ફ્રેશ ઓરેન્જ કેક – જો તમે પહેલીવાર બનાવો છો કેક તો પણ તમે સરળ રીતે બનાવી શકશો…

ફ્રેશ ઓરેન્જ જ્યુસ અને ઓરેન્જ ઝેસ્ટ વાપરીને શેડેડ રોઝેટ કેક પહેલીવાર બનાવી છે. આઇસીંગમાં ઓરેન્જ ક્રશ, ઓરેન્જ ઇમલ્ઝન, વ્હીપ્ડ ક્રિમ સાથે વાપર્યું છે. એકદમ સોફ્ટ અને સુપર યમી બની છે.

સમય: 2 કલાક, 800 ગ્રામ જેવી બનશે

ઘટકો:

🔸️કેક બેઝ માટે,

  • • 1 +1/4 કપ મેંદો
  • • 1 કપ દળેલી ખાંડ
  • • 1 ટીસ્પૂન બેકિંગ પાઉડર
  • • 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા
  • • 1/4 કપ બટર
  • • 1/4 કપ ફ્લેવરલેસ રિફાઇન્ડ ઓઇલ
  • • 1/3 કપ દૂધ
  • • 2 ટીસ્પૂન ઓરેન્જ ઝેસ્ટ
  • • 1/2 કપ ફ્રેશ ઓરેન્જ જ્યુસ (3 મોટી નારંગીનો)
  • • 1 ટીસ્પૂન વિનેગર

🔸️આઇસીંગ માટે,

  • • 2 કપ નોનડેરી વ્હીપ્ડ ક્રિમ
  • • 1/2 કપ ઓરેન્જ ક્રશ
  • • 1/2 ટીસ્પૂન ઓરેન્જ ઇમલ્ઝન
  • • 2 ડ્રોપ રેડ જેલ કલર

🔸️સજાવવા માટે 2-3 ઓરેન્જ સ્લાઇસ

પગલાં

☢ એક બાઉલમાં મેલ્ટેડ બટર અને તેલને બરાબર મિક્સ કરવું. તેમાં દૂધ ઉમેરી મિક્સ કરી લેવું. બીજા બાઉલમાં મેંદો, દળેલી ખાંડ, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડાને ભેગું કરી ચાળીને લેવું.

☢ દૂધવાળા મિશ્રણમાં થોડું-થોડું કરીને લોટવાળું મિશ્રણ ઉમેરી હલાવી મિક્સ કરી લેવું. પછી તેમાં ઓરેન્જ જ્યુસ ઉમેરી ફરી બરાબર મિક્સ કરી લેવું. ત્યારબાદ ઓરેન્જ ઝેસ્ટ અને વિનેગર નાખી બરાબર હલાવી લેવું.

☢ ઓવનને 10 મિનિટ માટે 170° પર પ્રિહિટ કરવા મૂકી દેવું. કેક મોલ્ડને બટર પેપર મૂકીને અથવા બટર-લોટ છાંટી ગ્રીઝ કરી લેવું. બનેલા કેક બેટર ને મોલ્ડમાં લઇ 2-3 વાર ટેપ કરી લેવું જેથી એર હોય એ નીકળી જાય. પછી મોલ્ડને પ્રિહિટેડ ઓવનમાં ગોઠવી 40-45 મિનિટ માટે કેક બેક કરવી. થવા આવે ત્યારે ટુથપીકથી ચેક કરી લેવું. જો ટુથપીક સાફ પાછી બહાર આવે તો મતલબ કેક રેડી છે. ઠંડી થાય એટલે અનમોલ્ડ કરી લેવી.

☢ વ્હીપ્ડ ક્રિમને બીટરથી બીટ કરીને રાખવું. તેમાં 2 ટેબલ સ્પૂન ઓરેન્જ ક્રશ અને ઓરેન્જ ઇમલ્ઝન ફ્લેવર માટે ઉમેરવું.

☢ કેકને ધારદાર છરીથી વચ્ચેથી 2 કે 3 લેયરમાં કટ કરવી. કેકનું એક લેયર ગોઠવી તેના પર એક જાડું લેયર થાય તેટલું વ્હીપ્ડ ક્રિમ લગાવી તેની પર ઓરેન્જ ક્રશ નું લેયર પાથરવું. તેના પર કેકનું બીજું લેયર મૂકવું.

☢ હવે વ્હીપ્ડ ક્રિમ લગાવી કેકને ચારેબાજુથી કવર કરવી. થોડોક સમય કેક ફ્રીઝમાં મૂકી ક્રીમ સેટ થાય એટલે ક્રીમનું બીજું લેયર લગાવવું. પાઇપીંગ બેગમાં સ્ટાર નોઝલ મૂકી બેગમાં એક તરફ થોડોક રેડ જેલ કલર મૂકવો અને પછી બનેલું વ્હીપ્ડ ક્રિમ ભરી લેવું. આ પાઇપીંગ બેગથી ફ્રોસ્ટેડ કેક પર નાના-નાના શેડેડ રોઝ ની ડિઝાઇન બનાવવી.

☢ ડિઝાઇન પૂરી બની જાય પછી એક તરફ થોડીક ઓરેન્જ સ્લાઇસ ગોઠવીને મૂકવી. કેક તૈયાર છે. 2-3 દિવસ ફ્રીઝમાં સારી રહે છે.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *