વધેલી રોટલી માંથી હરાભરા કબાબ બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી ટિપ્સ, Food Mantra -Surbhi Vasa!

આજે આપણે વધેલી રોટલી માંથી હરાભરા કબાબ બનાવતી વખતે ખાસ ધ્યાન માં રાખવા જેવી ટિપ્સ જોઈશું.પહેલા તો એમ હતું કે કઈક ખાવાની ઈચ્છા થાય તો બહાર જતા રહીએ અને બહાર થી જ આપણે આવતા હોઈએ એટલે ફાફડા જલેબી ખાઈએ,ગરમ ગોટા ખાઈએ આવું કંઇક નું કઈક ખાય લેતા હોય છે.પણ આજે તો ઘરે બનાવવું પડશે બરાબર ને?આ વાનગી તમે દસ જ મિનિટ માં તૈયાર કરી લો અને તમારા ફ્રેન્ડ ને પ્રભાવિત કરી દો,તો ચાલો જોઈ લઈએ તેની ટિપ્સ.

1- તો એક પ્રશ્ન તમને પૂછી લવ પહેલા તો કે તમારા ઘર માં રોટલી પડી છે ને? હા તો તેમાંથી આપણે કબાબ બનાવીશું હરાભરા કબાબ બનાવીશું. આ એકદમ ટેસ્ટી બને છે અને તમને ખબર પણ નઈ પડે કે આ રોટલી માંથી બનાવ્યા છે.

2- તો તેના માટે સાત થી આઠ રોટલી લઈ મિક્સર માં ક્રશ કરી લેવાની છે અને બીજું કે કોથમીર ફૂદીના ની પેસ્ટ બનાવી લેવાની છે,કોથમીર,ફુદીનો, લીલા મરચા,લીંબુ અને મીઠું આટલું ઉમેરી ક્રશ કરી એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે હવે એક બાઉલ લેવાનો છે.


3- હવે જે રોટલી ક્રશ કરી હતી એ લઈ લઈશું,જો રોટલી ઘર માં હાજર ના હોય તો શું કરવાનું છે કે ખાખરા અથવા સેકેલી રોટલી પડી હોય તેનો ભુક્કો કરી લો તે પણ ચાલે,આ એક સાઈડ ની વાત છે તેનાથી પણ બહુ સરસ બનશે,એટલે રોટલી નો ભુક્કો લઈ લેવાનો છે તેની સાથે કોથમીર ફુદીનાની પેસ્ટ એડ કરવાની છે.

4- હવે તેમાં એક ચમચી આમચૂર પાઉડર નાખીશું,ત્યારબાદ એક ટી સ્પૂન ચાટ મસાલો લઈ લઈશું, ત્યારબાદ પા ટી સ્પૂન સંચળ પાવડર એડ કરીશું.અને હીંગ અને હળદર ચપટી ચપટી લઈશું. ત્યારબાદ અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું,હવે આ બધું મિશ્રણ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું.

5- હવે એક થી બે ટી સ્પૂન કોથમીર પણ એડ કરીશું એકદમ ઝીણી સમારેલી,જેથી તેનો કલર બહુ સરસ આવશે,અને બહુ સરસ રીતે મિક્સ કરી લો,મિક્સ કરતા એવું લાગશે કે મિશ્રણ હજુ ડ્રાય છે તેની અંદર હજુ કઈક ઉમેરવું પડશે,તો તમારે શું ઉમેરવાનું છે?તો તેમાં લગભગ બે થી ત્રણ ચમચી દહી એડ કરીશું,અને બરાબર બધું સરસ મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી તમે જોશો તો બહુ સરસ થઈ ગયું હશે.

6- હવે તેનો શેપ આપી દો,અને જો તમને ક્રિસ્પી ગમતું હોય તો સીંગદાણા અધકચરા ક્રશ કરી ને પણ એડ કરી શકો છો.તો તેનો ટેસ્ટ બહુ સરસ લાગશે,હવે સરસ કબાબ નો આકાર આપી દો ત્યારબાદ ગરમ તેલ માં ફ્રાય કરી લો.


7- કબાબ બહુ સરસ રીતે ફ્રાય થઈ જશે તમે રોલ નો આકાર આપવા માગતા હોય તો એ પણ આપી શકો છો અથવા તમને જે આકાર ગમે તે તમે આપી શકો છો,ત્યારબાદ ફ્રાય કરી શકો છો ત્યારબાદ તમે સર્વે કરી શકો છો.હવે આજ વસ્તુ કે તમારે કોઈ પ્લાન હોય કે સાંજે કઈક વસ્તુ ગરમ બનાવવું છે તો પણ આ કબાબ બનાવી શકો છો.

8- પહેલા તેને રોલ વારી બધું રેડી કરી ને રાખી દો ત્યારબાદ જમવા બેસવાના હોય તે પહેલાં તેને તેલ માં ફ્રાય કરી લો તો બહુ સરસ રીતે કબાબ રેડી થઈ જશે અને તેની ચટણી છે તેને પણ તૈયાર રાખવાની છે જે કોથમીર ફૂદીના ની પેસ્ટ હતી તેને બે ચમચી જેટલી બહાર કાઢી લેવાની છે અને તેની અંદર લગભગ બે થી ત્રણ ચમચી જેટલું દહી એડ કરવાનું છે.

9- પછી તેને મિક્સ કરી લેવાનું છે એટલે કબાબ ચટણી હોય ફુદીના ના ફ્લેવર્સ ની એ બની જશે અને તમને તો મજા પડી જશે.એટલે રોટલી માંથી બહુ સરસ મજાના હરાભરા કબાબ તૈયાર થઈ જશે.

10- આ રેસિપી તમે ચોક્કસ થી બનાવજો સાંભળતા સાંભળતા એવું થાય કે રોટલી તો ઘર માં પડી જ છે ચાલ ને અત્યારે જ બનાવી લવ સાચી વાત કે નઈ.ખાખરા પર ટોપિંગ કરી ખાખરા પીઝા પણ બનાવી શકો છો.તો તમે ચોક્કસથી આ ટિપ્સ ને ફોલો કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *