સોફ્ટ અને ફૂલી ને દડા જેવી થાય તેવી એવી ગુજરાતી ફુલકા રોટલી બનાવીશું…

આજે આપણે સોફ્ટ અને ફૂલી ને દડા જેવી થાય તેવી એવી ગુજરાતી ફુલકા રોટલી બનાવીશું.રોટલી બધા ની મનપસંદ છે રોજ બરોજ રોટલી બનાવતી ગૃહિણી ને રોટલી બનાવવા માં તકલીફ તો પડતી જ હોય છે કોઈ દિવસ લોટ ઢીલો થઇ જાય,કોઈ દિવસ લોટ કઠણ થઈ જાય.કોઈ દિવસ રોટલી ચવળ થઈ જતી હોય છે તો થાય છે ને તમારી સાથે આવું.તો આજે આ બધા પ્રોબ્લેમ આજે સોલ કરી દઈશું.તો આજે નાની નાની વાતો નું ધ્યાન રાખી રોટલી પરફેક્ટ કઈ રીતે બનાવવી તે આપણે જોઈશું,આ વીડિયો જોયા પછી તમારી રોટલી પરફેક્ટ જ બનશે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • ઘઉ નો લોટ
  • તેલ
  • પાણી

રીત

1- સૌથી પહેલા આપણે રોટલી નો લોટ લઈ રીતે બાંધી એ તે બહુ અગત્ય નું છે.હવે એક પણ ઘઉ નો લોટ લઈશું. આટલા લોટ માથું પાંચ થી છ રોટલી રેડી થશે તેલ નું મોવાણ ખૂબ અગત્ય નું છે તેને આપણે અંદર એડ કરીશું.તેમાં એક ટેબલ સ્પૂન તેલ લઈશું.હવે આ તેલ છે તે બધા લોટ માં ફેલાય જવું જોઈએ તો જ તમારી રોટલી ફૂલશે.

2-આપણે જ્યારે સમોસા બનાવીએ ત્યારે તેમાં ઘી એડ કરતા હોય છે કારણકે તેમાં ઉપર નું પડ ક્રિસ્પી બનાવવાનું હોય છે પણ આપણે રોટલી ને સોફ્ટ બનાવવાની છે એટલે આપણે તેલ લઈએ છીએ.

3- હવે પાણી નો વારો,આ પણ અગત્ય નું છે કે પાણી કેટલું એડ કરવાનું,જો વધારે એડ કરશો તો તમારો લોટ વધારે ઢીલો થઇ જશે અને ફરી થી તમારે લોટ વધારે એડ કરવો પડશે.એક કપ લોટ લો ત્યારે અડધો કપ પાણી એડ કરવામાં આવે છે.પણ બધું જ પાણી એકસાથે નથી એડ કરવાનું.

4- ધીરે ધીરે પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું.કોઈક ઘઉ નો લોટ વધારે પાણી પીવે છે અને કોઈક લોટ ઓછું પીવે જેથી થોડું થોડું પાણી એડ કરી મિક્સ કરી લઈશું.પણ અડધા કપ થી ઓછું કે અડધો કપ પાણી જોઈતું હોય છે.

5- હજુ થોડું પાણી એડ કરીશું. થેપલા ની કણક, ભાખરી ની કણક બધી અલગ અલગ બાંધવામાં આવે છે.અત્યારે આપણે રોટલી ની કણક બાંધીએ છીએ.હજુ થોડું પાણી એડ કરીશું.આપણે અડધો કપ પાણી લીધું હતું તેમાંથી બે થી ત્રણ ચમચી પાણી વધ્યુ છે.

6- હવે લોટ બંધાય ગયો છે હવે સરસ રીતે મિક્સ કરી લઈશું.જો લોટ સરસ બંધાશે તો રોટલી સરસ સોફ્ટ થશે. લોટ સરસ બંધાયો છે કે નઈ તે ચેક કરવા માટે શું કરવાનું કે આપણે જે વાસણ માં લોટ બાંધીએ તે એકદમ સરસ ક્લીન થઈ જવું જોઈએ અને હાથ માં લોટ ચોંટે નહીં તો સરસ લોટ બંધાયો કહેવાય.

7- હવે અડધો કલાક તેને ઢાંકી ને રહેવા દઈશું.અત્યારે તમે આ લોટ ને ખેચસો તો ખેંચાતી નથી અને અડધો કલાક પછી જોશો તો તે લોટ ખેચાસે. ખેંચવાના કારણકે રોટલી સરસ બને છે અને ફૂલે છે.હવે તેને ઢાંકી ને મૂકી દઈશું.ત્યાં સુધી આપણે બીજા કામ કરી લઈશું,હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે લોટ સરસ બંધાય ગયો છે.

8- ઘણા લોકો ઉપર થી તેલ એડ કરી ને લોટ ને ફરી થી મસળી લેતા હોય છે પણ અંદર તમે લોટ માં તેલ બરાબર એડ કરેલું હોય તો ફરી ઉપર થી ઉમેરવાનું જરૂર નથી.હવે તેના લૂઆ કરી લઈશું.ત્યારબાદ વણી લઈશું.હવે મીડિયમ સાઈઝ ના લૂઆ રેડી કરી લઈશું.

9- હવે એક લુઓ લઈ લઈશું ત્યારબાદ વણી લઈશું પણ વણવું પણ ખૂબ અગત્ય નું છે.લુઓ લઈ તેને હાથ થી દબાવી લેવાનો છે.અને પછી અટામણ લઇ તેને વણી લેવાની અને વણતી વખતે ભાર નથી દેવાનો તેને હળવા હાથે જ વણી લેવાની છે રોટલી વણતી વખતે ફરવી જોઈએ.જેથી રોટલી ગોળ થશે અને એક સરખી તૈયાર થશે.

10- હવે ફરી થી જરૂર લાગે તો અટામણ લઇ લેવાનું.હવે રોટલી સરસ વણાય ગઈ છે તો તેને હવે શેકી લઈશું. જ્યારે આપણે રોટલી વણતાં હોય ત્યારે તવી ગરમ કરી લેવાની છે.તવી ગરમ થાય એટલે તેમાં રોટલી ને શેકી લેવાની છે.હવે રોટલી શેકવા માટે મૂકી દઈશું.

11- હવે રોટલી માં નાના બબ્લસ થાય એટલે તેને પલટાવી લેવાની છે.હવે ઉપર થી તમને દેખાશે કે મોટા મોટા બબ્લસ દેખાય એટલે તમને ખ્યાલ આવશે કે રોટલી શેકાય ગઈ છે એટલે તેને પલટાવી લેવાની છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી રોટલી એકદમ સરસ ફૂલી ગઈ છે.આ રોટલી એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે.તો આ રીતે બધી રોટલી બનાવી લઈશું. ખાસ ધ્યાન એ રાખવાનું કે રોટલી ને વણી ને રાખી નથી મૂકવાની નઈ તો રોટલી ફૂલશે નહીં.

12- હવે મસ્ત મજા ની ફૂલકા રોટલી તૈયાર થઈ ગઈ છે તો હવે સર્વ કરી લઈશું તમે આ રોટલી પર ઘી પણ લગાવી શકો છો. ગરમા ગરમ ફૂલકા રોટલી તૈયાર છે તો તેમ પણ આ રીતે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે.તો ચોક્કસથી ટ્રાય કરજો.


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *