ગ્રીન ચીલી ઠેચા – મહારાષ્ટ્ર ની એક પ્રખ્યાત ચટણી તમારા ભોજનમાં લગાવશે ચાર ચાંદ…

ઠેચા મહારાષ્ટ્ર ની એક પ્રખ્યાત ચટણી છે. તીખાશ , ખટાશ અને ખારાશ નો સંતુલિત સ્વાદ એટલે ઠે ચા ઠેચા ઘણા પ્રકાર ના હોઈ છે પણ લીલા મરચાં, લસણ અને જીરૂ મુખ્ય સામગ્રી છે. ઠેચા ને ચટણી તરીકે ઉપયોગ માં લેવાય છે અને થેપલાં, ભાખરી, પૂરી, પીઠલા ભાખરી વગેરે સાથે સર્વ કરવા માં આવે છે. પરંપરાગત રીતે બધી સામગ્રી ને ખાંડી દસ્તા માં ફૂટવા માં આવે છે. પણ આજ ના આધુનિક રસોઈઘર માં ચોપર અને ફૂડ પ્રોસેસર માં ક્રશ કરવા માં આવે છે.

30 મિનિટ 1 મોટો વાડકો ઘટકો

  • 1. 200 ગ્રામ લીલા મરચાં
  • 2. 125 ગ્રામ શીંગ દાણા
  • 3. 25-30 કળી લસણ
  • 4. 1 ટેબલ સ્પૂન જીરૂ
  • 5. 3 લીંબુ
  • 6. મીઠું સ્વાદ પ્રમાણે
  • 7. તેલ શેલો ફ્રાય કરવા
  • 8. 4-5 ચમચી ઓલિવ ઓઇલ

પગલાં

1. એક પેણી માં 8-10 ચમચી તેલ લઇ તેમાં મીડીયમ તાપે શીંગ ના દાણા ફ્રાય કરી ને એક ડીશ માં કાઢી લો. પછી આજ તેલ માં જીરૂ ફોડી ને લસણ ની કળી નાખી 1 મિનિટ સાંતળી લો.

2. હવે લીલા મરચાં (ધોઈ ને ડ્રાય કરેલા) નાખી ધીમા તાપે 3-4 મિનિટ સાંતળો. ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડુ પડવા દો.

3. હવે ફ્રાય કરેલાં શીંગ દાણાં ને ચોપર માં થોડા અધકચરા ક્રશ કરો. પછી એમાં મરચાં નું મિક્ષચર ઉમેરી દરદરુ (coarse grind) પીસી લો. હવે તેમાં મીઠું (આગળ પડતું) અને લીંબુ નો રસ નાખી ને મિક્સ કરી લો. છેલ્લે ઓલિવ ઓઇલ નાખી મિક્સ કરી લો.

4. તીખું તમતમ લીલા મરચાં નું ઠેચા તૈયાર છે. ઈચ્છા મુજબ ગાર્નિશ કરી સર્વ કરો.

રસોઈની રાણી : વૈભવી બોઘાવાળા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *