.

સાબુદાણામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. જે સરીરમાં રહેલા સ્નાયુઓની વૃધ્ધિ માટે ખૂબજ જરુરી છે. ક્ષતિગ્રસ્ત કોષો અને પેશીઓની પ્રોટીન મરામત કરે છે. અને કોષોની વૃધ્ધિમાં મદદ કરે છે. સાબુદાણાથી શારિરીક શક્તિ મળે છે અને લોંગ ફાસ્ટીંગથી થતી એસીડીટી પણ દૂર થાય છે. તેથી જ ફાસ્ટીંગ માટે તેને મહત્વ આપવામાં આવે છે. શાકાહારીઓ માટે રોજીંદુ પ્રોટીન મેળવવા માટે સાબુદાણા બેસ્ટ ફુડ છે.

આજે હું અહીં મહારાષ્ટ્રીયન ફરાળી કર્ડ સાબુદાણાની રેસિપિ આપી રહી છું. જેમા સાબુદાણાની સાથે દહીંનો પણ સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. દહીં પણ શરીર સ્વાસ્થ્ય માટે ખૂબજ ઉપયોગી છે. દહીં સાથે લેવાથી ખોરાકનું સરસ રીતે પાચન થાય છે. દહીં એક મહાન પ્રોબાયોટિક તરીકે કાર્ય કરે છે. હાડકા અને દાંત મજબુત બનાવે છે, વજન ઓછું કરવામાં મદદ કરે છે, ત્વચા પર અકાળે થતી કરચલીઓ થતી રોકે છે. વાળમાં થતો ખોડો દૂર કરે છે.

આ ઉપરાંત ફરાળી સાગોમાં ઉમેરેલી બીજી બધી સામગ્રીઓ પણ હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક છે. તો ચોક્કસથી મારી આ ફરાળી વાનગી બાનાવજો. હેલ્થ અને ટેસ્ટ બન્ને માટે બેસ્ટ છે.

ફરાળી કર્ડ સાગો ( સાબુદાણા ) બનાવવા માટેની સામગ્રી :

 • ½ કપ સાગો –સાબુદાણા (પાણીમાં પલાળ્યા વગરના)
 • ¾ કપ કર્ડ-દહીં
 • 3 ટેબલ સ્પુન શિંગદાણા
 • 1 ટેબલ સ્પુન કાજુ
 • 15-20 કીશમીશ
 • 8-10 કોકોનટની ડ્રાય ચીપ્સ (ના હોય તો થોડુ ગ્રેટેડ કોકોનટ પણ લએ શકાય)
 • ¼ ટી સ્પુન સુગર પાવડર
 • સ્વાદ મુજબ મીઠું
 • 2 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી
 • 1 ટે સ્પુન બારીક સમારેલા લીલા મરચા
 • 1 મરચાના 4 ઉભા ભાગ કરી સમારેલું
 • 2-3 સ્ટ્રીંગ મીઠો લીમડો
 • 3 ટેબલ સ્પુન શિંગદાણા
 • 2 ટેબલ સ્પુન ઓઇલ
 • 1 ટી સ્પુન આખું જીરું ( જીરુંનો ટેસ્ટ વધારે આવશે)
 • 1 લાલ સૂકું મરચુ – વઘાર માટે

ફરાળી કર્ડ સાગો ( સાબુદાણા ) બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ ½ કપ સાગો એક મોટા બાઉલમાં લ્યો. હવે તેને 2-3 પાણીથી ધોઇ લ્યો.

ત્યારબાદ પલાળેલા સાગો ડૂબે તેટલું જ પાણી તે બાઉલમાં ઉમેરીને 3-4 કલાક પલાળી રાખો.

હવે 3 ટેબલ સ્પુન શિંગદાણાને ધીમા તાપે રોસ્ટ કરી લ્યો. ઠરે એટલે તેના ફોતરા કાઢી લ્યો.

હવે એક પેનમાં વઘાર માટેનું 2 ટેબલ સ્પુન ઓઇલ લ્યો.

થોડું ગરમ થાય એટલે તેમાં સૌ પ્રથમ 8-10 કોકોનટની ડ્રાય ચીપ્સ ફ્રાય કરી કાઢી લ્યો.

ત્યારબાદ તેમાં ફોતરા કાઢેલા શિંગદાણા ઉમેરી પિંક ફ્રાય કરો.

તેમાંથી કાઢીને અધકચરા ક્રશ કરી લ્યો. એકબાજુ રાખો.

તે જ ઓઇલમાં કાજુ પણ પિંક થાય ત્યાંસુધી સાંતળીને કાઢી લ્યો.

બાકી વધેલા ગરમ ઓઇલમાં 1 ટી સ્પુન આખું જીરું ( જીરુંનો ટેસ્ટ વધારે આવશે)ઉમેરી તતડવા દ્યો.

ત્યારબાદ 1 ટે સ્પુન બારીક સમારેલા લીલા મરચા, 1 મરચાના 4 ઉભા ભાગ કરી સમારેલું, 2-3 સ્ટ્રીંગ મીઠો લીમડો અને 15-20 કીશમીશ ઉમેરી સાંતળી લ્યો.

બરાબર બધું સંતળાઇ જાય એટલે તેમાં પલળીને એકદમ સરસ ફુલીને સ્પોંજી થઇ ગયેલા સાગો-સાબુદાણા ઉમેરો.

બધું સ્પુનથી હલાવી ઉપર-નીચે કરી બરાબર મિક્ષ કરી લ્યો.

સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.

3-4 મિનિટ સતત હલાવતા રહી કૂક કરો. તેમ કરવાથી બધા જ સાગો ટ્રાંસપરંટ કલરના થઇ જશે.

ત્યારબાદ તેમાં ફ્રાય કરેલા કાજુ, કોકોનટ ચિપ્સ અને ફ્રાય કરીને અધકચરા કરેલા શિંગદાણા ઉમેરી મિક્સ કરી લ્યો.

હવે તેમાં ¾ કપ કર્ડ-દહીં વ્હિપરથી વ્હિપ કરી તેમાં ઉમેરી દ્યો.

ધીમી ફ્લેમ પર ફરાળી કર્ડ સાગો જરા કૂક થવા દ્યો. જેથી થોડું દહીં સાગોમાં મિક્ષ થશે અને સરસ સ્મુધ થઇ જશે.

અથવાતો સાબુદાણાનું વઘારેલું મિશ્રણ જરા ઠરે પછી પણ તમે દહીં ઉમેરી શકો છો.

તો હવે ફરાળી કર્ડ-સાગો સર્વ કરવા માટે રેડી છે.

એક બાઉલમાં સર્વ કરી તેના પર ઓઇલમાં રોસ્ટ કરેલા મીઠા લીમડાના પાન, કાજુ, કોકોનટ ચિપ્સ અને દાડમના દાણાથી ગાર્નિશ કરો. સાથે ફરાળી ચેવડો, બટેટાની વેફર વગેરે સર્વ કરો. વ્રતના ઉપવાસમાં ફરાળ કરવાની ખૂબજ મજા આવશે.

તો ચોક્કસથી મારી આ રેસિપિ ફોલો કરી ફરાલી કર્ડ-સાગો ફરાળ માટે બનાવજો. કેમકે તે ખૂબજ પૌષ્ટિક અને બનાવવી સરળ છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *