ઉનાળું સ્પેશિયલ ગુલાબ અને લિચીનું શરબત – Summer Special Drink Gulab And Lichi Combination

આજે આપણે ઉનાળુ સ્પેશિયલ ગુલાબ અને લિચીનું શરબત બનાવીશું. ઉનાળા માં કઈક પીવાનું મન તો થતું હોય જેમકે જ્યુસ છે સોફ્ટ ડ્રીંક છે. ઉનાળા માં વધારે લીક્વીડ પીવું જરૂરી છે.તો આજે આપણે એક ડ્રીંક બનાવીએ જે ઉનાળા માં પીવાની મજા આવે.અને ઘર ના બધા ને પસંદ આવે. અને નાના બાળકો ને તો વધારે પસંદ આવે છે.આમાં આપણે ગુલાબ અને લીચી નું કોમ્બિનેશન કરીએ છે.જે ખૂબ જ સરસ લાગે છે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • રોઝ સીરપ
  • ગુલાબ ની પાંદડી
  • ફ્રેશ લીચી જ્યુસ
  • આઈસ ક્યૂબ
  • સોડા વોટર

રીત

1- તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ. ગુલાબી લીચી બનાવવા માટે આપણે એક ટેબલ સ્પૂન રોઝ સીરપ લઈશું.તે એક ગ્લાસ માં એસ કરીશું. આ જે બહાર સીરપ મળે છે તે જ લેવાનું છે.

2- આ આપણા ડ્રીંક ને બહુ સરસ કલર આપશે.અહીંયા આપણે રોઝ ની પાંદડી લીધી છે જેને આપણે ધોઈ લઈશું.હવે તેને પણ એડ કરીશું. હવે અહીંયા આપણી પાસે ફ્રેશ લીચી જ્યુસ છે તે એડ કરીશું.અને જો તમારી પાસે ફ્રેશ લીચી જ્યુસ ના હોય તો બજાર માં મળતું ફ્રેશ પલ્પ પણ લઈ શકો છો.

3- હવે લીચી જ્યુસ એક ગ્લાસ એડ કરીશું.હવે તેમાં થોડા આઈસ ક્યૂબ નાખીશું.અને હવે થોડું હલાવી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવ્યો છે.આ પીવા માં ખુબ જ સરસ લાગે છે.

4- હવે તેમાં સોડા એડ કરીશું.હવે એકવાર હલાવી લઈશું. તો તૈયાર છે ગુલાબી લીચી.આ તમે લાઈફ માં ક્યારેય આવો શરબત નઈ બનાવ્યો હોય.આ પેટ ને અંદર થી ઠંડક આપે તેવું ઠંડુ ઠંડુ ટેસ્ટી સ્વાદિષ્ટ અને મીઠું મધુર બનશે.

5- એકવાર બનાવી ને ટેસ્ટ કરશો તો નાના બાળકો થી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈ સામેથી ઘરે બનાવવા ની ફરમાઈશ કરશે.એકવાર જરૂર થી ટ્રાય કરજો.અને વિડિયો ને અંત સુધી જોજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *