ફરસાણ સ્પેશિયલ ખાંડવી ઘરે પરફેક્ટ બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની ટિપ્સ

આજે આપણે ફરસાણ સ્પેશિયલ ખાંડવી ઘરે પરફેક્ટ બનાવતી વખતે ધ્યાન માં રાખવા જેવી મહત્વની ટિપ્સ. જો તમે પાઉંભાજી બનાવી રહ્યા છો અથવા છોલે પૂરી બનાવી રહ્યા છો અથવા પંજાબી બનાવી રહ્યા છો આવું કંઇક મેનુ પ્લાન કરી રહ્યા છો તો હવે તેની સાથે ફરસાણ કયું લેવાનું છે ને પ્રોબ્લેમ? કે શું વિચારવુ ? કે શું બનાવવું તો ચાલો આજે આપણે પ્રોબ્લેમ સોલ કરી દઈએ.આજે આપણે લિસ્ટ તો જોઈશું જ કે કઈ કઈ ફરસાણ બની શકે છે.

1- સૌથી પહેલા ખમણ? હા ખમણ તો આપણે શીખી લીધા છે તેના પછી આવશે ખાંડવી નો વારો હવે તેના પછી આવશે પાતરા આ બધી ગુજરાતી ફરસાણ છે પણ આ જ બધી બનાવતા હોઈએ છીએ બરાબર ને? અને આમાં જ મુશ્કેલી પડતી હોય છે.

2- ખાંડવી તો તમારા બધા ના ઘરે બનતી જ હોય છે ઘણા ઘરે બનાવે અને ઘણા બહાર થી પણ લાવતા હોય છે તેનું કારણ કે ખાંડવી પાતળી નથી બનતી,કાતો ગઠા પડી જાય અને જ્યારે મિશ્રણ બનાવીએ ત્યારે એમ થાય કે આહા મિશ્રણ સરસ બન્યું છે અથવા રોલ વાડીએ ત્યારે અડધા સુધી બહુ સરસ રીતે પથરાય જાય અને પછી મિશ્રણ જે છે તે જાડું થઈ જાય થાય છે ને આવું? તો આજે આ બધા પ્રોબ્લેમ દૂર કરી લઈશું.

3- સૌથી પહેલા ખાંડવી કયા માપ થી બનાવી,જ્યારે એક કપ બેસન લો તેની સાથે બે કપ છાસ લેવાની છે અને જે બે કપ છાસ લો એ થોડી ખાતાશ પડતી લેવાની છે,તેની સાથે અડધી ચમચી મીઠું ત્યારબાદ અડધી ચમચી હીંગ અને ૧/૪ ટી સ્પૂન હળદર નાખીશું,હવે બરાબર મિક્સ કરી લેવાનું છે હવે ખાંડવી અલગ અલગ ત્રણ રીત થી બને છે આજે આપણે એકદમ ઈઝિ રીત છે તે શીખીશું,આપણે ગેસ પર ખાંડવી બનાવતા હોઈએ છીએ ગેસ પર એક પેન મૂકી દઈએ ત્યારબાદ જે ચણા લોટ વારું મિશ્રણ છે તે તેમાં એડ કરીએ અને તેને સતત હલાવતા રહીએ હલાવતા હલાવતા મિશ્રણ ઘટ્ટ થાય ને ત્યારે ખબર પડે કે હવે ખાંડવી નું મિશ્રણ તૈયાર છે તો હવે તે ખબર કઈ રીતે પડે કે તમે જે ચમચા થી હલાવતા હોય એ ચમચો ખાંડવી ના મિશ્રણ માં ઉભો રહી જાય ત્યારે ખબેર પડે કે આ મિશ્રણ એકદમ તૈયાર થઈ ગયું છે.

4- હવે બીજી એક રીત કે જ્યારે તમે મિશ્રણ તૈયાર થવા આવે એટલે ગેસ બંધ કરી દેવાનો અને એક ચમચા થી મિશ્રણ ને એક પ્લેટ માં પાથરી લેવાનું છે અને પાથરી ને બે મિનિટ માટે તેને રેસ્ટ આપવાનો છે અને પછી જોઈ લેવાનું છે કે ઉખડે છે કે તો બરાબર કે ખાંડવી તૈયાર થઈ ગઈ છે આ તો થઈ ગેસ પર બનાવવાની રીત.હવે બીજી એક ઇઝિ રીત જોઈશું કે જે તમે મિશ્રણ તૈયાર કર્યું એ મિશ્રણ ને કૂકર માં રાખી દો નીચે પાણી મૂકી ને એક તપેલી માં મિશ્રણ મૂકી દો ઉપર ઢાંકણ નથી ઢાંકવાનું કૂકર નું ઢાકણ ઢાંકવાનુ છે પણ જે તપેલી મૂકી છે તેની પર નથી ઢાકવાનું હવે લગભગ ચાર થી પાંચ સીટી કરી લેવાની.અને તમે બહાર કાઢી લેશો ત્યારે આ મિશ્રણ તૈયાર થઈ ગયું હશે.

5- હવે ત્રીજી રીત જોઈશું,હવે તમારા ઘરે માઇક્રોવેવ હોય તો આ મિશ્રણ ને માઇક્રોવેવ માં મૂકી દો,તમે માઇક્રોવેવ માં મૂકશો તો ત્રણ થી ચાર મિનિટ માં આ મિશ્રણ તૈયાર થઈ જશે,એક એક મિનિટ ના અંતરે આ મિશ્રણ ને હલાવતા રહેવાનું છે જેથી કરી ને ગઠા ના પડી જાય હવે જ્યારે તમે છાસ ની અંદર ચણા લોટ મિક્સ કરો છો ત્યારે છાસ ને થોડી ગરમ કરી લેવાની છે એટલે એક એકદમ નવસેકી કરી લેવાની છે અને પછી તેમાં ચણા નો લોટ ઉમેરવાનો છે જેથી કરી ને મિશ્રણ માં ગઠા નઈ પડે અને મિક્સ થઈ જશે.આ ત્રણેય રીતે તમે બનાવી શકો છો.

6- હવે પાથરવાનો વારો ત્રણ થાળી તૈયાર રાખી હોય અને ફટાફટ પાથરી લેવાય અને પ્લેટફોર્મ ને ક્લીન કરી લો અને પ્લેટફોર્મ પર મિશ્રણ લઈ પછી પાથરો,પછી તમારું ડાયનીંગ ટેબલ હોય તેને પણ એકદમ સરસ ક્લીન કરી લઈશું,તેના પર પાથરવાનું છે તેના પર તેલ નથી લગાવવાનું જો તમે તેલ લગાવશો ને તો જે મિશ્રણ છે ને તે ઉકળી આવશે એટલે તેને એમ નમ જ પાથરવાનું છે બહુ સરસ રીતે પથરાય જશે,અને બીજું કે કોઈ નાની ટીપોઇ હોય કે મોટો પાટલો હોય કોઈપણ લાકડા ની વસ્તુ હોય તેના પર તમે પાથરી શકો છો.

7- આમ કરવાથી તમારો ટાઈમ બચશે, વાસણ પણ ઓછા નીકળશે અને ફટાફટ ખાંડવી પથરાતી જશે અને હા ખાસ ખાંડવી પાથરો ને આપણે મોટા ભાગે શું કે ચમચાથી પાથરતા હોઈએ છીએ અથવા તો તાવિથા થી પાથરતા હોઈએ છીએ પણ જો તમારા ઘરે રબર નો સ્પેચૂલા હોય તો તેનાથી ઈઝી પથરાઈ જશે અને ખૂબ ઝડપ થી તૈયાર થઈ જશે,મિશ્રણ ઘટ્ટ થઈ જાય છે પાછળ થી તેવો પ્રોબ્લેમ નઈ આવે જો તમારું મિશ્રણ પાછળ થી ઘટ્ટ થઈ જાય તો શું કરવાનું તેને ફેકી તો ના દેવાય કારણકે ઘણી વાર એવું થાય કે બહુ સરસ રીતે પાથરતા હોય તો પાછળ નું જે મિશ્રણ છે તે ઘટ્ટ થઈ જાય છે તો શું કરવાનું જે ફરી થી ગેસ પર મૂકી દેવાનું છે અથવા માઇક્રોવેવ માં મૂકી દો અને તેના પા કપ જેટલી છાસ અથવા પાણી એડ કરી ફરી થી તેને મિક્સ કરી લેવાનું છેઅને તેને એક મિનિટ માટે કુક કરી લેવાનું છે.

8- ખાસ એ વાત નું ધ્યાન રાખવાનું છે કે છાસ કે પાણી મિક્સ કરો ને ત્યારે બહુ સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે અને હલાવી લેવાનું છે તો જ તેમાં ગઠા નઈ પડે જ્યારે તમે ફરી થી તેને પાથરો ત્યારે ગઠા પડી જાય અને ખાંડવી જે છે તે સરસ રીતે પથરાશે નહી.આતો થઈ ખાંડવી ની વાત કઈ રીતે બનાવી શકો છો અને ઉપર થી વઘાર રેડી દેવાનો અને પાચ મિનિટ માં ખાંડવી સરસ સેટ તો થઈ જાય છે અને તેના રોલ પણ બની જાય છે આમાં કઈક નવું કરવું હોય તો શું કરી શકાય? તો ખાંડવી અલગ અલગ રીતે પણ બહુ સરસ લાગે છે તમે ખાંડવી પાથરી દીધી છે તો તેના પર કોથમીર ફૂદીના ની ચટણી પાથરી દો બહુ વધારે પ્રમાણ માં નઈ ઓછા પ્રમાણમાં લાઇટ લી પાથરી દો અને થોડું પનીર છીણી લો અને પછી રોલ કરી લો.

9- તો પનીર ખાંડવી બની જશે,બીજું એક વેરીએસન જોઈશું હવે તેમાં થોડું ચીઝ છીણી લો અને ઉપર થી થોડો ચાટ મસાલો ભભરાવી દો અને પછી ચિલી ફ્લેક્સ ભભરાવી લો અને પછી રોલ વારી લો તો બહુ સરસ ચીઝી ખાંડવી તૈયાર થઈ જશે,બીજી એક ચટપટી ખાંડવી જોઈશું, રાજકોટી ખાંડવી જે રાજકોટી ચટણી આવે છે ને તીખી હોય છે આને તમે ઘરે પણ બનાવી શકો છો સીંગદાણા, લીલા મરચા અને લીંબુ લીંબુના ફૂલ તમે યુઝ ના કરતા હોય તો લીંબુ જ એડ કરી દેવાનું આ ત્રણેય મિક્સ કરી લેવાનું છે અને મીઠું પણ એડ કરવાનું અને આ જે ચટણી બને તે ઉપર એડ કરી દો,બહુ સરસ ટેસ્ટી ખાંડવી તૈયાર થઈ જશે આ અલગ અલગ ત્રણ વેરીએશન જોયાં.

10- તો તમે આ રીતે ચોક્ક્સ થી ટ્રાય કરજો,એટલે કે દરેકે દરેક મેન્યુ સાથે જશે,દરેક સાથે ખાંડવી તો સરસ જ લાગશે ખાંડવી બધા ને બહુ જ ભાવતી હોય છે,તો તમે આ ફરસાણ ચોક્ક્સ થી બનાવજો આ વીડિયો જોઈ ને આ ટિપ્સ ને ફોલો કરજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *