ગુજરાતીઓનું ફેવરિટ એકદમ નવા ટ્વિસ્ટ સાથે ઈડલી અને ઢોસાના ખીરા માંથી હાંડવો બનાવવાની યુનિક રેસિપી

આજે આપણે ગુજરાતીઓ નું ફેવરિટ એકદમ નવા ટ્વિસ્ટ સાથે ઇડલી અને ઢોસાના ખીરા માંથી હાંડવો બનાવવાની યુનિક રેસીપી જોઇશું.

સામગ્રી

  • ઢોસા નુ ખીરુ
  • કેપ્સીકમ
  • ગાજર
  • કોબીજ
  • ડુંગળી
  • લાલ મરચું પાવડર
  • હળદર
  • ગરમ મસાલો
  • લીંબુનો રસ
  • ગોળ
  • મીઠું
  • કોથમીર
  • આદુ મરચાની પેસ્ટ
  • લીલા મરચા
  • ઈનો
  • રાય
  • જીરુ
  • તલ
  • મીઠા લીમડાના પાન
  • સૂકું લાલ મરચું
  • અડદની દાળ
  • ચણાની દાળ
  • હિંગ

રીત-

1- સૌથી પહેલા આપણે 500 ગ્રામ ઢોસાનું ખીરું લઈશું.હવે તેમાં આપણે વેજીટેબલ એડ કરીશું. એક વાડકી ગાજર એડ કરીશું. એક વાડકી ડુંગળી ઝીણી સમારેલી એડ કરીશું. એક વાડકી કોબીજ ઝીણી સમારેલી એડ કરીશું. ત્યારબાદ એક વાડકી ગ્રીન કેપ્સિકમ એડ કરીશું.

2- હવે એક વાડકી ઝીણા સમારેલા ધાણા નાખીશું. હવે આપણે મિક્સ કરી લઈશું.હવે એક મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ નાંખીશું. હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું. ત્યારબાદ નાની ચમચી હળદર એડ કરીશું.

3- હવે એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું. ત્યારબાદ અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું.અને એક ચમચી ગોળ એડ કરીશું.હવે નાની ચમચી લીંબુ નો રસ એડ કરીશું.હવે તેને બરાબર મિક્સ કરી લઈશું.હવે વઘાર ની તૈયારી કરીશું.

4- હવે એક પેન લઈશું.લગભગ બે ચમચી તેલ લઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એક નાની ચમચી ઈનો એડ કરીશું.હવે તેને મિક્સ કરી લઈશું. હવે આપણે વઘાર તૈયાર કરી લઈશું. એક ચમચી રાય એડ કરીશું. હવે એક સૂકું લાલ મરચું નાખીશું. હવે એક નાની ચમચી જીરું એડ કરીશું. ત્યારબાદ એક ચમચી તલ એડ કરીશું. ત્યારબાદ એક ચમચી અડદની દાળ એડ કરીશું.

5- હવે આપણે એક ચમચી ચણાની પલાળેલી દાળ એડ કરીશું. 15 મિનિટ પહેલા પલાળી હતી જેથી તે સોફ્ટ થઈ જાય. 1 લીલુ મરચું સમારીને નાખીશું. થોડા મીઠા લીમડાના પાન નાખીશું. ત્યારબાદ થોડી હિંગ નાખીશું. હવે તેને હલાવી લઈશું. હવે હાંડવાનું મિશ્રણ એડ કરી લઈશું. હવે થોડું તેલ સાઈડમાં મૂકી દઈશું. હવે તેને ધીમા ગેસ પર 12 થી 15 મિનિટ રહેવા દઇશું.

6- હવે પલટાવી લઈશું. સૌથી પહેલા એક થાળીમાં તેલ લગાવી દઈશું.હવે થાળી ઉપર મૂકી એક કપડું લઈ પલટાવી લઈશું. એકબાજુ સરસ થઈ ગયું છે. હવે નીચેની સાઈડમાં 12 થી 15 મિનિટ ચડવા દઈશું. હવે આપણે ચેક કરી લઈએ. ચપ્પા ઉપર કઈ ચોંટતું નથી. એટલે આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે.

7- તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેટલો ક્રિસ્પી બન્યો છે. ઈડલી ના ખીરા માંથી બનતો હાંડવો તૈયાર થઈ ગયો છે. બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *