સરળતાથી બનાવતા શીખોઃ હની – સ્ટ્રોબેરી કેક

હની – સ્ટ્રોબેરી કેક

રેડી કેક તો ઘણી જાત ની મળતી હોય છે પણ જાતે કેક બનાવીને સ્વાદ માણવાનો આનંદ તો અનેરો છે એમાંયે મધ અને સ્ટ્રોબેરી માં રહેલા કુદરતી પૌષ્ટીક તત્વો થી ભરેલી કેક.

સ્વાદ માં રસીલી અને સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક એવી આ હની – સ્ટ્રોબેરી કેક જરુર થી બનાવજો. ફ્રીઝ માં અગાઉ થી બનાવીને રાખેલી આ કેક રાસ ગરબા રમી ને આવ્યા પછી લાગેલી ભૂખ માં સંતોષ અને ઠંડક બન્ને આપશે.

*સ્ટ્રોબેરી તેજસ્વી લાલ, રસદાર અને મીઠી હોય છે. તે વિટામિન સી અને મેંગેનીઝનો ઉત્તમ સ્રોત છે અને તેમાં ફોલેટ (વિટામિન બી 9) અને પોટેશિયમની યોગ્ય માત્રા પણ હોય છે. સ્ટ્રોબેરી એન્ટીઓકિસડન્ટો અને પ્લાન્ટ સંયોજનોમાં ખૂબ સમૃદ્ધ છે, જેનાથી હાર્ટ હેલ્થ અને બ્લડ સુગર કંટ્રોલ થઈ શકે છે. સામાન્ય રીતે કાચા અને તાજા ખાવામાં, તેમજ વિવિધ જામ, જેલી અને મીઠાઈઓમાં પણ થઈ શકે છે.

*સાથે મેળવેલું હની ‌‌- મધ માટે એવું કહેવામાં આવે છે કે મધ ડાયાબિટીઝવાળા લોકોમાં હૃદયરોગના જોખમના પરિબળોને સુધારે છે. મધને “સારા” એચડીએલ કોલેસ્ટરોલને વધારતી વખતે કુલ અને “ખરાબ” એલડીએલ કોલેસ્ટ્રોલમાં સામાન્ય ઘટાડા તરફ દોરી જાય છે.

*એલિવેટેડ ટ્રાઇગ્લાઇસેરાઇડ્સ એ હૃદય રોગ અને પ્રકાર 2 ડાયાબિટીસ માટેનું જોખમ પરિબળ છે ખાંડ ના વિકલ્પ તરીક જ્યારે મધ વપરાય છે ત્યારે મધ ટ્રાઇગ્લાઇસેરાઇડનું સ્તર ઓછું કરી શકે છે,

*મધમાં રહેલા એન્ટીઓકિસડન્ટ્સ હૃદયના સ્વાસ્થ્ય પરના ફાયદાકારક અસરો સાથે જોડાયેલા છે, જેમાં હૃદયમાં લોહીનો પ્રવાહ વધે છે અને લોહી ગંઠાઈ જવાનું જોખમ ઓછું થાય છે.

*જ્યારે ત્વચા પર લાગુ પડે છે, ત્યારે મધ બર્ન્સ, જખમો અને ત્વચાની ઘણી અન્ય સ્થિતિઓ માટે અસરકારક સારવાર યોજનાનો ભાગ હોઈ શકે છે. તે ખાસ કરીને ડાયાબિટીસના પગના અલ્સર માટે અસરકારક છે.

*એક વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે, મધ એક કુદરતી અને સલામત ઉધરસ દબાવનાર તરીકે કાર્ય કરી શકે છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે તે ઉધરસની દવા કરતાં પણ વધુ અસરકારક છે.

*મધ ના આટલા બધા ફાયદાઓ જાણ્યા પછી ખાંડના વિકલ્પ તરીકે તેનો ઉપયોગ કરવો જોઇએ. દરેક રેસિપિ માં શક્ય હોય ત્યાં સુધી ખાંડને બદલે મધ ને અપનાવો.

હની સ્ટ્રોબેરી કેક માટે ની સામગ્રી:

1 કપ મેંદો

½ કપ ડ્રાય નટ્સ બારીક કાપેલા (કાજુ અને બદામ)

1 કપ દુધ હુંફાળું

½ કપ મધ

¼ કપ ઓઇલ – સ્મેલલેશ (સુગંધ વગર નું – સન ફ્લાવર જેવું કોઇ પણ તેલ)

1 ટી સ્પુન વેનિલા એસેંસ

1 ½ ટી સ્પુન બેકીંગ પાવડર

¾ ટી સ્પુન સોડા

1કપ ફ્રેશ ક્રીમ

2 ટેબલ સ્પુન સ્ટ્રોબેરી સ્ક્વોશ અથવા ઘટ્ટ સિરપ

250 ગ્રામ આઇસિંગ ક્રીમ ( મે આ રેસિપિમાં પિલ્સબરી નું વેનિલા ફ્લેવરનું આઇસિંગ ક્રીમ વાપર્યું છે). તમે કોઇ પણ ક્રીમ લઇ શકો છો.

2ટેબલ સ્પુન ચોકલેટ પાવડર

4-4 ડ્રોપ્સ બ્લ્યુ લિક્વીડ ફૂડ કલર

2-3 ડ્રોપ્સ ઓરેંજ લિક્વીડ ફુડ કલર

ગાર્નિશિંગ માટે:

1 ટી સ્પુન કલર્ડ સુગર બોલ્સ

1ટી સ્પુન સીલ્વર સુગર બોલ્સ

હની સ્ટ્રોબેરી કેક બનાવવાની રીત:

1 કપ દુધ ઉકાળો.

ફ્લેઇમ પર થી ઉતારી લ્યો. હવે દુધ માં 1/2 કપ મધ ઉમેરી વ્હિપીંગ ઇલેક્ટ્રીક મશીન થી અથવા હેંડ બ્લેંડરથી બરાબર વ્હિપ કરો.

હવે તેમાં ¼ કપ ઓઇલ – સ્મેલલેશ (સુગંધ વગર નું – સન ફ્લાવર જેવું કોઇ પણ તેલ) ઉમેરો અને વ્હિપ કરો અને સાઇડ પર રાખો.

ત્યારબાદ બીજા મિક્સિંગ બાઉલમાં મેંદો, બેકીંગ પાવડર અને બેકીંગ સોડા, મિક્સ કરી 2-3 વખત ચાળી લ્યો.

ટીપ્સ : મેંદો, બેકીંગ પાવડર અને બેકીંગ સોડા 2-3 વખત ચાળીને ઉમેરવા થી કેક મા બહુ સારુ રિઝલ્ટ આવશે.

હવે તે મિક્સ માં ½ કપ ડ્રાય નટ્સ બારીક કાપેલા (કાજુ અને બદામ) ઉમેરી મિક્સ કરો.

દુધ, મધ અને ઓઇલ ના મિક્સ વાળું બાઉલ લ્યો. તેમાં થોડું મેંદાનું બનાવેલું ડ્રાયફ્રુટ વાળુ મિક્સ ઉમેરો. મિક્સ કરો.

થોડું થોડું કરીને બધું મેંદા નું મિક્સ ઉમેરી દ્યો. બરાબર હલાવી મિક્સ કરી દ્યો.

કેક:

ઓવન (ઓટીજી) ને 18૦* પર 10 મિનિટ પ્રીહીટ કરો.

અનેક શેઇપ ના કેક બનાવવાના મોલ્ડ આવે છે, તમારી પસંદગીના મોલ્ડ માં કેક બનાવો.

ટિપ્સ : પ્રસંગને અનુરુપ કેક નું મોલ્ડ પસંદ કરો.

મોલ્ડ ની અંદર ની બાજુએ ઘી અથવા બટર થી ગ્રીસ કરી તેમાં મેંદાથી ડસ્ટીંગ કરો.

વધારાનો મેંદો મોલ્ડ ઉંધુ કરીને ખંખેરી નાંખો.

ટિપ્સ: મોલ્ડ ને ડસ્ટીંગ કરવું એ કેક બનાવવા માટે બહુ જ અગત્યનુ સ્ટેપ છે.

ડસ્ટીંગ કરવાથી કેક ને બેક કર્યા પછી મોલ્ડ જેવા જ શેઇપ માં ડીમોલ્ડ કરી શકાય છે. મોલ્ડ ના બેઇઝ પર જરા પણ સ્ટીક થતી નથી.

મોલ્ડને ડસ્ટીંગ ન કરવું હોય તો આ રહી બીજી સરળ રીત. —

મોલ્ડને ઘી થી ગ્રીસ કરો.

તેના પર મોલ્ડ ના બેઇઝ ના શેઇપ ના માપ નો બટર પેપર કાપો.

શેઇપ કરેલો બટર પેપર, મોલ્ડ ના બેઇઝ પર મૂકી બટર પેપરને ઉપરથી ઘી થી ગ્રીસ કરો.

આમાં ડસ્ટીંગ કરવું જરુરી નથી.

મોલ્ડ તૈયાર થઇ ગયા બાદ તેમાં બનાવેલું કેક નુ મિક્સર રેડી દ્યો.

હવે પ્રીહિટ કરેલા ઓવન માં મોલ્ડ મૂકો.

18૦* સેંટીગ્રેડ પર 35 મિનિટ પર સેટ કરો.

35 મિનિટ બાદ મોલ્ડ પર ટૂથપિક કેક માં છેક નીચે સુધી ખુંચાડી ને ચેક કરી લેવું.

ટીપ્સ : ટૂથપીક કેક માંથી બરાબર ક્લીન બહાર આવે તો કેક બરબર બેક થઇ ગઇ હોય.

બેટર ટૂથપિક પર લાગેલું હોય તો 5 મિનિટ વધારે બેક કરવી.

કેક બરબર બેક થએ જાય એટલે મોલ્ડમાંથી વાયર રેક પર ડીમોલ્ડ કરવી. હવે કેક રેડી છે.

ટિપ્સ: એકાદ કલાક કેક ઠર્યા પછી જ આઇસિંગ કરવું. કેક ગરમ હશે તો આઇસિંગ મેલ્ટ થવા લાગશે.

હવે સિંગલ આઇસિંગ કરવું હોય તો કેક ની ઉપર ના પાર્ટ ને કાપીને ફ્લેટ(સપાટ) બનાવી દ્યો.

તેની ઉપર તેમજ ફરતી સાઇડ્સ માં આઇસિંગ સ્પ્રેડ કરી ને ઉપર થી ડેકોરેટીવ સ્પ્રીંકલ લગાવો. લેયર કેક બનાવવી હોય તો કેક ના હોરીઝેંટલી હાફ કટ કરી ને બે પાર્ટ કરો. બેય લેયર છૂટા કરો.

હવે આઇસિંગ કરવા માટે ઉપરનુ લેયર પહેલા મૂકો.

આઇસિંગ :

એક બાઉલ માં 1 કપ ફ્રેશ મિલ્ક ક્રીમ લ્યો.

તેમાં સ્ટ્રોબેરી સિરપ ઉમેરી મિક્સ કરો.

આઈસિંગ માટે તૈયાર કરેલા લેયર પર આ ક્રીમ સરસ થી સ્પ્રેડ કરો. તેના પર કેક નું બીજો પાર્ટ મૂકો.

હવે એક બાઉલમાં અર્ધું આઇસિંગ ક્રીમ લ્યો.

(250 ગ્રામ આઇસિંગ ક્રીમ ( મે આ રેસિપિમાં પિલ્સબરી નું વેનિલા ફ્લેવરનું આઇસિંગ ક્રીમ વાપર્યું છે). તમે કોઇ પણ ક્રીમ લઇ શકો છો)

તેમાં 4-5 ડ્રોપ્સ બ્લ્યુ લિક્વીડ ફૂડ કલર ઉમેરી બરાબર મિક્સ કરી લ્યો.

તમે તમારી પસંદગી નું કલર કોમ્બીનેશન કરી શકો છો.

ઉપર મૂકેલા કેક ના બીજા પાર્ટ પર બનાવેલું બ્લુ કલર નું આઇસિંગ ઓલ ઓવર તેમજ કેક ની ફરતી સાઇડ સ્પ્રેડ કરો.

હવે બાકી વધેલા ½ ક્રીમ ના 2 પાર્ટ (1/4 – ¼) કરો.

એક ¼ પાર્ટ માં ઓરેંજ લિક્વિડ કલર મિક્સ કરો.

બાકીના 1/4 પાર્ટમાં 2 ટેબલ સ્પુન ચોકલેટ પાવડર બરાબર મિક્સ કરો.

કેક પર ડીઝાઇન કરવા માટે બનાવેલા ઓરેંન્જ ક્રીમ અને ચોકલેટ ક્રીમ – બન્ને ને અલગ અલગ પાઇપીંગ બેગ માં ભરો અને મનગમતી ડિઝાઈન કરો.
મન ગમતી ડિઝાઈન કરવા માટે ની અલગ અલગ નોઝલ ફીટ કરો.

સિલ્વર સુગર બોલ્સ અને કલર્ડ સુગર બોલ્સથી ગાર્નીશ કરો. બજાર માં બીજા ઘણા પ્રકાર ના સ્પ્રીંકલ્સ મળતા હોય છે.

ગાર્નીશ કર્યા પછી ½ કલાક ફ્રીઝ માં સેટ થવા માટે મૂકો. પછી જ ઉપયોગ માં લ્યો.

તો હવે ડિલિશ્યસ – સ્વાદિષ્ટ હની – સ્ટ્રોબેરી કેક તૈયાર છે કટ કરો અને હની – સ્ટ્રોબેરી નો રસીલો સ્વાદ માણો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *