ગાજર પરાઠા – હવે બાળકોને ગરમીના દિવસોમાં આલુ પરાઠા નહિ પરાઠા બનાવીને ખવડાવો..

આલુ પરાઠા ખાઈને કાંટાળી ગયા છો ? ગરમી માં બટાકા પણ ભાવતા નથી હોતા તો આજે નાના થી મોટા બધાયને ભાવે એવા ગાજર પરાઠા બનાવીશું. અને સાથે હેલ્થી તો ખરાજ. છોકરાવને ટિફિન બોક્સ માં પણ આપી શકશો.

અને રાત્રે ડિનર માં પણ પરોઠા અને દહીં ખાવાની મજા પડી જશે.સાથે તમે કોઈ પણ ફ્રુટ નું રાયતું પણ બનાવી શકો છો…તો ચાલો જાણી લઈએ ગાજર પરાઠા ની રેસીપી…

ગાજર પરાઠા

  • ૧ કપ ઘઉંનો લોટ
  • ૧/૪ કપ મેંદો
  • ૧/૪ કપ સોયાબીનનો લોટ
  • ૧ કપ ગાજરનું છીણ
  • ૧ ટેબલસ્પૂન લાલ મરચું
  • ૧/૨ ટીસ્પુન છીણેલું આદું
  • ૧ ટીસ્પુન લીંબુનો રસ
  • ૧ ટીસ્પુન ખાંડ
  • ૧ ટેબલસ્પૂન તલ
  • થોડા લીલા ધાણા
  • ૧/૨ ટીસ્પુન જીરું
  • ૧ તમાલપત્ર
  • ચપટી હિંગ
  • મીઠું, તેલ/બટર જરૂર મુજબ

એક કડાઈમાં એક ટેબલસ્પૂન તેલ ગરમ કરી, તેમાં હિંગ, જીરું, તલ અને તમાલપત્રનો વઘાર કરવો. પછી તેમાં આદું નાંખી ૨ મિનિટ સાંતળવું. ત્યારબાદ તેમાં ગાજરની છીણ અને મીઠું નાંખી, ધીમા તાપે છીણને ચડવા મુકવી.

ગાજરની છીણ ચડી જાય એટલે તેમાં મરચું, લીલા ધાણા, ખાંડ અને લીંબુનો રસ નાંખી, બરાબર મિક્સ કરી, ૨-૩ મિનિટ રાખી, ગેસ પરથી ઉતારી, ઠંડુ કરવા મુકવું.

હવે ઘઉંનો લોટ, મેંદો અને સોયાબીનનો લોટ મિક્સ કરી, તેમાં થોડું તેલનું મોણ અને થોડું મીઠું નાંખી, પરોઠા જેવો કઠણ લોટ બાંધવો.

ત્યારબાદ તેમાંથી મનગમતા આકારના પરાઠા વણવા. પછી તવી પર તેલ/બટર નાંખી, ધીમા તાપે પરોઠા બદામી રંગના થાય ત્યા સુધી શેકવા.

5. ગરમાગરમ પરોઠાને દહીં અથવા રાયતા સાથે પીરસવા.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *