બહાર જેવો જૈન કુરકુરે મસાલો બનાવો ઘરે બનાવતી વખતે ધ્યાન રાખો આટલી સિક્રેટ ટિપ્સ – Kurkure Masalo

ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે “બહાર જેવો જૈન કુરકુરે મસાલો બનાવતી વખતે ધ્યાન રાખો આટલી પરફેક્ટ ટિપ્સ” મોટા ભાગે આપણે મસાલો માર્કેટમાં બહારથી લાવતા હોઈએ છીએ.પણ હવે બહારથી લાવાની જરૂર નથી.સુરભી વસાની આ ટિપ્સને ધ્યાનમાં રાખીને બનાવશો તો એકદમ સરસ ચોખ્ખો અને હાઇજેનિક બનશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

આ મસાલો જે મિત્રો ડુંગળી કે લસણ નથી ખાતા તેમના માટે બહુ ઉપયોગી થશે. વઘારેલ મમરામાં, ઘઉંના ગોળ મમરામાં, વેફર કાતરી તળીએ એની પર કે પછી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો તેની પર દરેક પર આ મસાલો બહુ જ ટેસ્ટી લાગશે. જો તમે આ યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ કરો.

સામગ્રી :

  • 2 ટી સ્પૂન રેડ ચિલ્લી પાવડર
  • 2 ટી સ્પૂન જૈન નૂડલ્સ મસાલા(મેગી મસાલા)
  • 1/2 ટી સ્પૂન સંચળ પાવડર
  • 1 ટી સ્પૂન આમચૂર પાવડર
  • 1/2 ટી સ્પૂન મરી પાવડર
  • 1/2 ટી સ્પૂન મીઠું
  • 1/4 ટી સૂંઠ પાવડર
  • ચપટી તજ પાવડર


1- આજે આપણે કુરકુરે મસાલો શીખીશું. જેમાં તમને બહાર જેવો જ ટેસ્ટ મળશે. અને ખાસ કરી ને છોકરા ઓ ખુશ થઈ જશે.

2- હવે બે ચમચી લાલ મરચું પાવડર લઈશું. ત્યારબાદ બે ચમચી જૈન નુડલ્સ મસાલો લઈશું. ત્યારબાદ અડધી ચમચી સંચળ પાવડર લઈશું.

3- હવે એક ચમચી આમચૂર પાઉડર લઈશું. ત્યારબાદ અડધી ચમચી મરી પાવડર લઈશું. અને અડધી ચમચી મીઠું નાખીશું. ત્યારબાદ ૧/૪ ટી સ્પૂન સૂંઠ પાવડર લઈશું.

4- હવે ચપટી તજ પાવડર લઈશું. હવે મિક્સર માં ક્રશ કરી લઈશું. હવે ક્રશ થઈ ગયો છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો. હવે તૈયાર છે મસ્ત મજા નો કુરકુરે મસાલો.આ ટેસ્ટ માં બહુ સરસ લાગે છે. આ તમે ખાખરા પર, મમરા પર,મકાઈ ના મમરા પર તેના પર પણ તમે લઈ શકો છો.

5- તમે બહાર ના પેકેટ ફૂડ ને ભૂલી જસો એટલો ટેસ્ટી લાગે છે. અત્યાર ના બાળકો ને તો બહાર ના પેકેટ વધારે ભાવતા હોય છે.એટલે હવે બહાર થી ના લાવતા.અને ઘરે જ તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો.આ ટિપ્સ ને જરૂર થી ફોલો કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *