ગુજરાતી નાત માં પીરસાય તેવી વરાની દાળ – સ્ટેપ બાય સ્ટેપ રેસિપી શીખો પરફેક્ટ…

આજે આપણે ગુજરાતી નાત માં પીરસાય તેવી વરાની દાળ બનાવવાની સરળ રીત જોઈશું.

સામગ્રી

  • તુવેર દાળ
  • સીંગદાણા
  • ટામેટા
  • હળદર
  • લાલ મરચું પાવડર
  • ધાણા જીરું
  • સરગવો
  • આંબલી નો પલ્પ
  • ગોળ
  • મીઠું
  • રાય
  • જીરું
  • સૂકું મરચું
  • લીલા ધાણા
  • લવિંગ
  • મરી
  • તજ
  • તમાલપત્ર
  • ઈલાયચી
  • ઘી
  • બાસમતી ચોખા
  • મીઠા લીમડાના પાન

રીત

1- સૌથી પહેલા એક કપ તૂવેર દાળ લઈશું.તેને બાફી લઈશું.કુક કરતી વખતે એક મોટું ટામેટું નાખ્યું હતું અને સીંગદાણા લગભગ આઠ થી દસ.હવે તેને વલોણીથી વલોવી લેવાની છે.

2- હવે તેમાં થોડું પાણી નાખી ફરી થી વલોવી લઈશું.હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું. ત્યારબાદ એક મોટી ચમચી લાલ મરચું નાખીશું.હવે એક ચમચી ધાણજીરૂ પાવડર નાખીશું.સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું.

3- ગુજરાતી વરા ની દાળ હોય જે નાત માં પીરસાતી હોય તેમાં ગળપણ સારું ના હોય તો મજા ના આવે.એટલે આ ગોળ લગભગ બે ચમચી નાખીશું.અને સરસ મિક્સ કરી લઈશું.હવે તેમાં સરગવો નાખીશું.

4- હવે એક બોઈલ આવે ત્યાં સુધી તેને ઉકળવા દઈશું.હવે તેમાં એડ કરીશું આદુ અને મરચા ની પેસ્ટ આપણે તેમાં બે મરચા અને એક આદુ નો ટુકડો લીધો છે.હવે તેનો વઘાર કરીશું.એક વઘારીયું મુકીશું.અને તેમાં એક મોટી ચમચી તેલ લઈશું.તેલ ગરમ થાય એટલે તેમાં બે લવિંગ,બે મરી,એક તજ નો ટુકડો,એક તમાલપત્ર,એક સૂકું મરચું અને એક ઈલાયચી.હવે તેલ ગરમ થઇ ગયું છે તો તેમાં એક ચમચી રાય નાખીશું.

5- હવે તેમાં અડધી ચમચી જીરુ નાખીશું.ત્યારબાદ સૂકું લાલ મરચું નાખીશું.ત્યારબાદ તમાલપત્ર નાખીશું.ઈલાયચી,તજ,લવિંગ, મરી નાખીશું.આ બધું તતડી જાય એટલે તેમાં અડધી ચમચી હળદર નાખીશું.અને એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું.અને પા ચમચી હિંગ નાખીશું.હવે સરસ મિક્સ કરી લઈશું.હવે તેમાં મીઠા લીમડાના પાન નાખીશું.હવે એક ચમચી થી હલાવી લઈશું.

6- હવે તેને દાળ માં એડ કરીશું.હવે દાળ ને હલાવી લઈશું.હવે તેને ગેસ પર મૂકી દઈશું.અને એક વાર ફરી વલોણી ફેરવી લઈશું.જેથી આપણો વઘાર મિક્સ થઈ જાય.હવે તેને ધીમા ગેસ પર ઉકળવા દઈશું.લગભગ વીસ મિનિટ.તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું.હવે આ સ્ટેજ પર આંબલી નો પલ્પ નાખીશું.

7- હવે આપણે મટર પુલાવ બનાવીશું. તેના માટે એક પેન લઈશું.અને તેમાં એક ચમચી ઘી લઈશું.હવે ઘી ગરમ થઇ ગયું છે.તેમાં ત્રણ લવિંગ નાખીશું.એક તમાલપત્ર નાખીશું.અને એક તજ નો ટુકડો નાખીશું.અને બે ઈલાયચી નાખીશું.હવે તેને મિક્સ કરી લઈશું.હવે એક કપ બાસમતી રાઈસ લઈશું.જેને આપણે અડધો કલાક પલાળી રાખ્યા હતા. અને તેનું પાણી કાઢી લીધું છે.હવે તેમાં પાણી એડ કરીશું.

8- હવે પાણી ને ઉકળવા દઈશું.હવે તેમાં અડધી કપ વટાણા નાખીશું.હવે ચોખા એડ કરીશું.હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શું.હવે તેને હલાવી લઈશું.હવે તેને ઉકળવા દઈશું.અને કુક કરી લઈશું.હવે દાળ પણ ઉકળી ગઈ છે.અને ઘટ્ટ થઈ ગઈ છે.હવે એક ચમચી ઘી એડ કરીશું.અને ફ્રેશ લીલા ધાણા નાખીશું.અને ગેસ બંધ કરી દઈશું.હવે આપણી દાળ તૈયાર છે.

9- હવે આપણો ભાત પણ સરસ કુક થઈ ગયો છે.તેમાં થોડું પાણી દેખાય છે તો તેને નિતારી લઈશું.તેને કાણા વારા વાસણ માં લઇ લઈશું.જેથી પાણી નીકળી જાય.હવે આપણી દાળ તૈયાર છે.અને ભાત પણ તૈયાર છે. તો તેને સર્વે કરીશું.તો તૈયાર છે ગરમા ગરમ મટર પુલાવ અને વરામાં પીરસાતી દાળ.તો તમે ચોક્કસથી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *