ફ્રેશ ફ્રૂટ લોલીસ – બાળકોને તો જોઈને જ ખાવાનું મન થઇ જશે, આ સીઝનમાં એકવાર તો બનાવજો જ…

આજે આપણે નાના બાળકો ની મનપસંદ ફ્રેશ ફ્રૂટ લોલીસ બનાવવાની રીત જોઈશું.ઉનાળા માં કઈક ખાવાનું મન થતું હોય છે.અને એમાં જો લોલિસ મળી જાય તો મજા પડી જાય. જો બહાર ની લોલિસ કરતા ઘરે ફ્રેશ જ્યુસ માંથી બનાવીએ તો વધારે સારું રહે.અને નાના બાળકો ને ખાવા ની મજા પડી જશે.આજે આપણે ગ્રીન ગ્રેપ્સ આઈસ લોલી,બ્લેક ગ્રેપ્સ આઈસ લોલી, અને વોટર મેલન આઈસ લોલિ બનાવીશું.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • લીલી દ્રાક્ષ
  • કાળી દ્રાક્ષ
  • તડબૂચ
  • સંચળ પાવડર
  • શેકેલું જીરું પાવડર
  • મધ

રીત

1- સૌથી પહેલા આપણે અલગ અલગ મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. આમાં પાણી નાખ્યા વગર જ્યુસ તૈયાર કરી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે પહેલા આપણે ગ્રીન દ્રાક્ષ ને ક્રશ કરી લીધી છે.

2- હવે ગ્રીન દ્રાક્ષ ને ગાળી લઈશું.જેથી આપણે કેન્ડી ખાઈ એ ત્યારે મોઢા માં છોડા ના આવે.આ કોઈ ભેળસેળ વગર બનાવીશું.આ લોલિસ હેલ્ધી પણ છે. તો આપણી લીલી દ્રાક્ષ નું જ્યુસ તૈયાર છે.

3- હવે આપણે કાળી દ્રાક્ષ નું જ્યુસ બનાવીશું. તેને પણ એક મિક્સર જારમાં લઈ લઈશું.અને હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બ્લેક દ્રાક્ષ નું જ્યુસ તૈયાર થઈ ગયું છે.આમાં આપણે પાણી નથી એડ કર્યું નેચરલ જ્યુસ જ છે.હવે આને પણ આપણે ગાળી લઈશું.અને કેટલો સરસ કલર આવ્યો છે.

4- બપોર ના સમય માં આવી લોલિસ મળી જાય તો એનર્જી પણ મળી જશે. અને ખાવાની પણ મજા આવશે.અને ઠંડી ઠંડી લાગશે.હવે આ જ્યુસ પણ તૈયાર છે.હવે આ જ રીતે તડબૂચ નો પણ જ્યુસ કાઢી લઈશું.

5- હવે તડબૂચ ને એક મિક્સર જારમાં ક્રશ કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો તડબૂચ નો જ્યુસ પણ રેડી છે.તેને પણ ગાળી લઈશું. હવે તેમાં થોડા મસાલા એડ કરીશું.હવે તેમાં થોડું સંચળ એડ કરીશું.આ ત્રણેય જયુસ અડધી ચમચી સંચળ એડ કરીશું.

6- હવે આપણે અડધી ચમચી શેકેલું જીરુ પાવડર એડ કરીશું.હવે અડધી ચમચી મધ લઈ ત્રણેય માં થોડું થોડું એડ કરીશું.તમે સાકર પણ લઈ શકો છો.હવે બધું મિક્સ કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે ત્રણેય અલગ અલગ મસ્ત કલર છે.

7- હવે આપણે કેન્ડી સ્ટેન્ડ માં પહેલા આપણે ગ્રીન દ્રાક્ષ નું જ્યુસ એડ કરીશું. તેને આખું નથી ભરી દેવાનું થોડું રાખવાનું છે બાકી.હવે તેને બંધ કરી દઈશું.હવે બ્લેક દ્રાક્ષ નું જ્યુસ એડ કરીશું.હવે તડબૂચ નું જ્યુસ એડ કરીશું.હવે આ કેન્ડી સ્ટેન્ડ ને આઠ કલાક માટે ફ્રીઝ માં સેટ કરવા મૂકી દઈશું.

8- હવે દસ કલાક થઈ ગયા છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેટલો મસ્ત કલર આવ્યો છે.તો આ તમે બનાવી ને નાના બાળકો ને આપી શકો છો.તો તૈયાર છે ઠંડી ઠંડી લોલી.તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *