દેશી ગાજર નો હલવો – દરેકના ઘરમાં બનતો ગાજરનો હલવો તમારે હજી પરફેક્ટ નથી બનતો? શીખો અત્યારે..

ગાજરનો હલવો લગભગ બધા જ ઘરે બને છે. સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ગાજરનો હલવો ખૂબ જ હેલ્ધી પણ છે. વળી બીજા મિષ્ટાન્ન કરતા ગાજરનો હલવો બનાવવો સાવ સરળ પણ છે. પણ હમણાં lock down ચાલે છે તો મારે અમારી ખેતરે થી ગાજર આવ્યા હતા તો મેં દેશી ગાજર નો હલવો બનવ્યો આજે …અને ખુબ Teaty લાગ્યો ….

  • – 1 k.g દેશી ગાજર
  • – ઘી જરૂર પ્રમાણે
  • – ડ્રાયફ્રુટ્સ ડેકોરેશન માટે અને અંદર નાખવા માટે
  • – એલચી પાવડર સ્વાદ પ્રમાણે
  • – મલાઈ અને દૂધ જરૂર પ્રમાણે ( મેં અહીં ડૂબે એટલું જ દૂધ લીધું છે )
  • – સાકર ટેસ્ટ પ્રમાણે ( 1 મોટું બોવેલ લીધું છે )
  • – મોટા તળિયા વાળું પેન

રીત :

– ગાજર ને ધોઈ છાલ ઉતારી ખમણ કરી નાખો હવે એક કડાઈમા ઘી નાખી ગાજરને સાંતળો થોડું થાય એટલે તેમાં મલાઈ અને દૂધ ઉમેરો ગરમ થાય એટલે માવો પણ ઉમેરો.( મેં અહીં માવો નથી લીધો પણ દૂધ સાથે ની મલાઈ સાથે નાખી દીધી છે ….

– સારી રીતે ચડવા દયો અને સાકર ઉમેરો આ મિશ્રણને ચડવા દો દૂધ ઘટ્ટ થઈ જાય એટલે ખાસ ધ્યાન રાખવાનું ચોટી ના જાય ( દૂધ બળી
જાય પછી ખાંડ ઉમેરવી ….

– લ-ચકો થઈ અ ને ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરી દેવો તો તૈયાર છે હલવો હવે તેમાં એલચી પાવડર અને સમારેલા ડ્રાય ફ્રુટ્સ જેમાં બદામ કાજુ પિસ્તા અને સૂકી દ્રાક્ષ નાખી હલાવી થોડું ઠરે પછી એક બાઉલમાં કાઢીને ડેકોરેટ કરો તો તૈયાર છે ……દેશી ગાજર નો હલવો …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *