ગુજરાતી સ્ટાઇલ દાળ ઢોકળી બનાવવાની સરળ રીત…

આજે આપણે ગુજરાતી સ્ટાઇલ દાળ ઢોકળી બનાવવાની સરળ રીત જોઈશું. ગરમી માં કુકિંગ બનાવવાનો ખૂબ પસીનો થતો હોય છે ત્યારે આવી કોઈ ડિશ હોય જે ખાવા માં પણ હેલ્ધી હોય ટેસ્ટી હોય અને ગરમી માં બવ ઉભુ પણ ના રેવું પડે તેવી ડીશ છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • તુવેર દાળ
  • મીઠું
  • ગોળ
  • તેલ
  • રાય
  • જીરું
  • ઘી
  • મેથી ના દાણા
  • કોથમીર
  • કોકમ
  • ટામેટા
  • મીઠો લીમડો
  • લીલું મરચું
  • આદુ
  • હળદર
  • ધાણાજીરું પાવડર
  • સૂકું લાલ મરચું
  • લાલ મરચું પાવડર
  • અજમો
  • તલ
  • ઘઉ નો લોટ
  • તજ
  • લવિંગ
  • તમાલપત્ર
  • સીંગદાણા
  • મરી
  • હીંગ

રીત

1- સૌથી પહેલા અડધો કપ તુવેર દાળ લઈશું તેને ધોઈ લીધી છે દાળ ઢોકળી પાતળી હોય છે જો તમે ચાર જણ માટે બનાવતા હોય તો પણ અડધો કપ જ દાળ લેવાની છે હવે એક કપ પાણી એડ કરીશું હવે દાળ ને ત્રણ થી ચાર સીટી વગાડી લઈશું.

2-હવે દાળ કુક થાય ત્યાં સુધી ઢોકળી માટે લોટ બાંધી લઈશું હવે એક કપ ઘઉ નો લોટ લઈશું તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું હવે તેમાં ૧/૪ ટી સ્પૂન હળદર નાખીશું ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું ત્યારબાદ એક ચમચી અજમો હાથ થી મસળી ને નાખીશું ત્યારબાદ એક ચમચી તલ એડ કરીશું.

3- હવે તેમાં બે ચમચી તેલ એડ કરીશું હવે બધું મિક્સ કરી લઈશું હવે પાણી થી લોટ બાંધી લઈશું પરાઠા જેવો લોટ બાંધી લઈશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે હવે લોટ ને તેલ થી ગ્રીસ કરી લઈશું હવે તેને અડધો કલાક રેસ્ટ થવા દઈશું.

4- હવે દાળ ચેક કરી લઈશું તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી દાળ સરસ કુક થઈ ગઈ છે હવે આપણે દાળ માં બ્લેન્ડર ફેરવી લઈશું જેથી તે એકરસ થઈ જશે હવે તેમાં એક કપ જેટલું પાણી એડ કરીશું અત્યારે દાળ ને સાઈડ માં મૂકી દઈશું અને વઘાર કરી લઈશું હવે એક ચમચી તેલ મુકીશું.

5- હવે તેમાં એક ચમચી રાય નાખીશું ત્યારબાદ તેમાં એક સૂકું લાલ મરચું નાખીશું ત્યારબાદ એક તજ નો ટુકડો અને એક તમાલપત્ર નાખીશું ત્યારબાદ બે લવીંગ અને બે મરી એડ કરીશું ત્યારબાદ એક ચમચી જીરૂ નાખીશું અને અડધી નાની ચમચી મેથી ના દાણા નાખીશું આના થી સ્વાદ ખૂબ જ સરસ આવે છે.

6- હવે તેમાં ચપટી હીંગ નાખીશું ત્યારબાદ લીલા મરચા એડ કરીશું અને મીઠો લીમડો નાખીશું તમે આદુ છીણી ને નાખી શકો છો તેના ટુકડા પણ નાખી શકો છો હવે તેમાં સીંગદાણા નાખીશું આમાં સીંગદાણા નો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હોય છે હવે તેમાં એક મોટું ટામેટું સમારી ને એડ કરીશું હવે બધું મિક્સ કરી લઈશું ટામેટુ સોફ્ટ થાય ત્યાં સુધી તેને કુક કરી લઈશું.

7- હવે તેમાં મસાલા કરી લઈશું હવે અડધી નાની ચમચી હળદર એડ કરીશું ત્યારબાદ એક મોટી ચમચી લાલ મરચું પાવડર નાખીશું ત્યારબાદ એક મોટી ચમચી ધાણજીરૂ પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે બધું મિક્સ કરી લઈશું તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેલ છુટુ પડી ગયું છે હવે તેમાં જે બાફેલી દાળ છે તે એડ કરીશું.

8- હવે ફરી થી એક કપ પાણી એડ કરીશું જ્યારે આપણે તેમાં ઢોકળી નાખીશું ત્યારે આ જાડું થઈ જશે તમે વીડિયોમાં જોઈ શકો છો કે દાળ ઉકળે છે હવે તેમાં એક ચમચી ગોળ નાખીશું હવે તેમાં કોકમ નાખીશું આનો સ્વાદ પણ બહુ સરસ આવે છે જો કોકમ નાં હોય તો તમે લીંબુ કે આંબલી લઈ શકો છો હવે આ ધીમા તાપે ઉકળે ત્યાં સુધી આપણે ઢોકળી તૈયાર કરી લઈએ.

9- હવે લોટ સરસ થઈ ગયો છે તો તેને મસળી લઈશું હવે તેના ગુલ્લા કરી લઈશું હવે ગુલ્લા પર સૂકો લોટ ડસ્ટ કરી લઈશું અને તેને પાતળી વણી લઈશું હવે તેને ચપ્પુ થી કટ કરી લઈશું હવે તેને દાળ માં એડ કરીશું દાળ ને ધીમા તાપે ઉકાળી લઈશું હવે તેને હલાવી લઈશું અન ઢોકળી એકબીજા ને ચોંટી ના જાય તેના માટે એક નાની ચમચી ઘી નાખીશું ધીમા ગેસ પર ઉકળવા દઈશું.

10- આપણે બધી ઢોકળી નાખી દીધી છે અને હવે તેને કુક કરી લઈશું હવે તેને દસ થી પંદર મિનિટ માટે કુક થવા દઈશું જો દાળ જાડી લાગે તો થોડું પાણી નાખી શકો છો પણ અત્યારે જરૂર નથી ઢોકળી હવે આમાં ફૂલસે અને ચડશે તો હવે તેને દસ મિનિટ માટે ઢાંકી ને રહેવા દઈશું વચ્ચે વચ્ચે તેને હલાવતા રહીશું ઢોકળી ને ચમચા માં લઈ કટ કરી ને ચેક કરી લો કે ચડી ગઈ છે કે નહીં.

11- હવે ગેસ બંધ કરી દઈશું આપણે અત્યારે સર્વે કરી લઈશું હવે તેમાં ગાર્નિશ કરીશું લીલા ધાણા થી હવે ગરમા ગરમ દાળ ઢોકળી તૈયાર છે તો તમે આ રીતે તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:

રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *