ઘઉં ના કસ્ટર્ડ કુકીઝ (પ્રેશર કુકર માં), બાળકોને ખૂબ પસંદ આવશે બનાવવામાં પણ સરળ છે…

પ્રેશર કુકર માં બનાવેલા આ કુકીઝ મોઢા માં ઓગળી જાય એવા tasty છે… ઘઉં ના , અંડા રહિત અને ઘર ના રોજબરોજ ના સામગ્રી માં થી બનાવેલા આ બિસ્કિટ બાળકો એમ જ વડીલો બધા ને પસંદ પડશે. ચા સાથે કે બાળકો ને દૂધ સાથે નાસ્તા માં કે સ્કૂલમાં snack box મો ભરી દેવા માટે એકદમ perfect..

બજાર માં મળતા મેંદા ના કેમિકલ વાળા બિસ્કિટ બાળકો ને નાસ્તા માં આપવા કરતા , અજમાવી જુઓ આ સાવ સરળ અને સ્વાદ માં ઉત્તમ એવા ઘઉં ના Custard Powder ની ફ્લેવર વાળા કુકીઝ… તહેવારો અને પ્રસંગો માં મિત્રો અને સંબંધી ને ભેટ આપવા માટે પણ એકદમ યોગ્ય .. આ કુકીઝ ને એક મહિના સુધી સાચવી શકાય છે , પણ કદાચ આટલા દિવસ બચશે જ ની. મારી દીકરી ના આ ફેવરીટ કુકીઝ છે, અને તમારા બાળકો ને પણ ભાવશે …

કુકીઝ અને એ પણ પ્રેશર કુકુર માં, અજાયબ ને !! ચાલો આપણે જોઈએ બનવાની રીત : :

સામગ્રી :

૧ કપ ઘઉં નો લોટ

૧ કપ custard powder (Vanilla flavor)

૨ ચમચી મકાઈ નો લોટ ( કોર્નફલોર )

૨/૩ કપ માખણ (અમુલ )

૧ કપ ખાંડ નો ભૂકો

૧ ચમચી વેનીલા એસેન્સે

૨/૩ ચમચી બેકિંગ પાવડર

૧-૨ ચમચી દૂધ (જરૂર મુજબ )

રીત ::


આપણે કુકર માં બનાવીએ છીએ એટલે ઓવેન ની જેમ કુકર ને પણ preheat કરીશું . ગેસ ની ધીમી આંચ પર જાડા તળિયા વાળા aluminum ના કુકર ને ગરમ કરવા મુકો. કુકર માં કાંઠો મુકવો .


પેહલા ઘઉં નો લોટ , ખાંડ નો ભૂકો , custard powder , બેકિંગ પાવડર અને મકાઈ ના લોટ ને ચાળી લો .


હવે એમાં અમુલ બટર અને વેનીલા એસેન્સ ઉમેરો. હાથ ની આંગળી ઓ થી સરસ મિક્ષ કરો ..


જરૂર મુજબ દૂધ ઉમેરી સોફ્ટ લોટ બાંધો..


એક સરખા નાના બોલ બનાવો અને ફોર્ક થી થોડું પ્રેસ કરો. કેક મુકવા ના ટીન માં આ કુકીસ ને ગોઠવો. . કેક ટીન માં ૫-૬ થી વધારે મીડીયમ સાઈઝ ની કુકિસ નહિ આવે. બે કુકીસ ની વચે થોડી જગા રાખવી , કારણ આ કુકીસ થોડી ફૂલશે .


આ કેક ટીન ને કાંઠા પર મુકો . કુકર ના ઢાંકના ને બંધ કરો. કુકર ની સીટી કાઢી લેવી. આ આખી રીત માં ગેસ ધીમો જ રાખવાનો છે.


૧૫-૧૬ min સુધી બેક થવા દો . ૧૦ min પછી check કરતા રેહવું . કુકીસ ની કિનારી થોડી કડક થાય ત્યાં સુધી બેક કરવી. કુકીસ ગરમ હશે ત્યારે નરમ લાગશે પણ ઠર્યા પછી કડક થઇ જશે .. પેહલી batch કરતા બીજી batch જલ્દી થઇ જશે …. ગેસ સૌથી ધીમી આંચ પર જ રાખવાનો છે.


આ રીતે બાકી ની બધી કુકીસ ને બેક કરો. સંપૂર્ણ રીતે ઠરે પછી જ ડબા માં ભરો..

જે મિત્રો microwave oven માં બનવા ઈચ્છે છે , તેમના માટે :::: 180C પર oven ને preheat કરો . 180C પર ૧૫-૧૭ min બેક કરો.

વીડિયો રેસિપી જોવા અહીં ક્લિક કરો


રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *