પંજાબી સ્ટાઇલ કાચી કેરીનું પરફેક્ટ માપ સાથે અથાણું બનાવવાની રીત

આજે આપણે પંજાબી સ્ટાઈલ કાચી કેરી નું પરફેક્ટ માપ સાથે અથાણું બનાવવાની રીત જોઈશું. અથાણા તો ઘણા પ્રકાર ના બનતા હોય છે આ અથાણું જોતા જ મોઢા માં પાણી આવી જાય,તો આજે પરફેક્ટ મસાલા ના માપ સાથે કાચી કેરી નું પંજાબી સ્ટાઈલ અથાણું કઈ રીતે બને તે જોઈ લઈશું.

સામગ્રી

  • કાચી કેરી
  • હળદર
  • મીઠું
  • મેથી ના કુરિયા
  • રાઈ ના કુરિયા
  • વરિયાળી
  • જીરું
  • ક્લોન્જી ના બી
  • અજમો
  • મરી
  • તજ
  • બાદિયા
  • સરસીયાનું તેલ
  • લાલ મરચું પાવડર
  • હીંગ

રીત

1- આપણે બે કાચી કેરી લઈશું તેને મોટા મોટા ટુકડા માં કટ કરી લઈશું,નાના ટુકડા નથી કરવાના જો મોટા ટુકડા હોય તો ખાવા માં મજા આવે છે,તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી બધી કેરી કપાઈ ગઈ છે.

2- હવે તેને એક તપેલી માં લઇ લઈશું, હમેશાં ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ અથાણું બનાવો ત્યારે સ્ટીલ ના વાસણ માં જ બનાવો ત્યારબાદ એક મોટી ચમચી હળદર નાખીશું,ત્યારબાદ બે ચમચી મીઠું નાખીશું.

3- હવે કેરી ને મિક્સ કરી લઈશું બસ એ ધ્યાન રાખવાનું છે કે તમારું વાસણ પાણી વાળુ ના હોવું જોઈએ અને તમારા હાથ પણ પાણી વારા ના હોવા જોઈએ,આપણે અથાણા ને આખું વર્ષ રાખવાનું છે એટલે તેને સાચવાનું,હવે તેને ઢાંકીને એક રાત માટે રાખી દઈશું, જેથી કેરી માંથી બધું ખાટું પાણી નીકળી જાય અને કેરી સોફ્ટ થઈ જાય.

4- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે પાણી બધું છૂટું પડી ગયું છે અને ટુકડા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે આ કેરી ના ટુકડા ને એક કોટન કપડાં પર પાથરી લઈશું અને તેને કોરા કરી લઈશું ધ્યાન રાખવાનું છે કે તેને તડકે નથી રાખવાના.કેરી ના ટુકડા ને ચાર થી પાંચ કલાક માટે સુકવી લઈશું.

5- તેને છુટા છુટા સૂકવવાના છે અને તેને વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું.જેથી તે જલ્દી કોરા થઈ જાય,પછી તેનું અથાણું નાખીશું જો તડકે સુકવસો તો ચવડ થઈ જશે,એટલે તેને આપણે ઘર માં જ સુકવી લઈશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ચાર કલાક થઈ ગયા છે અને આપણા ચિરિયા એકદમ સરસ કોરા થઈ ગયા છે.

6- હવે આપણે મસાલો બનાવી લઈએ તેને શેકવા માટે એક પેન મૂકી દીધી છે હવે અહીંયા અડધી કપ મેથી ના કુરિયા લઈશું તમે આખી મેથી પણ લઈ શકો છો હવે પા કપ રાઈ ના કુરિયા લઈશું આ સ્ટેજ પર આખી રાઈ પણ લઈ શકો છો,ત્યારબાદ અડધો કપ વરિયાળી લઈ લઈશું,આમાં વરિયાળી નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે એક મોટી ચમચી જીરૂ લઈશું,ત્યારબાદ એક નાની ચમચી અજમો લઈશું.

7- હવે તેને એકદમ ધીમા ગેસ પર તેને શેકી લઈશું તેનો કલર ચેન્જ નથી કરવાનો,ફકત તેનો ભેજ નીકળી જાય એટલો જ તેને શેકી લેવાનો છે હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા મસાલા શેકાય ગયા છે તો હવે ગેસ બંધ કરી દઈશું.હવે તેને ઠંડા થવા દઈશું ત્યારબાદ તે જ પેન માં પોણો કપ ટાટા નું મીઠું લઈશું મીઠા ને શેકવાથી તેમાં જે ભેજ હોય તે નીકળી જાય છે.

8- આમ કરવાથી આપણું અથાણું લાંબા સમય સુધી સારું રહે છે હવે મીઠું કાઢી લઈશું અને ગેસ બંધ કરી દઈશું,હવે તેને પણ ઠંડુ થવા દઈશું હવે પેન આપણી ગરમ છે તો એક મોટી ચમચી મરી નાખીશું,ત્યારબાદ બે મોટા ટુકડા તજ લીધા છે અને હવે બે કે ત્રણ બાદિયા લઈશું આ નાખવાથી આનો ટેસ્ટ બહુ સરસ આવે છે.હવે આપણા ગરમ મસાલા પણ શેકાય ગયા છે અને હવે ગેસ બંધ કરી દઈશું.

9- હવે મસાલા બધા શેકાય ગયા છે હવે તેને ઠંડા કરી લઈશું હમેશા તમારે પંજાબી શાક માં સરસીયુ નું તેલ લેવાનું છે,હવે આપણે ૨૦૦ગ્રામ તેલ લઈશું તેને ગરમ કરી લઈશું આ તેલ ને એટલું ગરમ કરવાનું છે કે તેમાં ધુમાડા નીકળે જેથી તેની કચાસ નીકળી જશે અને કડવાશ નીકળી જશે.

10- હવે તેલ ને ઠંડુ થવા દઈશું હવે ગેસ બંધ કરી દઈશું હવે તેલ ને બરાબર ઠંડુ થવા દઈશું,હવે તેમાંથી પા ભાગ નો મસાલો રહેવા દઈશું હવે તેને દરદરું પીસી લઈશું હવે આને એક મોટા વાસણમાં લઈ લઈશું હવે આપણે જે ખડા મસાલા ને શેકીયા હતા તેને થોડા થોડા મોટા રહે તેવા રાખવાના છે,અને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે.

11- હવે તેને જે મસાલો ક્રશ કર્યા હતો તેમાં નાખી દઈશું,હવે બધા મસાલા કરી લઈશું હવે એક મોટી ચમચી હળદર નાખીશું ત્યારબાદ અહીંયા આપણે તીખા બે લાલ મરચું લીધું છે જેના થી કલર એકદમ સરસ લાલ આવે છે અને તીખાશ પણ આવશે.ત્યારબાદ એક મોટી ચમચી હીંગ એડ કરીશું,જેનાથી ટેસ્ટ અને ફ્લેવર્સ બન્ને સરસ આવે છે.

12- હવે આપણે જે શેકી ને રાખ્યું હતું તે મીઠું એડ કરીશું.અને હવે સરસ મિક્સ કરી લઈશું,પંજાબી અથાણા નો મુખ્ય સામગ્રી છે તે કલોંજી જેને ડુંગળી ના બી પણ કહેવાય છે.આ નાખવાથી અથાણા નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પરંતુ તેને પીસી ને નથી નાખવાની તેને આખી જ નાખવાની છે.

13- જો તમે વધારે પ્રમાણ માં લેશો તો થોડું કડવાશ આવી જશે હવે બધું મિક્સ કરી લઈશું,તમે કોઈ પણ અથાણા જોવો તો કલોનજી વગર અધૂરા છે હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા મસાલા બધા મિક્સ થઈ ગયા છે તમે મસાલા નું પ્રમાણ ઓછું કે વધારે કરી શકો છો પરંતુ તમે ૫૦૦ગ્રામ કેરી માં આટલો મસાલો બરાબર છે,હવે તેમાં કેરી ના ટુકડા નાખીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું.

14- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેરી સાથે મસાલો સરસ મિક્સ થઈ ગયો છે હવે તેમાં તેલ એડ કરીશું,તેલ નાખતી વખતે ધ્યાન રાખવાનું છે કે તેલ ઠંડુ હોવું જોઈએ ગરમ ના હોવું જોઈએ હવે તેમાં બધું તેલ નાખી દઈશું હવે તેને સરસ મિક્સ કરી લઈશું જ્યારે બોટલ માં ભરીશું ત્યારે એવું લાગે કે તેલ ઓછું છે તો ફરી થોડું ગરમ કરી એડ કરી શકો છો.હવે તેને ઢાંકીને બે દિવસ રહેવા દઈશું અને તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું.

15- જો તમે સીધું બરણી માં ભરી દો તો તેને ફેરવતા નથી ફાવતું એટલે તેને બે દિવસ આ રીતે રહેવા દઈશું તો આ રીતે તેને તપેલી માં જ રહેવા દઈશું અને સરસ અથાય જાય ત્યારબાદ તેને બરણી માં ભરી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા પંજાબી અથાણા ને બે દિવસ થઈ ગયા છે એકદમ સરસ થઈ ગયું છે અને મેથી ના દાણા અને વરિયાળી ને ક્લોંજી એ બધું જોઈ શકો છો કે સરસ ફૂલી ગયા છે મસાલો બધો જ કેરી પર ચડી ગયો છે.

16- આ સ્ટેજ પર તમે ચાહો તો વિનેગર પણ નાખી શકો છો પરંતુ આપણે અહીંયા નથી નાખ્યું,હવે જરૂર મુજબ તેલ નાખીશું અને તેને બરણી માં ભરી લઈશું,હમેશા અથાણા ને કાચ ની બરણી માં જ ભરવાનું અને તેમાં કોઈ પાણી નો ભાગ ના હોવો જોઈએ નહી તો અથાણા બગડી જાય છે તો હવે અથાણું ભરી લઈશું.

17- હવે આપણે બધું જ અથાણું બરણી માં ભરી લઈશું,હવે તેમાં તેલ એડ કરીશું આપણે તેલ ને ગરમ કરી ઠંડુ કરી લીધું છે અથાણું ડૂબે એટલું તેલ એડ કરીશું.હમેશા યાદ રાખવાનું કે અથાણા કરતા તેલ ઉપર હોવું જોઈએ ડૂબા ડૂબ તેલ હશે તો સેજ પણ ફૂગ નઈ લાગે.અને અથાણું બગડે પણ નહી હવે આ અથાણા ને તમે બે દિવસ પછી ખાઈ શકો છો.

18- હવે અથાણા ને સર્વે કરીશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ મસાલા થી ભરપુર અને સરસ અથાય પણ ગયું છે અને તેનો મસાલો જુઓ પરફેક્ટ પંજાબી સ્ટાઈલ અથાણું રેડી થઈ ગયું છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *