ગુલાબ જાંબુનું પ્રિમિકસ ઘરે પરફેક્ટ કેવી રીતે બનાવવું તેના માટેની ખાસ ધ્યાનમાં રાખવાની સિક્રેટ ટિપ્સ

આજે આપણે ગુલાબ જાંબુ નું પ્રિમિક્સ કેવી રીતે બનાવવું તેના માટે ની ખાસ ધ્યાન માં રાખવાની સિક્રેટ ટિપ્સ જોઈશું.ગુલાબજાંબુ તમે બધા બનાવતા હોય છે ઘરે બનાવો ત્યારે એક મોટો પ્રશ્ન આવે છે કે તો ટેન્શન થઈ જાય આગલા દિવસે થી કે કાલે ગુલાબજાંબુ બનાવવાના છે જો બરાબર નઈ બને તો માવો પણ વેસ્ટ થઈ જાય અને ઘી માં તળવા ના હોય એટલે ઘી પણ વેસ્ટ થઈ જાય છે તો આજે આપણે એક સરસ મજા ની ટ્રીક જોઈશું ગુલાબજાંબુ એકજ વાર માં સરસ બની જશે.

1- આપણે મોટા ભાગે શું કરતા હોઈએ છીએ કે બહાર થી પ્રીમિક્સ રેડી લાવી દેતા હોય છે તો આજે આપણે ઘરે જ કઈ રીતે બને છે તે જોઈશું તો તેના માટે માપ ખાસ યાદ રાખજો.તો તેના માટે ત્રણ ટેબલ સ્પૂન મેંદો ત્યારબાદ અડધો કપ મિલ્ક પાવડર લઈશું.

2- હવે તેમાં એક ટેબલ સ્પૂન સોજી, ત્યારબાદ અડધી ચમચી સોડા એડ કરીશું.બસ આ ચાર વસ્તુ ને મિક્સ કરી લેવાની છે એટલે તમારું પ્રીમિક્સ રેડી થઈ જશે, જે તમે ખર્ચો કરી ને બહાર થી લાવો છો તે હવે ઘરે તૈયાર આ રીતે કરી લેવાનું છે.


3- હવે આ પ્રીમિક્સ રેડી થઈ ગયું છે તો તેમાંથી ગુલાબજાંબુ કઈ રીતે બનાવાય તે જોઈશું.તેના માટે એક ટેબલ સ્પૂન દૂધ લઈશું અને એક ટેબલ સ્પૂન દહીં લેવાનું અને તેને પ્રોપલી મિક્સ કરી લઈશું,જો તમને લાગે કે હજુ દૂધ ઓછું છે તો બહુ ઓછા પ્રમાણમાં એટલે કે આપણે ડ્રોપ મૂકતા હોય તેમ ઓછા પ્રમાણમાં એક ટી સ્પૂન જેટલું દૂધ એડ કરવાનું.

4- કારણકે જેમ દૂધ એડ કરશો ને તો જે મિલ્ક પાવડર છે ને તે તરત જ ઢીલું પડશે પાણી છોડવાનું ચાલુ કરી દેશે, એટલે આ વાત નું ધ્યાન રાખજો ત્યારબાદ સરસ મજાના ગોળા વાળી લેવાના છે જ્યારે પણ ગોળા વારો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્યાંય ક્રેક ના આવી જોઈએ એકદમ સરસ સોફ્ટ બોલ્સ તૈયાર થવા જોઈએ.

5- જ્યારે તમે ઘી માં ફ્રાય કરો ત્યારે આપણે ને ડર લાગે કે અંદર જઈ ને સુઈ જશે કે બહાર આવશે બરાબર ને? તો હવે આવું નઈ થાય જો તમે આ પ્રીમિક્સ માંથી જાંબુ બનાવશો ને તો બહુ જ સરસ જાંબુ બનશે અને ઘી જે છે તે ગરમ રાખવાનું છે પણ વધારે ગરમ પણ ના હોવું જોઈએ અને વધારે ઠંડુ પણ નઈ,એટલે કે મીડીયમ ગેસ રાખવાનો.

6- જેથી અંદર સુધી ચડી જશે અને જો ફાસ્ટ ગેસ હોય તો બહાર થી ડાર્ક કલર આવી જશે અને અંદર થી કાચું રહેશે.જેના કારણે શું થશે કે જ્યારે ચાસણી માં એડ કરો ને પછી બે કે ત્રણ કલાક પછી શું થશે કે અંદર થી એવું લાગે કે અંદર કશુંક છે કે કઈક મુકિયું છે અને નાનો બોલ્સ બની જતો હોય છે અને ખાવા માં જરા પણ સારા નથી લાગતા.


7- આ વાત નું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસ ધીમો જ રાખવાનો છે વધારે ગરમ ના થવું જોઈએ અને જ્યારે ઘી માં તળવા માટે એડ કરો ને જાંબુ ને ત્યારે શું કરવાનું છે કે ધીમે ધીમે જે પેન છે તેને હલાવતા રહો એટલે કે ધીમે ધીમે તેને હલાવતા રહેવાનું અથવા તો તમે બીજી શું કરી શકો કે ઝારા થી ઘી ને હલાવતા રહો,જાંબુ ને નથી હલાવાના ઘી ને હલાવાનું છે.

8- જેથી જાંબુ બધી બાજુ થી સરસ કલર પકડી લેશે અને ધીમા તાપે ચડવા થી એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અને અંદર થી ચડી જશે મેંદો અને સોજી એડ કરેલા છે એટલા માટે તેને સરસ રીતે ચડવા તો પડે છે હવે ચાસણી ની વારી જ્યારે તમે ચાસણી બનાવતા હોય ત્યારે અઢીસો ગ્રામ ખાંડ જોઈશે એટલેકે એક કપ ખાંડ લેવાની છે અને એક કપ પાણી લેવાનું છે.

9- જ્યારે ચાસણી બનાવો ત્યારે ચાસણી તાર ની નઈ પણ ચિકાસ પડતી બનાવવાની છે જો ચાસણી વધારે ઘટ્ટ થઈ જશે તો ગુલાબજાંબુ ચાસણી નઈ પીવે અને તેના લીધે તેનો ટેસ્ટ પણ સરસ નઈ આવે એટલે ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા,ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે અને ચાસણી ને ગરમ રાખવાની છે પણ ઉકળતી નથી રાખવાની એ વાત નું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે ગેસ ચાલુ જ રાખો અને ચાસણી ઉકળતી હોય અને ગુલાબજાંબુ એડ કરો એવું પણ નથી કરવાનું.

10- પહેલા ચાસણી બનાવી ને રાખી દેવાની છે ગરમ રહેવા દેવાની છે અને પછી તેમાં ગુલાબજાંબુ એડ કરી દેવાના છે પહેલા જાંબુ ઉપર સરસ તરસે પણ ધીમે ધીમે જેમ ચાસણી પીતા જસે ને એમ ગુલાબજાંબુ નીચે બેસતા જસે. હવે તેમાં ઈલાયચી તેની સાથે કેસર પણ એડ કરી શકો છો,તેનો સ્વાદ પણ બહુ સરસ આવે છે.અને ગુલાબજાંબુ છે તમે રોઝ એસન્સ પણ એડ કરી શકો છો તેનો પણ સ્વાદ બહુ સરસ આવે છે.

11- હવે એવું લાગે છે આ વિડિયો જોયાં પછી ચોક્કસથી તમે ગુલાબજાંબુ બનાવશો. અત્યારે તો બધું જ ઘરે બનાવવાનુ છે તો તમે ચોક્કસથી ઘરે બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *