મેઝરિંગ કપ,ટેબલ સ્પૂન અને ટી સ્પૂન વિશે ની ખૂબ જ ઉપયોગી સમજણ જાણીશું

આજે આપણે મેઝરિંગ કપ,ટેબલ સ્પૂન અને ટી સ્પૂન વિશે ની ખૂબ જ ઉપયોગી સમજણ જાણીશું.આના વિશેની થોડી સમજણ જોઈશું કારણકે હમેશા એવું થતું હોય છે કે જ્યારે પણ આપણે વાનગી બનાવતા હોય ને ત્યારે કોઈપણ માપ આપેલું હોય એક ટી સ્પૂન, ટેબલ સ્પૂન માં અને કપ પ્રમાણે આપેલું હોય છે અને જ્યારે કોઈપણ વસ્તુ બહાર થી લાવ્યા હોય તે આપણે ગ્રામ પર થી બહાર થી લાવતા હોય છે.એમ થાય કે કઈ રીતે માપ લેવું અને કઈ રીતે બનાવવું આ પ્રશ્નનો ઉકેલ આજે આપણે લાવી દઈશું.

1- હવે વિડિયો માં જોજો કે આપણે એક કપ લેતા હોય તો એટલે કે પાણી લો છાસ લો કે દૂધ લો તો આ કોઈપણ લીક્વીડ નું માપ લેતા હોય તો ૨૫૦ એમ એલ લેતા હોય તો એક કપ બરાબર ૨૫૦ અને આ એક કપ છે ટી કપ હોય તો ત્યારે આવો એક કપ બનતો હોય છે.

2- જો તમારા ઘરે આવો કપ ના હોય ત્યારે તમે ટી કપ યુઝ કરી શકો છો ટી કપ બે લેશો ત્યારે તે એક કપ થશે હવે તમને ખ્યાલ આવી ગયો કે લીક્વીડ નું માપ શું લેવાનું છે લીક્વીડ માં માપ આપેલું હોય તો ૨૫૦ એમ એલ આપ્યું હોય તો આ એક કપ લેવાનો છે તે પ્રમાણે માપ લઈશું.

3- આતો લીક્વીડ ની વાત થઈ હવે કોઈ લોટ લઈએ આપણે ક્યારેય કોઈ દળેલી વસ્તુ લેતા હોઈએ કે કોઈપણ જાત નો લોટ લેતા હોઈએ તો તેનું માપ કઈ રીતે કરવાનું છે કે આ કપ તમે લો ત્યારે બે કપ લો ત્યારે ૨૫૦ ગ્રામ થાય છે ધારો કે તમે બે કપ મેંદો લો એટલે એ અઢીસો ગ્રામ મેંદો કહેવાય છે દળેલી ખાંડ નું પણ આજ રીતે માપ લેવાનું હોય છે.


4- હવે આજ પ્રમાણે તમે આખા અનાજ નું માપ લેતા હોય ત્યારે એટલે કે ઘઉં,ચોખા,બાજરી કે ગમેતે અનાજ લો અથવા તો કઠોળ લો તમે અથવા આખી ખાંડ લો અથવા સાકર લો,પનીર છે,બટર છે,ત્યારે આ એક કપ એટલે ૨૫૦ ગ્રામ થાય છે આ વસ્તુ ને ખાસ યાદ રાખજો.

5- જો તમે લોટ લો ત્યારે એક કપ નું માપ લેશો ત્યારે તે સવા સો ગ્રામ થતું હોય છે એટલે ૧૫૦ ગ્રામ જેટલું થશે હવે આ ત્રણેય વસ્તુ નો તફાવત તમને ખબર પડી ગઈ છે હવે એ વાત નું ધ્યાન રાખજો કે જ્યારે તમે માપ લેતા હોય ત્યારે તમે વસ્તુ લેતા હોય ત્યારે તેને ખાસ દબાવી ને નઈ ભરવાની અને તેને થપથપાવીને પણ નઈ ભરવાની અને તેને જસ્ટ ઉમેરી દો.

6- ઉપર થી ઢગલા થાય એ રીતે પણ નથી ભરવાની ધારો કે તમે લોટ ભરતા હોય કે દળેલી ખાંડ ભરતા હોય ત્યારે તેને નાઇફ તેની ઉપર ફેરવી લેવાનું છે તેનું પરફેક્ટ માપ છે તે આપણને મળે આ રીતે જો પરફેક્ટ માપ મળશે તો આપણી વાનગી એકદમ પરફેક્ટ બનશે.

7- આ રીતે કોઈપણ મસાલા છે હીંગ, ધાણાજીરૂ,લાલ મરચું આ રીતે તમે લોટ નું માપ લેતા હોય તે રીતે તેનું પણ માપ લેવાનું છે અને તમે જોશો ને તો એ પ્રમાણે તમે બહાર થી લાવતા હોય ને તો માપ કરી જોશો તો તેનું પરફેક્ટ માપ તમને મળી જશે.

8- ધારો કે તમારી પાસે માપ નો કપ નથી તો શું કરવાનું છે કે તમે બહાર થી કોઈપણ વસ્તુ ગ્રામ માં લાવો અને ગ્રામ માં લાવો એક બાઉલ તમારી જોડે છે એ બાઉલ થી તમારે માપ કરી લેવાનું આ લગભગ ૧૨૫ ગ્રામ છે તમારી પાસે મોટો બાઉલ હોય તો એક કપ પ્રમાણેનું માપ લો ધારો કે તમારી પાસે કપ નથી અને તમે બહાર થી ૨૫૦ ગ્રામ ની વસ્તુ લાયા ચણા કે ચોખા કોઈપણ વસ્તુ લાયા તો એ ૨૫૦ ગ્રામ તમે લાયા છો.

9- ત્યારે તમારે તેનું માપ લઈ લેવાનું એ વાડકા ને એ કપ પ્રમાણે ઘણી લો આ રીતે દરેકે દરેકે વાનગી નું તમે માપ લઈ શકો છો એજ પ્રમાણે ટી સ્પૂન અને ટેબલ સ્પૂન નું છે ટેબલ સ્પૂન એટલે આ મોટી ચમચી થાય છે લગભગ ૫૦ એમ એલ જેટલી થાય છે જો તમારી પાસે આવી ચમચી હોય તો તેનું માપ લઈ શકો છો એટલે દરેક વખતે એવું થાય કે ટેબલ સ્પૂન અને ટી સ્પૂન નું માપ હોય તો એ દરેક વખતે તમે ટી સ્પૂન કે ટેબલ સ્પૂન નું માપ લેવા ના જાવ તમારા ઘર માં જે ચમચી હોય તે જ તમે યુઝ કરી શકો છો.


10- તો તમારે એકવાર બેલેન્સ કરી લેશો કે માપ લઈ લેશો તો તમારી વાનગી એકદમ પરફેક્ટ બનશે અને હા જ્યારે તમે કેક બનાવતા હોય કે કોઈ બેકિંગ ની વાનગી બનાવતા હોય ત્યારે તેનું માપ ટી સ્પૂન અને ટેબલ સ્પૂન થી લેવાનો આગ્રહ રાખજો તો વાનગી માં ચોકસાઈ આવશે,જ્યારે તમે બેકિંગ કરતા હોય ત્યારે તેનું જે માપ છે તે એકદમ પરફેક્ટ હોવું જોઈએ તેમાં એક કે બે ગ્રામ નો ફર્ક ના ચાલે.

11- પણ જ્યારે કોઈ બીજી વાનગી બનાવી રહ્યા હોય કે કોઈ મીઠાઈ બનાવી રહ્યા છો કે કોઈ ફરસાણ બનાવી રહ્યા છો તો તમે તેમાં એક કે બે ગ્રામ નો ફેરફાર હશે તો ચાલી જશે પણ જ્યારે તમે સોડા છે ઈનો છે કે ફ્રૂટ સોલ્ટ છે કે બેકિંગ પાઉડર છે એવી કોઈ વાનગી નો ઉપયોગ કરી રહ્યા હોય મીઠાઈ માં કરી રહ્યા હોય અથવા તો કોઈ ફરસી વાનગી માં ઉપયોગ કરી રહ્યા હોય ત્યારે તેનું માપ પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે.

12- હવે એ રીતે ટી સ્પૂન નું માપ જુઓ આ રીતે તમારા ઘર માં કોઈ નાની ચમચી હોય તો તેનું માપ લઈ લેવાનું છે એટલે વારંવાર તમારે ટી સ્પૂન હાથ માં લેવાની જરૂર ના પડે તો જ્યારે તમે નોર્મલ કોઈ પણ વાનગી બનાવતા હોય એ વાનગી ની રીત જ્યારે ટી સ્પૂન કે ટેબલ સ્પૂન થી આપ્યું હોય ત્યારે તમે એ વાનગી નું માપ તમારા કોઈ બાઉલ છે તમારા કોઈ ચમચી ચમચા છે તેનાથી કોઈ માપ લઈ શકો છો એકવાર તમે તમારા ઘરે માપ લેવાનો બાઉલ બનાવી શકો છો. જો માપ ના કપ કે ટેબલ સ્પૂન કે ટી સ્પૂન ઘરે ના હોય તો એવું ના થવું જોઈએ કે મારા થી આં વાનગી બની નઈ શકે કે મારી પાસે માપ નો કપ નથી કે સ્પૂન નથી.

13- આ વાત નું ખાસ ધ્યાન રાખજો અને જે ઉપર આપણે જોયું તે ખાસ ધ્યાન રાખી અને તમારા ઘર માં માપ નો કપ અને ટી સ્પૂન ને ટેબલ સ્પૂન નો સેટ તમે રેડી કરી લેજો અને દરેકે દરેક વાનગી તમારી પરફેક્ટ બનશે માપ વિશે જે પ્રશ્નો હતા તે બધા નો સવાલ ના જવાબ આજે મળી ગયા છે તો તમે હવે ખાસ ધ્યાન રાખજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *