‘ફ્રોઝન ફુડ’ આમ તો ઘણા ઉપયોગી છે છ્તા વાપરો સંભાળીને

અત્યારે ભારતમાં પણ ‘ફ્રોઝન ફુડ’ ખીદવાની ફેશન ચાલુ થઈ ગઈ છે. અત્યારે ગૃહિણીઓ પાસે પણ સમય ઓછો હોય છે. અને સુપર માર્કેટમાં તૈયાર ખોરાક મળતો હોય છે. જે ઘરે લાવીને ફક્ત ગરમ કરી ગરમ ગરમ પીરસી શકાય છે. આવું કરવાથી ગૃહીણીનો સમય બચી જાય છે. વળી બાળકોને પણ ગરમ ગરમ ખોરાક મળી જાય છે. અત્યારે જ્યારે તહેવારોની સીઝન છે ત્યારે ગૃહિણીઓને આવો ખોરાક બનાવવો સરળ પડે છે.
ફ્રોઝન શાકભાજીમાં ફ્રેશ શાકભાજી કરતા પોષણ ઓછું મળે છે તે એક હકીકત છે. જેમ કે તમે તાજા વટાણા લાવો અને તે છોલી અને તરત જ વાપરો તેના કરતા તેને ફ્રીજ કરીને વાપરો તેમાં પોષણ ઓછું જ મળે છે. પરંતુ શાકભાજી કયા તાજા કહેવાય તે પણ એક પ્રશ્ન છે. ઘણી વખત સુપરમાર્કેટમાં મળતા શાકભાજી કાંઈ ગાર્ડનમાંથી તોડીને તૈયાર લાવવામાં આવતા નથી અને ઘણીવાર બજારમાં મળતાં શાકભાજી પણ કોલ્ડસ્ટોરેજમાંથી કાઢવામાં આવેલા હોય છે.
જ્યારે આપણે સારી કંપની દ્વારા ફ્રોઝન કરેલાં શાકભાજી લાવીએ છીએ ત્યારે એ સમજવા જેવું છે કે તેમાં પોષકતત્ત્વો સારી રીતે રહે તેવું કંપનીવાળા ધ્યાન રાખતા હોય છે. તેઓ તાજા શાકભાજી વીણી અને તરત જ ફ્રીજ કરતાં હોય છે માટે જ ઘણીવખત સુપરમાર્કેટમાંથી ખરીદેલાં શાકભાજી કરતાં ફોઝન ફુડ વધુ તાજા હોઈ શકે છે.
એજ રીતે ફળોના રસ જો તમે તાજા કાઢીને તરત જ ન વાપરો તો તેમાંથી પોષકતત્ત્વો ઓછા થઈ જાય છે. આવા સમયે સારી કંપનીના ફ્રોઝન રસો વધુ પોષક હોય છે. વળી તેમાં અમુક પોષકત્ત્તવો જેવા કે વિટામીન સી, ડી વિગેરે ઉમેરવામાં પણ આવેલા હોય છે.

‘ફ્રોઝન ફુડ’ ખરીદતાં પહેલા આટલું ચકાસોઃ-
તમે જ્યારે ફ્રોઝન ખોરાક ખરીદો – જેમ કે રાંધેલા પરાઠા, સમોસા, કટલેસ વિગેરે ખરીદતાં પહેલાં તેના ન્યુટ્રીશન લેવલ તપાસવા જરૂરી છે. જેમ કે ટોટલ કેલેરી એક વખતના ભોજનની 300થી 500 કેલેરીની વચ્ચે હોવું જોઈએ.

ફાઇબર્સનું ધ્યાન હંમેશા રાખો. તમારા રોજીંદા ભોજનમાં 3થી 5 ગ્રામ ફાઇબર્સ હોવા જોઈએ. ફાઈબર્સથી પેટ ભરેલું લાગે છે. માટે વધુ ફાયબર્સ ફાયદાકારક છે.– ફેટ – સમગ્ર ખોરાકમાં 30% જેટલી ફેટ આપવી જોઈએ એટલે કે કેલેરીની 1/3 કેલેરી ફેટની લઈ શકાય.
– પ્રોટીન – લગભગ તમારા રોજીંદા ખોરાકમાં 15થી 20 ગ્રામ એક વખતના ભોજનમાં હોવા જોઈએ.
– વધુ પડતા ડેઝર્ટ કે ગળ્યા ખોરાક ફ્રીઝ કરેલાં લેવા યોગ્ય નથી. બહુ જ મન થાય તો અડધો ચમચો આઇસ્ક્રીમ એક ફળ ઉમેરીને તેને હેલ્ધી બનાવીને ખાઈ શકાય છે.
– ફ્રોઝન ખોરાક વાપરતાં પહેલાં સૂપ અથવા સલાડ ખાઈ લો જેથી બીજો ખોરાક ઓછો ખવાશે
– તાજા ખોરાકને બદલે ફ્રોઝન ખોરાક લેવાનો આગ્રહ રાખશો નહીં. પરંતુ કંઈ જ ના મળે ત્યારે જંકફુડને બદલે ફ્રોઝન ફુડ વધુ હિતાવહ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *