ફરાળી પેટીસ – ઘરમાંથી જ મળી જતી બધી સામગ્રીમાંથી બધાને ભાવતી ખુબજ સ્વાદિષ્ટ પેટીસ

ફરાળી પેટીસ :

ખાસ કરીને નવરાત્રી કે શ્રાવણ મહિનામાં વધારે પ્રમાણમાં ઉપવાસ કરવામાં આવતા હોય છે. ઉપવાસના ફરાળમાં બટેટા, શક્કરીયા, સામ્બો વગેરેની વાનગીઓ લેવામાં આવે છે. અહી હું આપ સૌ માટે બટેટા અને થોડા મસાલાનું સ્ટફિંગ બનાવીને ખુબજ ટેસ્ટી પેટીસ બનાવવાની રેસીપી આપી રહી છું. ઘરમાંથી જ મળી જતી બધી સામગ્રીમાંથી બધાને ભાવતી ખુબજ સ્વાદિષ્ટ પેટીસ મારી આ રેસીપી ફોલો કરીને તમે પણ તમારા રસોડે ચોક્કસથી બનાવી શકશો.

ફરાળી પેટીસ બનાવવા માટેની સામગ્રી :

પેટીસનાં સ્ટફીંગ માટેની સામગ્રી;

 • ૧/૨ કપ ડ્રાય કોકોનટનું બારીક ખમણ
 • ૧ કપ શેકેલી શીંગના ફોતરા કાઢી ગ્રાઈન્ડ કરી કરેલો અધકચરો ભૂકો
 • ૫-૬ લીલા મરચા, ૨ ઇંચ આદુને ખાંડીને બનાવેલી અધકચરી પેસ્ટ
 • ૧૫-૧૭ કાજુના ટુકડા
 • ૨૫-૩૦ કિશમિશ
 • ૧/૨ ટી સ્પુન ગરમ મસાલો સોલ્ટ સ્વાદ મુજબ
 • ૧/૨ ટી સ્પુન લેમન જ્યુસ
 • ૪-૫ ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી
 • ૧ ટી સ્પુન આખું જીરું
 • ૧/૨ ટી સ્પુન સુગર (ઓપ્શનલ )
 • ઓઈલ – પેટીસ ડીપ ફ્રાય કરવા માટે

પેટીસનાં આઉટર લેયર માટેની સામગ્રી :

 • ૭-૮ મીડીયમ સાઈઝનાં બાફેલા બટેટા
 • ૧/૨ કપ ટપકીર કે આરાલોટ
 • ૧/૨ ટી સ્પુન લેમન જ્યુસ
 • સોલ્ટ સ્વાદ મુજબ

ફરાળી પેટીસ બનાવવાની રીત:

એક મોટા બાઉલમાં બાફેલા બટેટા લઈ તેને મેશર વડે લમ્સ ના રહે એ રીતે મેશ કરી લ્યો. હવે તેમાં ૧/૨ કપ ટપકીર કે આરાલોટ, ૧/૨ ટી સ્પુન લેમન જ્યુસ અને સોલ્ટ સ્વાદ મુજબ ઉમેરી બરાબર મિક્ષ કરીને ડો બનાવી લ્યો. તેના બોલ્સ બનાવીને( પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે ) તેને એકબાજુ રાખો.

બીજા એક બાઉલમાં સ્ટફિંગનું મિશ્રણ બનાવવા માટે ૧/૨ કપ ડ્રાય કોકોનટનું બારીક ખમણ, ૧ કપ શેકેલી શીંગના ફોતરા કાઢી ગ્રાઈન્ડ કરી કરેલો અધકચરો ભૂકો, ૫-૬ લીલા મરચા, ૨ ઇંચ આદુને ખાંડીને બનાવેલી અધકચરી પેસ્ટ, ૧૫-૧૭ કાજુના ટુકડા, ૨૫-૩૦ કિશમિશ, ૧/૨ ટી સ્પુન ગરમ મસાલો સોલ્ટ સ્વાદ મુજબ, ૧/૨ ટી સ્પુન લેમન જ્યુસ, ૪-૫ ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી, ૧ ટી સ્પુન આખું જીરું અને ૧/૨ ટી સ્પુન સુગર (ઓપ્શનલ ) ઉમેરી મિક્ષ કરી લ્યો.

આ સ્ટફિંગનાં મિશ્રણમાંથી બટેટાના બોલ્સ કરતા થોડા નાના બોલ્સ બનાવી લ્યો.

હવે બટેટાના મિશ્રણમાંથી બનાવેલા દરેક બોલ્સની હાથ વડે પ્રેસ કરીને થેપલી બનાવી બનાવી લ્યો. તેમાં સ્ટફિંગના મિશ્રણમાંથી બનાવેલા એક એક નાના બોલ્સ મૂકી બટેટાની થેપલી બધી બાજુથી બરાબર સીલ કરી લ્યો. જેથી ડીપ ફ્રાય કરતી વખતે ખુલી ના જાય.

આ પ્રમાણે બધી બાનાવેલી પેટીસ એક પ્લેટમાં મુકો.

હવે એક પેન લઇ તેમાં પેટીસ ડીપ ફ્રાય થાય તેટલું ઓઈલ મીડીયમ ફ્લેઈમ પર ગરમ મુકો.

ઓઈલ સરસ ફ્રાય કરવા જેવું ગરમ થઇ જાય એટલે તેમાં ૩-૪ પેટીસ એકસાથે ડીપ ફ્રાય કરવા મુકો.

ફ્રાય કરતી વખતે જારા વડે પેટીસ પર થોડું થોડું ઓઈલ મુકતા જવું જેથી સરસ ફ્રાય થાય. થોડી થોડીવારે જારાથી બધી પેટીસ ફેરવતા જવી. અને ઉપર નીચે કરતા જવી. ઓલ ઓવર ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરવી. આ પ્રમાણે બધી પેટીસ ડીપ ફ્રાય કરી લ્યો.

હવે રેડી થયેલી ફરાળી પેટીસને પ્લેટમાં ટ્રાન્સફર કરો. ગરમા ગરમ પેટીસ સર્વ કરવા માટે રેડી છે. ટામેટાની ફરાળી ચટણી, ગ્રીન તીખી ચટણી કે મીઠી ચટણી કે મસાલા દહી સાથે ફરાળ કરવા માટે સર્વ કરો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : શોભના વણપરિયા

અમારી યુટ્યુબ ચેનલ : Leena’s Recipes

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *