સેન્ડવીચ ઢોકળા હવે બહારથી લાવવાની જરૂર નથી આ પર્ફેક્ટ રેસીપીથી ઘરે જાતે જ બનાવો

સામાન્ય રીતે કોઈ મહેમાન ઘરે જમવા આવવાના હોય ત્યારે આપણે ફુલ ગુજરાતી ભાણું બનાવતા હોઈએ છીએ અને સાથે ફરસાણ પણ રાખતા હોઈએ છીએ. પણ આજની બીઝી લાઇફમાં જ્યારે વધારે વાનગી બનાવવાનો ટાઈમ ન રહે ત્યારે બહારથી જ ફરસાણ મંગાવવામાં આવે છે જેમાં સેન્ડવીચ ઢોકળા તો મોટે ભાગે બહારના જ ખાવામાં આવે છે. તો આજે અમે સેન્ડવીચ ઢોકળાની રેસીપી લઈને આવ્યા છીએ. તો ઘરે જ સ્વાદીષ્ટ સેન્ડવીચ ઢોકળા બનાવવા માટે નોંધી લો આ રેસીપી.

સેન્ડવીચ ઢોકળા બનાવવા માટેની સામગ્રી

2 કપ ઇડલી ઢોંસાનું ખીરુ

3 લીલા મરચાંના જીણા ટુકડા

1 નાની ચમચી રાઈ

1 નાની ચમચી તલ

1 ચમચી ઇનો (ફ્લેવર વગરનો રેગ્યુલર ઇનો)

1 સ્વાદ પ્રમાણે

2 મોટી ચમચી તેલ

1 ચપટી ગ્રીન ફુડ કલર

લીલી ચટની બનાવવા માટે સામગ્રી

અરધો લીંબુનો ટુકડો

એક ઇંચ આદુનો ટુકડો

સેન્ડવીચ ઢોકળા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ લીલી ચટની તૈયાર કરવા માટે ચટની માટેની બધી જ સામગ્રી એટલે કે કોથમીર, મરચા અને આદુને મિક્સરના જારમાં એડ કરી દેવા હવે તેમાં લીંબુનો રસ એડ કરી લેવો અને સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠુ એડ કરી લેવી. તેની ફાઈન પેસ્ટ બનાવવા માટે તેમાં થોડું પાણી એડ કરવું. અને તેને મિક્સરમાં ક્રશ કરી લેવી. તેને હવે થોડી વાર માટે બાજુ પર મુકી દેવી.

હવે ઢોકળા બનાવવા માટે એક બોલમાં બે ચમચા જેટલું ખીરુ લેવું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ એડ કરવું હવે તેને બરાબર મિક્સ કરી લેવું.

હવે તેમાં રેગ્યુલર ઇનો અડધી ચમચી એડ કરવો. કોઈ ફ્લેવર વાળો ઇનો ન વાપરવો. જેથી કરીને તેની કોઈ ફ્લેવર ઢોકળામાં ન ઉમેરાય.

હવે તેને એક જ બાજુ હલાવીને બરાબર મિક્સ કરી લેવું.

હવે ખીરામાં મીઠુ અને ઇનો બરબર મિક્સ કરી લીધા બાદ તેને ઢોકળીયાની થાળીમાં લઈ લેવું.

તે દરમિયાન તમારે ઢોકળીયામાં પાણી ઉમેરી તેને ગરમ થવા મુકી દેવું. હવે ખીરાની થાળીને ઢોકળીયામાં મુકી દેવી અને ઉપરથી ઢાકણું ઢાંકી દેવું. તેને પાંચ મીનીટ થવા દેવું. કારણ કે તેના પર બીજુ વચ્ચેનું ગ્રીન લેયર એડ કરવામાં આવશે.

ઢોકળા તૈયાર થાય તે દરમિયાન હવે સેન્ડવીચ ઢોકળાની વચ્ચે જે ગ્રીન ચટની વાળુ લેયર હોય છે તે તૈયાર કરી લેવું.

તેના માટે એક બોલમાં એક ચમચી જેટલું ખીરુ લેવું તેમાં તૈયાર કરેલી બધી જ ગ્રીન ચટની ઉમેરી દેવી. અને તેને બરાબર મિક્સ કરી લેવી.

હવે તેમાં એક ચપટી જેટલો ગ્રીન ફુડ કલર એડ કરવો તેના કારણે ખીરાનો રંગ એકદમ ગ્રીન આવશે. હવે તેને બરાબર હલાવી લેવું.

તો તૈયાર છે વચ્ચેનું ગ્રીન લેયર

હવે પાંચ મીનીટ બાદ ઢોકળીયાનું ઢાંકણું હટાવી લેવું. તેમાંના ઢોકળા અધકચરા બફાયા હશે તેના પર આ ગ્રીન ચટનીવાળુ ખીરુ પાથરી દેવું.

હવે તેને પણ મિડિયમ ગેસ ફ્લેમ પર પાંચ મીનીટ થવા દેવું. પાંચ મીનીટ બાદ તમે જોશો કે ગ્રીન લેયર પણ થોડું કાચુપાકુ બફાઈ ગયું હશે.

હવે તેના પર ફરી વ્હાઇટ લેયર એટલે કે ઇનો વાળુ જે વ્હાઇટ ખીરુ પહેલાં બનાવ્યું હતું તેવું જ ખીરુ પાથરી દેવું.

હવે ફરીથી તેના પર ઢાંકણું ઢાંકી દેવું અને ઢોકળાને દસ મીનીટ માટે બફાવા દેવા. અને દસ મીનીટ બાદ તેને ચપ્પુ નાખીને ચેક કરી લેવું. જો કાચુ લાગે તો તેને ફરી દસ મીનીટ બફાવા દેવું. આમ સેન્ડવીચ ઢોકળાને બફાતા 30 મીનીટ જેટલો સમય લાગે છે.

ઢોકળા બફાઈ ગયા બાદ તેને ઢોકળીયામાંથી બહાર કાઢી લેવા અને 10-15 મીનીટ ઠંડા થવા દેવા.

હવે ઠંડા થયેલા ઢોકળાને થાળીમાંથી કાઢીને તેને એક પ્લેટમાં લઈ લેવા અને તેના ચોરસ ટુકડા કરી લેવા.

હવે તેના વઘાર માટે એક કડાઈને ગેસ પર ગરમ થવા મુકી દેવી. તેમાં બે ચમચી તેલ ઉમેરવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરી લેવી. રાઇ ફુટી જાય એટલે તેમાં લીલા મરચા અને તલ ઉમેરી દેવા અને ગેસ બંધ કરી દેવો.

હવે તેમાં કાપેલા સેન્ડવીચ ઢોકળા ઉમેરી લેવા. અને તેને પહોળા ચમચા જેમ કે ભાતિયાથી કે તાવેથાથી મિક્સ કરી લેવા. અથવા તમે કડાઈને ઉપર નીચે હલાવીને પણ મિક્સ કરી શકો છો.

હવે તેમાં જીણી સમારેલી કોથમીર એડ કરી ફરી તેને હલાવી લેવા.

તો તૈયાર છે સેન્ડવીચ ઢોકળા.

રસોઈની રાણીઃ ક્રીતીકાબેન

સેન્ડવીચ ઢોકળા બનાવવા માટે સ્ટેપ બાય સ્ટેપ વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *