વેજ ઢોકળી – લીલા વટાણા જો ઊંધિયું ખાઈને કંટાળી ગયા છો તો હવે મહેમાનને આ વાનગી જરૂર બનાવી આપજો..

વેજ ઢોકળી – લીલા વટાણા

વેજ ઢોકળી – લીલા વટાણા માટેનીસામગ્રી :

  • 1 કપ લીલા વટાણા
  • 7-8 મેથીની ઢોકળી
  • 2 મોટા ટમેટા ખમણેલા
  • 3 ટેબલ સ્પુન લીલી ડુંગળી
  • 2 ટેબલ સ્પુન લીલુ લસણ
  • 1 લીલુ મરચુ બારીક કાપેલુ
  • 1 ઇંચ આદુના સ્લિવર્સ –ખમણેલું આદુ
  • 3 લવિંગ
  • 3-4 નાના તજ ના ટુકડા
  • 1 તજ પત્તુ – તમાલપત્ર
  • 2-3 ટુકડા બાદિયાન
  • 3-4 આખા મરી
  • 1 સૂકુ લાલ મરચુ
  • ½ ટી સ્પુન રાઇ
  • ½ ટી સ્પુન આખુ જીરું
  • 1 ટી સ્પુન લેમન જ્યુસ
  • 10-12 મીઠા લીમડાના પાન
  • 2 ટેબલ સ્પુન ઓઇલ
  • પિંચ હિંગ
  • ½ ટી સ્પુન હળદર
  • 1 ટી સ્પુન લાલ મરચુ
  • 2 ટેબલ સ્પુન ધાણા જીરું
  • ½ ટી સ્પુન ખાંડ
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 -3 ટેબલ સ્પુન કોથમરી

વેજ ઢોકળી – લીલા વટાણા બનાવવાની રીત :

પ્રેશર કુકરમાં 2 ટેબલ સ્પુન વઘાર માટે ઓઇલ લ્યો. વઘાર થઇ શકે તેટલું ગરમ થવા દ્યો.

બરાબર ગરમ થાય એટલે તેમાં 3 લવિંગ, 3-4 નાના તજ ના ટુકડા, 1 તજ પત્તુ – તમાલપત્ર, 2-3 ટુકડા બાદિયાન, 3-4 આખા મરી અને 1 સૂકુ લાલ મરચુ ઉમેરી ને સાંતળો.

ત્યાર બાદ ½ ટી સ્પુન રાઇ, ½ ટી સ્પુન આખુ જીરું અને મીઠા લીમડાના પાન ઉમેરો.

તતડે એટલે તેમાં 3 ટેબલ સ્પુન સમારેલી લીલી ડુંગળી, 2 ટેબલસ્પુન બારીક સમારેલું લીલું લસણ, ખમણેલુ આદુ, બારીક સમારેલુ મરચુ ઉમેરી મિક્સકરો.

મિડિયમ ફ્લૈમ રાખી અધકચરું કૂક થવા દો. હવે તેમાં 2 મોટા ખમણેલા ટમેટા ઉમેરી મિક્સ કરી લ્યો. 1-2 મિનિટ કૂક કરો.

ત્યાર બાદ તેમાં પિંચ હિંગ, ½ ટી સ્પુન હળદર, 1 થી 1 ½ ટી સ્પુન લાલ મરચુ, 2 ટેબલ સ્પુન ધાણા જીરું, ½ ટી સ્પુન ખાંડ, ½ ટી સ્પુન ગરમ મસાલો અને મીઠું સ્વાદ મુજબ ઉમેરી દ્યો.

બરાબર મિક્સ કરી લ્યો. 1 મિનિટ કૂક કરો.

હવે તેમાં 1 કપ લીલા વટાણા ઉમેરી મિક્સ કરો.

ત્યારબાદ તેમાં મેથીની 7-8 ઢોકળી ( ઢોકળીની રેસિપિ મેં અગાઉ આપેલી છે તે ફોલો કરો) ઉમેરી બધુ સરસ મિક્સ થઇ જાય તેમ હલાવી લ્યો.

હવે તેમાં 1 કપ પાણી ઉમેરી મિક્સ કરો. મિડિયમ ફ્લૈમ રાખો.

કુકરનું ઢાંકણ ઢાંકી વ્હિસલ લગાવી 3 વ્હિઅસલ કરો. કેમકે વેજ અધકચરું કૂક થઇ ગયેલું છે. વધારે વ્હિસલ થવાથી ઢોકળી વધારે પડતી ઢીલી થઇ જશે. અથવા ભુકો થઇ જશે.

ઠરે એટલેતરતજ કુકર ખોલી નાખો. ઉપરથી 1 ટી સ્પુન લેમન જ્યુસ ઉમેરી હળવેથી મિક્સ કરી લ્યો.

ગરમાગરમ વેજ ઢોકળી-વટાણા સર્વિંગ બાઉલમાં ભરો. તેના પર કોથમરી અને આદુના સ્લિવર્સથી ગારનિશ કરો.

ગરમા ગરમ વેજ ઢોકળી ગરમ રોટલી, પુરી કે પરાઠા સાથે લંચ કે ડીનરમાં સર્વ કરો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *