હની આલમન્ડ બાઇટ્સ – હેલ્થ માટે તો બેસ્ટ છે જ સાથે સાથે ટેસ્ટમાં પણ બેસ્ટ છે…

હની આલમન્ડ બાઇટ્સ :

હની આલમંડ બાઇટ્સ ખૂબજ ટેસ્ટી અને એનર્જીથી સમૃધ્ધ છે. નાનાથી માંડીને દરેક લોકો માટે ખૂબજ હેલ્ધી છે. તેમાં આલમંડ, હની ઉપરાંત કોકોનટ, પીનટ, મગજતરીના બી, ચોક્લેટ ચંક્સ, ક્રીમ વગેરેનું કોમ્બીનેશન છે. હની નેચરલ એનર્જી બુસ્ટર છે તેથી ઇમ્યુનીટીમાં વધારો થાય છે, કફને તોડે છે, તેનાથી વેઇટ લોસ થઈ શકે છે, વાળને ડેંડ્રફથી દૂર રાખે છે અને સિલ્કી બનાવે છે. સ્કીનને મોઇસ્ટ રાખે છે, હાર્ટ ડેસિઝથી બચાવે છે. આમ હની હેલ્થ માટે ખૂબજ ફાયદા કારક છે.

સાથે રહેલી આલમંડ હાર્ટ્ને સ્વસ્થ રાખે છે. તે એલડીએલ (ખરાબ) કોલેસ્ટરોલ ઘટાડે છે અને વિટામિન ઇ, મેગ્નેશિયમ અને પોટેશિયમથી પણ સમૃધ્ધ છે, જે લોહી દ્વારા ઓક્સિજન અને પોષક તત્વોને વધુ મુક્તપણે પ્રવાહિત કરવામાં મદદ કરે છે. છે, બોન્સ માટે પણ હેલ્ધી છે.

આ ઉપરાંત બાકીની બધી સામગ્રી ઓ પણ હેલ્થ માટે ખૂબજ ફાયદા કારક છે.

અહીં હું આપ સૌ માટે હેલ્ધી અને ટેસ્ટી હની આલમન્ડ બાઇટ્સની રેસિપિ આપી રહી છું. જેમાં ચોકો ચંક્સ હોવાથી બાળકો માટે ચોક્લેટ સમાન છે, તેઓને ખૂબજ ભાવશે. દરેક ઉંમરના લોકો …  વડીલો માટે પણ હની બાઇટ્સ સ્વાસ્થ્યપ્રદ છે.

હની આલમન્ડ બાઇટ્સ બનાવવા માટેની સામગ્રી :

  • 15 – થી 20 આલમંડ ( બદામ )
  • ½ કપ ગ્રેટેડ કોકોનટ
  • ½ કપ પીનટ
  • 1 ટેબલ સ્પુન હની ( મધ )
  • 2 ટેબલ સ્પુન સુગર પાવડર
  • 1 ટેબલ સ્પુન ફ્રેશ ક્રીમ ( દુધનું )
  • 1 ટેબલ સ્પુન ચોક્લેટ ચંક્સ અથવા ચોકો ચીપ્સ
  • ½ ટી સ્પુન એલચી પાવડર
  • 1 ટેબલ સ્પુન મગજતરીના શેકેલા – રોસ્ટેડ બી
  • 1 ટેબલ સ્પુન ઘી

હની આલમન્ડ બાઇટ્સ બનાવવાની રીત :

*સૌ પ્રથમ પીનટને શેકીને, ઠરે એટલે તેના ફોતરા કાઢી નાખો. હવે તેને ગ્રાઇંડ કરી અધકચરો ભૂકો કરો.

*ત્યારબાદ આલમંડ્ને પણ ગ્રાઇંડ કરી તેનો પણ અધકચરો ભૂકો કરી લ્યો.

હવે એક પેન લઈ તેમાં 1 ટેબલ સ્પુન હની ( મધ ) અને 1 ટેબલ સ્પુન ફ્રેશ ક્રીમ ( દુધનું ) લઇ મિક્ષ કરો

તેમાં 1 ટેબલ સ્પુન ઘી ઉમેરી, એકદમ સ્લો ફ્લૈમ પર પેન મૂકી મિક્સ બધું મિક્સ કરો.

સ્લો ફ્લૈમ પર ગરમ થઈ તેમાં થોડા બબલ થવા માંડે એટ્લે તેમાં 2 ટેબલ સ્પુન સુગર પાવડર, 1 ટેબલ સ્પુન મગજતરીના શેકેલા – રોસ્ટેડ બી અને 1 ટેબલ સ્પુન ચોક્લેટ ચંક્સ અથવા ચોકો ચીપ્સ ઉમેરી મિક્ષ કરો. તેમાં સુગર બરાબર મિક્ષ થઈ મેલ્ટ થઈ જાય અને ચોકલેટ ચંક્સ પણ બરાબર મેલ્ટ થઈ જાય ત્યાં સુધી ગરમ કરો.

બબલ થવા માંડે એટલે ફ્લૈમ બંધ કરી દ્યો.

ત્યારબાદ તેમાં ગ્રેટેડ ડ્રાય કોકોનટ, આલમન્ડ પાવડર, પીનટ પાવડર અને ½ ટી સ્પુન એલચી પાવડર ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.

*આ બધું બંધ ફ્લૈમમાં જ ઉમેરી મિક્ષ કરવાનું છે. ચાલુ ફ્લૈમમાં કરવાથી બાઇટ્સ ચ્યુઇ થઇ જશે.

હવે ફરીથી ફ્લૈમ ચાલુ કરી, સ્લો ફ્લૈમ રાખી મિશ્રણ 1 મિનિટ માટે શેકો. એટલે બધું સરસ મિક્ષ થઈ જશે.

હવે બનાવેલા મિશ્રણને એક પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો.

બાઇટ્સ બનાવી શકાય તેટલું જ- થોડું ઠરે, એટલે તેમાંથી એકસરખા બાઇટ્સ બનાવવા માટે 9 બોલસ – બાઇટ્સ બનાવી લ્યો.

તેને નાની આલમંડથી ગાર્નિશ કરી સર્વ કરો. બધા માટે ખૂબજ એનર્જી બુસ્ટર એવા આ એનર્જી બાઇટ્સ તમે પણ ઘરે ચોક્કસથી બનાવવાની ટ્રાય કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *