દિવાળી સ્પેશિયલ નાસ્તા માટે જાડા મઠીયા બનાવવાની પરફેક્ટ રીત

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે દિવાળી સ્પેશિયલ નાસ્તા માટે “મઠીયા” નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયુંને?? આને તમે રેગ્યુલર ચા સાથે નાસ્તામાં પણ ખાઈ શકો છો. તેમજ નાના બાળકોને જયારે પણ ભૂખ લાગે ત્યારે ઘરે જ બનાવી આપો. એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે. ઘરમાં બધાને બોઉં જ ભાવશે.એકવાર ઘરે જરૂરથી બનાવજો. વિડીયોને છેલ્લે સુધી જોજો. કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ નાસ્તા માટે જાડા મઠિયા બનાવીશું. તમે રેગ્યુલર પણ ખાય શકો છો. તો ચાલો આપણે જોઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • મઠનો લોટ
  • ઘઉંનો લોટ
  • ગોળ
  • લાલ મરચું પાવડર
  • હળદર
  • અજમો
  • હિંગ
  • મીઠું

રીત-

1- સૌથી પહેલા આપણે અઢીસો ગ્રામ મઠનો લોટ લઈશું. તેમાં બે ચમચી ઘઉંનો લોટ ઉમેરીશું.

2- હવે તેમાં એક નાની અડધી ચમચી હળદર નાખીશું. બે મોટી ચમચી લાલ મરચું નાખીશું. જો તમે તીખું વધારે પસંદ કરતા હોય તો વધારે નાખી શકો છો.

3- હવે આપણે તેમાં ૧ નાની ચમચી અજમો લઈશું. તેને આપણે હાથમાં લઇ ને મસળી ને નાખીશું.

4- હવે તેમાં આપણે થોડી હિંગ નાંખી શું. મીઠું તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો.

5- હવે આપણે તેને મિક્સ કરી લઈશું. આ તીખા અને ગળ્યા હોય છે. તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે.

6- આ તમે દિવાળીમાં તો બનાવી જ સકો છો.પણ એમ નમ પણ બનાવી શકો છો.

7- હવે આપણે ગોળ ઉમેરીશું. આપણે ગોળનું પાણી બનાવીશું. એટલે ગોળમાં થોડું પાણી નાખીશું.આપણે લગભગ ૫૦ ગ્રામ જેટલો ગોળ લીધો છે.

તમે ઓછું વધારે કરી શકો છો.પણ આ પરફેક્ટ માપ છે.હવે તેને ઓગાળી લઈશું. અને પછી લોટ બાંધીશું.

8- હવે આપણે ગોળનું પાણી બનાવ્યું છે તે લોટ માં એડ કરીશું. અને તેમાં થોડું મોવણ નાખીશું. બે ચમચી જેટલું તેલ નાખીશું.

9- હવે આપણે તેને હાથથી મિક્સ કરી લઈશું. જો જરૂર હોય તો પાણીથી લોટ બાંધતા જઈશું. આ લોટ ઢીલો નથી બાંધવાનો. કઠણ બાંધવાનો છે.

10- હવે જરૂર પડે તેમ પાણી એડ કરીશું સાદુ. અમારા ઘરે દિવાળીમાં નહીં પણ એમ નમ નાસ્તામાં પણ બનાવીને મૂકીએ છે.

11- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એટલો કડક લોટ બાંધવાનો છે. આપણે ભાખરીનો બાંધીએ તે રીત નો બાંધવાનો. તેની પર હવે થોડું તેલ લગાવીને થોડીવાર મૂકી રાખીશું. જેથી લોટ સોફ્ટ થશે.

12- હવે આપણે કોઈ પથ્થર પર મૂકીને અથવા કોઈ કોથળી બાંધી ને પરાઈ વડે કચર તા જવાનું છે. અને તેને સોફ્ટ કરતા જવાનું છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે લોટ બાંધ્યો હતો તેના કરતાં પણ સોફ્ટ થઈ ગયો છે.

13-હવે આપણે તેના ગુલા કરી લઈશું. લોટ ને હાથ માં લઈ ને થોડું લાંબુ કરી દઈશું. અને તેના ગુલ્લા પાડી દઈશું. બધા એકસાઈઝના સરખા ગુલા પાડીશું.

14- હવે આપણે એક પાટલી પર વણવા ના હોય તેના પર પ્લાસ્ટિક મૂકીને વણી લેવાનું. આને બહુ પાતળું નથી કરવાનું. તેને જાડા જ રાખવાના છે. એટલે તેનું નામ જાડા મઠિયા છે.

15- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે બહુ પાતળું નથી કર્યું. આવી જ રીતે આપણે બધા વણી લઈશું.

16- જો તમારી પાસે વણવાનું મશીન હોય રોટી મેકર કે કોઈપણ રોટી બનાવવાનું મશીન દબાવાનું મશીન હોય તેના પર પણ તમે દબાવી શકો છો. તો તમારે ઈઝીલી કામ થઈ જશે.

17- હવે આપણે બધા વણી લીધા છે. હવે આપણે તેને તળી લઈશું. તેને બિલકુલ સુકાવાના નથી. બધા વણો ત્યાં સુધી તેને સાડી કે કોઈ મોટું કપડું હોય તેના ઉપર તમે રેશમી હોય તો વધારે સારું જેથી ચોંટે નહી. તેના ઉપર તમે પાથરતા જાવ અને બધા વણી ને અને વણી લો પછી તેને એક્સ્ટ્રા સૂકાવા દેવાના નથી.

18- તમે વણસો ત્યાં સુધી જેટલા સુકાવાના હોય તે સુકાઈ જશે. પછી આપણે તેને તરત તળી લેવાનું છે.

19-હવે આપણે તેને ધીમા ગેસ પર તળી લઈશું. જો ફાસ્ટ ગેસ હશે તો અંદરથી કાચા રહેશે. એટલે ધીમા ગેસ પર જ તડવાનું છે.

20- હવે આપણે વીડિયોમાં જોઈ શકે છે કે આપણા જાડા મઠિયાં એકદમ ફૂલી ગયા છે.અને થોડા બ્રાઉન થયા છે. આપણે ગોળ નાખ્યો છે તેથી તેનો કલર આવો આવશે.

21- આપણે તેવી જ રીતે બધા મઠીયા ને તળી લઈશું. તળી ને તેને ટીસ્યુ પેપર કાઢી લઈશું. હવે આપણા મઠીયા તળાઈ ગયા છે તો ગેસ બંધ કરી દઈશું.

22- હવે આપણા મઠિયાં તૈયાર થઈ ગયા છે. તો તમે આ દિવાળી પર આ રેસિપી થી ચોક્કસ થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *