ગલકાના ફરાળી થેપલા – એકની એક ફરાળી વાનગીઓ ખાઈને કંટાળી ગયા છો? તો બનાવો આ નવીન થેપલા..

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે ઉપવાસ કે વ્રતમાં ખવાઈ એવા “ફરાળી ગલકાના થેપલા” નામ સાંભળીને નવાઈ લાગી હશે હેને?? જોતા જ મોઢામાં પાણી આવી જઈ એવા ગરમાગરમ ટેસ્ટી હેલ્ધી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. લાઈફમાં ક્યારેય નહિ ખાધા હોય આવા થેપલા એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે. આ રીતે ઘરે એકવાર બનાવશો તો નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી સૌ કોઈને બોઉં જ ભાવશે. એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી

  • ગલકુ
  • મોરૈયા નો લોટ
  • રાજગરા નો લોટ
  • દહીં
  • સેકેલું જીરું
  • આદુ મરચાં ની પેસ્ટ
  • મીઠું
  • લાલ મરચું
  • તલ
  • તેલ

રીત-

1- ચાલો બનાવવાનું શરૂ કરીએ.

2- સૌથી પહેલા ગલકા ને ધોઈ લઈશું અને કોરું કરી લઈશું.

3- અને એની છાલ ઉતારીશું. જે પ્રમાણે આપણે દૂધીની છાલ ઉતારી એ છે તે પ્રમાણે.

4- હવે ગલકા ને ખમણી લઈશું. આ દુધી જેવું સોફ્ટ હોય છે.

5- છીણી લીધા પછી તેનો જ્યુસ છે તે કાઢવાનું નથી અને નીતારવાનું પણ નથી.

6- તેનું પાણી છે તેમાં જ લોટ બાંધીશું.

7- હવે તેમાં અડધો કપ રાજગરાનો લોટ નાખીશું.

8- જેટલો રાજગરાનો લોટ હોય તેનાથી થોડો ઓછો મોરૈયાનો લોટ નાખીશું.

9- તેમાં અડધી ચમચી જેટલા થોડા તલ એડ કરીશું.

10- તેમાં અડધી ચમચી જેટલું શેકેલું જીરું ઉમેરીશું.

11- તેમાં હવે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું.

12- અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે.

13- તેમાં આદુ મરચાની પેસ્ટ જે બનાવી તી આપણે તે ઉમેરીશું.

14- હવે આપણે બધું મિક્સ કરીને લોટ બાંધીશું.

15- આમાં પાણીનો ભાગ છે તેથી પાણી નથી લેવાનું. જો તમને જરૂર લાગે તો થોડું તમે દહી લઇ શકો છો.

16- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે.

17- હવે આપણે તેને વણી લઈશું. અને ગુલ્લા કરી લઈશું.

18- હવે વણતા પહેલાં એક પ્લાસ્ટિક લેવાનું છે.

19- અને અટામણ માં રાજગરાનો લોટ કે મોરૈયાનો લોટ લઈ શકો છો.

20- હવે આપણે થેપલા ને વણી લઈશું.

21-થેપલા ને હલકા હાથે વણવું પડશે. કારણ કે લોટ સોફ્ટ છે. પ્લાસ્ટિકને ધીમે ધીમે ફેરવીશું.

22- થેપલા ને બહુ પાતળું નથી કરવાનું જો તમે પાતળુ કરવા જશો તો ફાટી જશે.

23-હવે આપણે લોઢી પર મૂકી દઈશું.

24-હવે એક બાજુ શેકાઈ જાય પછી બીજી બાજુ છે શેકાવા દઈશું.

25- હવે તેમાં તેલ મુકીશું અને બીજી બાજુ પણ તેલ લગાવીશું.

26- તેને હલકા હાથે પ્રેસ કરીશું. હવે ગેસ બંધ કરી દઈશું.

27-હવે આપણા થેપલા તૈયાર છે હવે તેને સર્વિંગ ડીશમાં લઈ લઈશું.

28- ગરમાગરમ ગલકા ના થેપલા તૈયાર છે. આને આપણે દહીં સાથે સૌ કરીશું. બનાવજો ખાજો અને ખવડાવજો.

રસોઈની રાણી : કોમલ ભટ્ટ

વિડિઓ રેસિપી :

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *