ફરાળી ગ્રેવી વાળા કોફ્તા – ફરાળી સ્વામિનારાયણ લોટ ની રોટલી ,પરાઠા અથવા રાજગરા ની પુરી સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે…

સામાન્ય રીતે ભોજનમાં ખવાતા પદાર્થોને બદલે ઓછી કેલરી ધરાવતા અમુક ખાસ અનાજ-તૃણધાન્ય ખાવાની પણ પ્રથા છે. જેમકે રાજગરો, મોરૈયો-સામો, સાબુદાણા. આ ઉપરાંત કંદમૂળ જેવાકે બટેકા, સૂરણ, શક્કરીયા પણ મુખ્ય ભોજનમાં લેવાતાં ખોરાકના બદલે ઉપવાસમાં ખવાતા હોય છે. પણ આજ ના આધુનિકતા ને ધ્યાનમાં રાખીયે તો ફરાળ માં પણ નવીનતા આવી ગઈ છે .તો આજે હું તમને ફરાળી ગ્રેવી વાળા કોફ્તા શીખવીશ .જે તમે ફરાળી સ્વામિનારાયણ લોટ ની રોટલી ,પરાઠા અથવા રાજગરા ની પુરી સાથે લઈ શકો છો ..

મહાશિવરાત્રી ,રામનવમી ,જન્માષ્ટમી કે અગિયારસનો ઉપવાસ હોય ત્યારે ફરાળી વાનગીઓ બનાવીને વધુ આનંદ મેળવી શકાય.

Advertisement

સામગ્રી :

– 4 નંગ બાફેલાં બટાકાનો માવો

Advertisement

– 3 ચમચી શેકેલા સિંગદાણાનો ભુકો

– 2 ચમચી તલ નો ભુકો

Advertisement

– 1/2 ચમચી મરી પાવડર

– સ્વાદ મુજબ સિંધવ મીઠું

Advertisement

– તેલ

– 1 ચમચી આદું – મરચાં ની પેસ્ટ

Advertisement

– 1 ચમચી મરચું પાવડર

– 2 ચમચી મલાઈ

Advertisement

ગ્રેવી માટે :

– 3 નંગ ટામેટાં

Advertisement

– 2 ચમચી મગજ તરી ના બી

– 1 નંગ તજ નો ટુકડો

Advertisement

– 2 નંગ લવિંગ

રીત :

Advertisement

સ્ટેપ :1

Advertisement

એક કુકર માં બટાકા બાફી લઇ .તેને થોડો રેસ્ટ આપી બટાકા ને છીણી લઇ તેનો માવો તૈયાર કરવો.હવે ,એક પ્લેટ માં બટાકાનો માવો ,સિંગદાણાનો ભુકો ,તલ નો ભુકો ,સિંધવ મીઠું ,મરી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી બોલ તૈયાર કરવા .

Advertisement

સ્ટેપ :2

એક પેન માં થોડું તેલ લઇ આ બોલ ને આછા ગુલાબી રંગના તળી લેવાં .અને એક ડિશ માં કાઢી લેવાં .

Advertisement

સ્ટેપ :3

Advertisement

હવે ,એક પેન માં ઘી અથવા તેલ લઇ તેમાં ટામેટાં ,મગજતરી ના બી ,તજ અને લવિંગ સાંતળી ને મિક્સર જાર માં ફરાળી ગ્રેવી તૈયાર કરવી .

Advertisement

સ્ટેપ :4

Advertisement

એક પેન માં ગ્રેવી ઉમેરી તેમાં મરચું ,તલ નો ભૂકો ,સિંધવ મીઠું ઉમેરી ફરાળી ગ્રેવી સાંતળવી અને છેલ્લે તેમાં ફ્રેશ મલાઈ અને ફરાળી બોલ ઉમેરી બોવેલ માં કાઢી ફરાળી રોટલી સાથે ગરમ ગરમ સર્વ કરવું .

Advertisement

નોંધ :

ફરાળી બોલ નું પુરાણ તમને ઢીલું લાગે તો તમે ફરાળી આરા લોટ(તપકીર નો લોટ ) વાપરી શકો છો ..

Advertisement

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Advertisement

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *