ગુજરાતી સ્ટાઇલ ખાટ્ટી મીઠી કઢી બનાવવાની પરફેક્ટ અને સરળ રીત…

આજે આપણે ગુજરાતી સ્ટાઇલ ખાટ્ટી મીઠી કઢી બનાવવાની રીત જોઈશું. જ્યારે આપણે કઢી બનાવીએ ત્યારે એવું થાય કે આ વખતે કઢી જાડી થઈ ગઈ છે અથવા તો કોઈ વાર કઢી પાતળી પણ થઈ જાય છે.પરફેક્ટ તો બનતી જ નથી કોઈ વાર તેનો સ્વાદ સારો ના આવતો હોય,તો કોઈ વાર છાસ ફાટી જતી હોય છે આવા બધા પ્રોબ્લેમ ઊભા થતા હોય છે.તો આજે આપણે આવા બધા જ પ્રોબ્લેમ સોલ કરી દઈશું તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • દહીં
  • બેસન
  • ઘી
  • રાઈ
  • જીરું
  • હીંગ
  • મેથી ના દાણા
  • લવિંગ
  • તજ
  • મીઠા લીમડાના પાન
  • લીલા મરચા
  • મીઠું
  • ગોળ
  • ધાણાજીરું પાવડર
  • કોથમીર

રીત

1- હવે આપણે અડધો કપ દહીં લઈ લઈશું,હવે તેની સામે દોઢ કપ પાણી એડ કરીશું,હવે બધું મિક્સ કરી લઈશું છાસ બહુ ઘટ્ટ અને એકદમ પાણી જેવી પણ ના હોવી જોઈએ,જ્યારે કઢી બનાવતા હોઈએ ત્યારે છાસ થોડી ખટાશ પડતી લેવાની છે,હવે આ છાસ ને ગરમ કરી લઈશું.

2- હવે છાસ ગરમ થઇ ગઈ છે તો તેમાં દોઢ ચમચી બેસન એડ કરીશું,ચણા નો લોટ કેટલો ઉમેરો તે બહુ અગત્ય ની વાત છે કારણકે કઢી બહુ પાતળી થઈ જતી હોય છે અથવા બવ ઘટ્ટ થઈ જતી હોય છે,વધારે ઉમેરો ચણા નો લોટ તો કઢી જલદી ઘટ્ટ થઈ જાય.


3- તમારે બહાર જેવી કઢી બનાવી હોય તો ચણા ના લોટ નું માપ લેવું જરૂરી છે.તેને બરાબર મિક્સ કરી લઈશું જેથી તેમાં ગઠા ના પડે.હવે લોટ સાથે મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે કઢી ને વઘારી લઈશું,ઘી સાથે કઢી વઘાર સો તો તેનો સ્વાદ બહુ સરસ આવે છે.તો એક ટી સ્પૂન ઘી લઈશું.

4- ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે કઢી બનાવો ત્યારે તેલ કે ઘી નું પ્રમાણ વધારે નથી લેવાનું,હવે તેમાં એક ટી સ્પૂન રાઈ એડ કરીશું, ત્યારબાદ અડધી ચમચી જીરૂ એડ કરીશું, ત્યારબાદ આઠ થી દસ મેથી ના દાણા લઈશું,ત્યારબાદ એક તજ અને એક લવિંગ એડ કરીશું.

5- હવે તેમાં મીઠો લીમડો અને લીલા મરચા એડ કરીશું, ત્યારબાદ પા ટી સ્પૂન હિંગ એડ કરીશું,હવે વઘાર રેડી થઈ ગયો છે આ વઘાર બળી ના જવો જોઈએ,એ વાત નું ખાસ ધ્યાન રાખવાનું છે.હવે તેમાં જે છાસ નું મિશ્રણ તૈયાર કર્યું હતું તે એડ કરી લઈશું.

6- હવે તેને એકવાર હલાવી લઈશું, ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું,શરૂઆત માં આ મિશ્રણ ને હલાવતા રહેવાનું છે તેમાં જે ચણા નો લોટ છે તે કુક થવાનું ચાલુ થઈ જાય. પાણી અને દહીં ઘણી વાર એવું થાય કે ફોદા ફોદા થઈ જાય છે.તો આવું ન થાય એટલે આ પ્રોસેસ કરતા રહેવાનું છે.

7- તમે આવું એક થી બે મિનિટ હલાવો પછી તેને ઉકળવા માટે રહેવા દઈશું,હવે તેમાં અડધી ચમચી ગોળ એડ કરીશું,તમે ખાંડ પણ એડ કરી શકો છો,ત્યારબાદ એક ટી સ્પૂન ધાણાજીરુ પાવડર નાખીશું.અત્યારે આપણે ગુજરાતી કઢી બનાવીએ છીએ એટલે આમાં હળદળ એડ કરતા નથી.

8- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી કઢી ઉકળવા લાગી છે જેમ ઉકડશે તેમ તેનો સ્વાદ પણ સરસ આવશે અને એકદમ સરસ તૈયાર થઈ જશે. હવે તેને ચાર થી પાંચ મિનિટ માટે ઉકળવા માટે રહેવા દઈશું.હવે કઢી એકદમ સરસ ઉકળી ગઈ છે અને તેની સરસ સુંગંધ આવે છે.હવે ગેસ બંધ કરી દઈશું.

9- હવે મસ્ત ગરમા ગરમ કઢી તૈયાર થઈ ગઈ છે,હવે ઉપર થી થોડી કોથમીર ભભરાવી લઈશું,હવે આ કઢી ને સર્વે કરી લઈશું,મસ્ત ગરમા ગરમ કઢી તૈયાર થઈ ગઈ છે આ કઢી તમે ફૂલાવ સાથે કે ખીચડી સાથે ખાઈ શકો છો.તો તમે એકવાર ચોક્કસથી તમારા ઘરે આ બનાવજો.


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *