સ્પે. કેશર–એલચી મગજ – બાળકો જયારે શિયાળામાં વસણા ના ખાય ત્યારે તેમને બનાવી આપો આ મગજ…

દિવળી સ્પે. કેશર–એલચી મગજ :

મગજએ ગુજરતની ટ્રેડિશનલ મીઠાઇ છે. જે દિવાળી જેવા તહેવારોમાં ખાસ બનવવમાં આવતી હોય છે. તે ખાવામાં ખૂબજ હેલ્ધી છે, કેમકે હેલ્ધી સામગ્રી જેવીકે બેસન, ઘી અને સુગરના કોમ્બીનેશનથી બનાવવામાં આવે છે. મોમાં મૂકતાની સાથે જ મેલ્ટ થઈ જાય તેવી આ સ્વીટ ટેસ્ટી સ્વીટ બધાની પસંદીદા છે. દિવાળીના તહેવારમાં ઘરે આવેલા ગેસ્ટને ફરસાણના નાસ્તા સાથે સર્વ કરવામાં આવે છે. તેમજ દિવાળીના તહેવારમાં ગિફ્ટ બોક્ષમાં પેકિંગ કરીને ગીફ્ટ પણ કરવામાં આવતી હોય છે.

આજે હું અહિં બીજી બધી મીઠાઇઓ કરતા બનાવવામાં સરળ અને ઝડપી એવી મીઠાઇ – દિવાળી સ્પે. કેશર–એલચી મગજની રેસિપિ આપી રહી છું. તો તમે પણ આ દિવાળીમાં ચોક્કસથી બનાવજો. બધાને ચોક્કસથી ભાવશે.

દિવળી સ્પે. કેશર–એલચી મગજ બનાવવા માટેની સામગ્રી :

  • 4 બાઉલ અથવા કપ રેડી બેસન ( કરકરો લોટ લેવાની જરુર નથી )
  • 2 કપ ઘી – જામેલું
  • 3 બાઉલ અથવા કપ પાવડર સુગર
  • 2 મોટા ચમચા દુધ + 3 મોટા ચમચા ઘી – ધ્રાબા માટે
  • 1/3 કપ કાજુનો ભૂકો
  • 20-25 તાંતણા કેશર
  • 1 ½ ટી સ્પુન એલચી પાવડર
  • ગાર્નિશિંગ માટે જરુર મુજબ પિસ્તાના સ્લીવર્સ

દિવળી સ્પે. કેશર–એલચી મગજ બનાવવાની રીત :

સૌ પ્રથમ બેસન 4 બાઉલ કે કપ બેસન એક મોટા મિક્ષિંગ બાઉલમાં ચાળી લ્યો. ત્યારબાદ એક નાનુ બાઉલ લઈ તેમાં 2 મોટા ચમચા દુધ + 3 મોટા ચમચા ઘી – ધ્રાબા માટે મિક્ષ કરી, ગરમ કરી લ્યો.

ગરમ થયેલા એ મિશ્રણને લોટમાં ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો. હવે આ લોટના મિશ્રણને થોડો પ્રેસ કરીને ઢાંકીને ½ કલાક માટે રેસ્ટ આપો.

અરધી કલાક પછી લોટના મિશ્રણને સ્પુન વડે છૂટો કરી તેને થોડોથોડો કરી ગ્રાઇંડર જારમાં કરકરો ગ્રાઇંડ કરી લ્યો.

ત્યારબાદ એક નાના બાઉલમાં 20-25 તાંતણા કેશર અને 2 ટેબલ સ્પુન હુંફાળું દૂધ ઉમેરી મિક્ષ કરી તેમાં કેશરના તાંતણા 5 મિનિટ પછી ઘસીને મેલ્ટ કરી કેશરવાળું દૂધ બનાવી એક બાજુ રાખો. એલચીના દાણાને ક્રશ કરી 1 ½ ટી સ્પુન જેટલો પાવડર રેડી કરો.

હવે એક થીક બોટમના લોયામાં 2 કપ ઘી ઉમેરી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં ગ્રાઇંડ કરેલ લોટનું મિશ્રણ ઉમેરી મિક્ષ કરો. મિડિયમ સ્લો ફ્લૈમ પર લોટ સતત હલાવતા રહીને ઘીમાં શેકો.

તેમાંથી સરસ અરોમા આવે, શેકાઇને સરસ પિંક કલર થઇ જાય અને લોટમાં સરસ જાળી પડતી દેખાય એટલે તેમાં 1/3 કપ કાજુનો ભૂકો ઉમેરી મિક્ષ કરી હલાવતા રહી થોડો શેકાવા દ્યો.

ત્યારબાદ ફ્લૈમ બંધ કરી, ફ્લૈમ પરથી નીચે ઉતારી લ્યો. તેમાં 1 ½ ટી સ્પુન એલચી પાવડર અને કેશરવાળું દૂધ ઉમેરી એકદમ સ્પીડમાં હલાવી શેકાયેલા લોટના મિશ્રણમાં મિક્ષ કરી લ્યો.

60% મિશ્રણ ઠંડુ પડે એટલે તેમાં 3 બાઉલ અથવા કપ પાવડર સુગર ઉમેરીને મિક્ષ કરો. સુગર ઉમેર્યા બાદ તેને સતત ઉપર નીચે કરી હલાવતા રહી તેમાં સુગર પાવડર બરાબર ભેળવો.

તેમ કરવાથી મગજનું મિશરણ લચકા પડતું થશે. તેને શેઈપ આપી શકાય તેટલું અથવાતો રુમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડું પડવા દ્યો.

ત્યારબાદ તેમાંથી બોલ્સ, સ્ક્વેર, ડાયમંડ શેઇપ કે પેડાનો શેઇપ આપી થાળીમાં મૂકો.

ઉપરથી પિસ્તાના સ્લિવર્સથી ગાર્નિશ કરો.

કેશર-એલચી મગજ બરાબર જામી જાય એટલે તેને એક કંટેઇનરમાં ભરી લ્યો.

તો હવે દિવાળીના તહેવારમાં ઘરે આવેલા મહેમાનોને નાસ્તાની ડીશમાં સ્વીટ તરીકે આ ટેસ્ટી અને હેલ્ધી કેશર-એલચી મગજ સર્વ કરવા માટે રેડી છે. આ મગજ બધાને ખૂબજ ભાવશે, તો તમે પણ એક્વાર બનવવામાં ઇઝી અને ક્વીક મગજની મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસ થી બનાવજો. બધાને ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *