ફ્રુટ સલાડ – ઉનાળામાં રાત્રે જમ્યા પછી આવું ઠંડુ ઠંડુ ફ્રુટ સલાડ ખાવાથી મોજ આવી જશે…

આજે આપણે ફ્રૂટ સલાડ બનાવીશું. ઉનાળા માં ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ ખાવાથી મોજ આવી જશે.આ નાના બાળકો ને બહુ પસંદ આવશે,અત્યારે કોરોના કાળ માં બહાર તો જવાઈ નઈ તો તમે ઘરે જ બનાવો અને ઘર માં બધા ને પીવડાવો.તો તમે ચોક્કસથી ટ્રાય કરજો આ રેસિપી જોઈ ને,તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • દૂધ
  • ખાંડ
  • બદામ
  • ચીકુ
  • સફરજન
  • કેળા
  • કસ્ટર્ડ પાવડર

રીત

1- સૌથી પહેલા એક તપેલી લઈશું તેમાં બે થી ત્રણ ચમચી પાણી એડ કરીશું.જેથી આપણું દૂધ નીચે ચોંટી ના જાય,તમારે જેટલું બનાવવું હોય તેટલું દૂધ લઈ લેવાનું.

2- આપણે અહીંયા અમૂલ ગોલ્ડ લીધું છે તમે કોઈ પણ દૂધ લઈ શકો છો. હવે આપણે દૂધ ને ગરમ થવા દઈશું, હવે માર્કેટ માં આપણ ને કસ્ટર્ડ પાવડર ઇઝીલી મળી જાય છે.આપણે ૫૦૦ ગ્રામ જો દૂધ લીધું હોય તો એક મોટી ચમચી કસ્ટર્ડ પાવડર લેવાનો.

3- હવે તેમાં ઠંડુ દૂધ ઉમેરી ઓગાળી લેવાનો છે જો તમે ગરમ દૂધ માં પાવડર ઓગાળસો તો તેમાં ગાઠા પડી જશે. પછી એ ગાઠા તોડવા છતાંય બરાબર નહી થાય.એટલે આપણે ઠંડા દૂધ માં જ કસ્ટર્ડ પાઉડર ને ઓગળી લઈશું.

4- હવે આપણું દૂધ ગરમ થઈ જાય એટલે તેમાં એડ કરી લઈશું.દૂધ ને વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહીશું, કારણકે આપણ ને મલાઈ વારું મિલ્ક નથી જોઈતું મલાઈ થાય એ પહેલા તેને મિક્સ કરતા જઈશું.

5- હવે દૂધ ઉકળી ગયું છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.હવે તેમાં ખાંડ એડ કરીશું,જેટલું તમારે ગળ્યું જોઈએ એટલી ખાંડ એડ કરી શકો છો.આપણે અહીંયા ત્રણ ચમચી ખાંડ એડ કરીશું.

6- હવે આપણી ખાંડ ઓગળી જાય અને તેનું પાણી બળવા આવે ત્યાં સુધી તેને ઉકાળી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે ખાંડ ઓગળી ગઈ છે અને દૂધ પણ ઉકળી ગયું છે,હવે આપણે કસ્ટર્ડ પાઉડર નું મિશ્રણ તૈયાર કર્યું હતું તે એડ કરીશું.

7- આ મિશ્રણ ને એકવાર હલાવી લઈશું ત્યારબાદ તેને એડ કરીશું.હવે થોડું થોડું એડ કરતા જવાનું અને હલાવતા જવાનું.એટલે દૂધ કોઈપણ ગાઠા પડે નહી,જેથી જલ્દી મિક્સ થઈ જાય.

8- અત્યારે ગરમી ની સીઝન માં ઘરે બનાવેલું ફ્રૂટ સલાડ ખાવાની પીવાની ખુબ જ મજા આવે છે ઠંડુ ઠંડુ પીવા માટે અત્યારે કોરા ના માં બાળકો ને બહાર તો લઈ જઈ શકતા નથી એટલે ઘરે નવી નવી વાનગી બનાવી અને બાળકો ને તમે ખુશ કરી શકો છો.

9- હવે આપણું સલાડ નું દૂધ તૈયાર થઈ ગયું છે,હવે આપણે તેને ઠંડુ થવા દઈશું,હવે દૂધ ઠંડુ થઈ ગયું છે તો તેમાં ફ્રૂટ એડ કરીશું.તમારા ઘર માં જે ફ્રૂટ ખવાતું હોય તે તમે લઈ શકો છો, આપણે અહીંયા ત્રણ ચીકુ,એક સફરજન ત્યારબાદ ત્રણ કેળા લઈ લીધા છે.

10- આ ફ્રૂટ ને ઝીણા ઝીણા કટ કરી લઈશું.હવે તેમાં એડ કરી લઈશું, ત્યારબાદ ચાર થી પાંચ બદામ ઊભી કતરણ કરી લીધી છે તો તે પણ આપણે એડ કરીશું,તમારે નાખવી હોય તો તમે બદામ નાખી શકો છો.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો ફ્રૂટ સલાડ તૈયાર છે હવે તેને સર્વે કરી લઈશું,છે ને?એકદમ ટેસ્ટી ફ્રૂટ સલાડ. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *