ઓરીયો કુકી આઈસ્ક્રીમ – નાના મોટા બધાને પસંદ આવતો આ આઈસ્ક્રીમ હવે બનશે તમારા રસોડે…

ઓરીયો કુકી આઈસ્ક્રીમ :

સામાન્ય બધા આઇસક્રીમ કરતા કુકી આઈસક્રીમનો ટેસ્ટ અલગ અને વધારે સ્વાદિષ્ટ હોય છે. પ્લેઈન આઈસક્રીમ એટલેકે કુકી વગરનાં આઇસક્રીમ પણ અનેક ફ્લેવરમાં મળે છે. જેવાકે ચોકલેટ, સ્ટ્રોબેરી, મેંગો, રાજભોગ, અમેરિકન ડ્રાયફ્રૂટ ચોકો ચિપ્સ… વગેરે પણ ઓરિયો કુકી આઈસક્રીમનો ટેસ્ટ આ બધા આઈસક્રીમ કરતા અલગ જ અને નાના મોટા બધા માટે હોટ ફેવરીટ છે.

*આ આઈસક્રીમ બનાવવા માટે વ્હીપ ક્રીમ કે કન્ડેન્સ્ડ મિલ્કની બિલકુલ જરૂર પડતી નથી એટલે તમે ઘરની જ દુધની મલાઈમાંથી ગમે ત્યારે બનાવી શકો છો.

ઓરીયો કુકીમાં ચોકલેટ ફ્લેવર ઉપરાંત તેના ક્રીમમાં વેનીલા, ચોકલેટ કે સ્ટ્રોબેરી જેવા ટેસ્ટ આવતા હોવાથી આઈસ ક્રીમ ખુબજ ટેસ્ટી બને છે.
અહીં હું ઓરીયો કુકી આઈસ્ક્રીમ બનાવવા માટેની ખુબજ સરળ રેસીપી આપી રહી છું તો આપસૌ મારી આ રેસીપી ફોલો કરીને ચોક્કસથી ઘરે આઈસક્રીમ બનાવવાની ટ્રાય કરજો. ત્યારબાદ ક્યારેય બહાર લેવા જવું નહિ પડે.

ઓરીયો કુકી આઈસ્ક્રીમ બનાવવા માટેની સામગ્રી :

  • ૬ વેનીલા ફ્લેવરના ઓરીયો કુકી ( તમે ગમે તે ફ્લેવર લઇ શકો છો)
  • ૨ + ૨ વેનીલા ફ્લેવરના ઓરીયો કુકી – ટોપીંગ અને ગાર્નીશીગ માટે
  • ૧/૪ ટી સ્પુન વેનીલા એસેન્સ ( ઓપ્શનલ )
  • ૫૦૦ એમ એલ મિલ્ક – ૨ ૧/૨ કપ
  • ૨ ટેબલ સ્પુન સુગર
  • ૧ ટેબલ સ્પુન કોર્ન ફ્લોર
  • ૧/૨ ટેબલ સ્પુન મિલ્ક પાવડર
  • ૧/૨ કપ દૂધની મલાઈ
  • થોડી કલર્ડ જેલી સ્વીટ

ઓરીયો કુકી આઈસ્ક્રીમ બનાવવાની સામગ્રી :

સૌ પ્રથમ ૬ ઓરીયો કુકી લઇ તને એક જ્હીપ લોક બેગમાં ભરી પેક કરી, ઉપર હલકા હાથે વેલણ ફેરવી, પ્રેસ કરી અધકચરા કરી લ્યો.

ત્યારબાદ ૨ બાઉલમાં ૩-૪ ટેબલ સ્પુન સાદું મિલ્ક લઇ તેમાં એક માં ૧ ટેબલ સ્પુન કોર્ન ફ્લોર અને બીજામાં મિલ્ક પાવડર મિક્ષ કરી લ્યો.

હવે બાકીનું દૂધ થીક બોટમવાળા પેનમાં ભરી તેને પ્રથમ મિડિયમ ફ્લેઈમ પર ગરમ મુકો. ૫-૭ મિનીટ સતત હલાવતા રહી દૂધ ઉકાળો. સાઈડ્સ પર લાગી જતી મલાઈને સ્પુન વડે ઉખેડતાં જઈ ફરી મિલ્કમાં ઉમેરો.

દૂધ ઘટ્ટ થઇ જાય એટલે તેમાં ૨ ટેબલ સ્પુન સુગર ઉમેરી મિક્ષ કરી ફરી ૨-૩ મિનીટ કુક કરો. ( સુગર ઓછી જ ઉમેરવાની છે કેમેકે ઓરીયો બિસ્કિટ તેના ક્રીમ સહિત ઉમેરેવાના છે).

હવે મિલ્ક થોડું વધારે ઘટ્ટ થઇ જશે. એટલે તેમાં કોર્ન ફ્લોર મિક્ષ કરેલું મિલ્ક અને ત્યારબાદ મિલ્ક પાવડર મિક્ષ કરેલું મિલ્ક ઉમેરી મિક્ષ કરી લ્યો. સાથે ફ્લેઈમ સ્લો કરી સતત હલાવતા જેથી લમ્સ ના રહે.

૧-૨ મિનીટ મિલ્ક ઉકળશે એટલે કોર્ન ફલોરની કચાશ દૂર થઇ જશે. મિલ્ક વધારે ઘટ્ટ થઇ જશે. એટલે હવે ફ્લેઈમ બંધ કરી દ્યો. મિલ્ક ઠરશે એટલે વધારે ઘટ્ટ બનશે. ઠરે ત્યાંસુધી થોડી થોડી વારે હલાવતા રહો.

હવે આ ઠરી ગયેલા ઘટ્ટ મિલ્કને હેન્ડ વ્હિસ્કર કે ઇલેક્ટ્રિક વ્હીસ્કરમાં અથવા બ્લેન્ડરમાં કે ગ્રાઇન્ડરમાં બરાબર મિક્ષ કરી લ્યો.

હવે આ મિશ્રણને એક ક્ન્ટેઇનરમાં ભરી તેના પર એલ્યુમીનીયમ ફોઈલથી પેક કરો.

તેના પર લીડથી કવર કરો. હવે તેને ફ્રીજરમાં સેટ થવા મુકો.

૪-૫ કલાક પછી બહાર કાઢી સેટ થયેલા આઈસક્રીમનાં પીસ કરી બાઉલમાં કાઢી લ્યો સાથે તેમાં ૧/૪ ટી સ્પુન વેનીલા એસેન્સ (ઓપ્શનલ) અને ૧/૨ કપ દુધની મલાઈ અને ૨ ટેબલ સ્પુન જેટલા અધકચરા કરેલા ઓરીયો ઉમેરી તેને ચર્ન કરી લ્યો, જેથી તેમાં રહેલા આઈસ ક્રિસ્ટલ દૂર થઇ જાય અને મિક્ષ પણ થઇ જાય.

હવે આ મિશ્રણમાં બાકીના અધકચરા કરેલા ઓરીયો ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે આ મિશ્રણને ફરી ક્ન્ટેઇનરમાં ભરી, થોડી જેલી સ્વીટ અને ૨ ઓરીયો બિસ્કિટના હાથથી થોડા નાના પીસ કરી આઈસ્ક્રીમનાં મિશ્રણ પર મુકો. ( પિકચરમાં બતાવ્યા પ્રમાણે). એલ્યુમીનીયમ ફોઈલથી પેક કરો. તેના પર લીડથી કવર કરો. હવે તેને ફ્રીજરમાં ૭-૮ કલાક કે ઓવર નાઇટ સેટ થવા મુકો.

૭-૮ કલાક બાદ ઓરીઓ કુકી આઈસ્ક્રીમ સર્વ કરવા માટે રેડી છે. આઈસ્ક્રીમનાં કપમાં ૩ સ્કૂપ ઓરીઓ કુકી આઈસ્ક્રીમ મૂકી, તેના પર જેલી સ્વીટ, ઓરીયોના પીસ અને ચોકલેટ ડેકોરેટીવ પીસથી આઈસ્ક્રીમ ગાર્નિશ કરો.

લાજવાબ ટેસ્ટી, સ્મુધ ઓરીયો કુકી આઈસક્રીમ નાના મોટા બધાને ખાવો ખુબજ પસંદ પડશે. તો તમે પણ મારી આ ઓરીયો કુકી આઈસક્રીમની રેસીપી ફોલો કરીને, બનાવીને આ આઈસ્ક્રીમ સખત ગરમીમાં એન્જોય કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *