ઘરમાં રહેલા મસાલા માંથી જ બનાવો બાળકોનો મનપસંદ જૈન પેરી પેરી મસાલો – Jain Peri Peri Masalo

આજે આપણે ઘર માં રહેલા મસાલા માંથી જ બનાવીશું બાળકો નો મનપસંદ જૈન પેરી પેરી મસાલો.આ મસાલા નો ઉપયોગ બહુ સારી રીતે થઈ રહ્યો છે જેમ કે સેન્ડવીચ બનાવવી હોય તો પેરી પેરી મસાલો જોઈએ તેના સિવાય પાસ્તા પર,ચિપ્સ ઉપર અને નુડલ્સ ઉપર તે રીતે બહુ મસાલા નો ઉપયોગ થઈ રહ્યો છે ખાખરા પર અને પૂરી ઉપર પણ પેરી પેરી મસાલો ખૂબ સરસ લાગે છે આ મસાલો તમે બનાવી ને રાખ્યો હોય તો તેમાંથી ઘણી બધી વાનગી ઉપર નાખી શકો છો.જો તમે બહાર પેરી પેરી મસાલો લેવા જાવ તો બહુ મોંગો પડે છે ખાસ કરીને જૈન મસાલો તો મળતો જ નથી હોતો તો ચાલો જોઈ લઈએ કરી રીતે બને છે.

સામગ્રી

  • લાલ મરચું પાવડર
  • કાશ્મીરી લાલ મરચું પાવડર
  • બૂરું ખાંડ
  • આમચૂર પાઉડર
  • ઓરેગાનો
  • સંચળ પાવડર
  • મરી પાવડર
  • ઈલાયચી પાવડર
  • સૂંઠ પાવડર
  • તજ પાવડર
  • મીઠું

રીત

1- આપણે આમાં એવી સામગ્રી એડ કરીશું તો તમને એમ થશે કે આ સામગ્રી એડ કરવાની છે, અને આની સુગંધ એટલી સરસ આવે છે, અને ઘરે બનાવેલો મસાલો બહુ સરસ બને છે અત્યારે આપણે જે માપ જોઈશું તેમાંથી ૪૦ થી ૫૦ ગ્રામ મસાલો તૈયાર થશે.

2- ખાસ યાદ રાખવાનું કે જે માપ આપેલું છે તેજ માપ થી બનાવવાનો છે નઈ તો તેનો સ્વાદ બરાબર નઈ મળે તેની અંદર ઈલાયચી પાવડર,તજ પાવડર એવી સામગ્રી પણ એડ કરવાની છે,અને જો થોડું વધ ઘટ થઈ જશે તો તેનો સ્વાદ સારો નઈ આવે.

3- તો ચાલો હવે ફટાફટ પેરી પેરી મસાલો બનાવવાની શરૂઆત કરી દઈએ, સૌથી પહેલા આપણે ૧-૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર લઈશું,બની શકે તો કાશ્મીરી લાલ મરચું પાવડર લેવાનું છે જેથી તેનો કલર પણ બહુ સરસ મળે અને થોડી ઘણી તીખાશ પણ મળશે.

4- હવે બે ટી સ્પૂન બૂરું ખાંડ લઈશું, ત્યારબાદ એક ટી સ્પૂન આમચૂર પાઉડર ઉમેરી શું,ઘણા લોકો લીંબુ ના ફૂલ પણ લેતા હોય છે,બે ટી સ્પૂન ઓરેગાનો એડ કરીશું, ત્યારબાદ એક ટી સ્પૂન સંચળ પાવડર લઈશું ત્યારબાદ ૧/૪ ટી સ્પૂન મરી પાવડર નાખીશું.

5- હવે તેમાં ૧/૪ ટી સ્પૂન ઈલાયચી પાવડર લઈશું, આમાં ઈલાયચી પાવડર નો સ્વાદ હોય છે પણ બહુ ઓછાં પ્રમાણ માં લેવાનું હોય છે નઈ તો સ્વાદ એટલો વધારે આવશે ને કે તમારો પેરી પેરી મસાલો જરા પણ સરસ નઈ બને.

6- હવે તેજ રીતે ૧/૪ ટી સ્પૂન તજ પાવડર લેવાનો છે આ પણ એવું જ હોય છે કે તજ પાવડર નો ટેસ્ટ બહુ સ્ટ્રોંગ હોય છે એટલે જે માપ કહ્યું તેજ માપ લેવાનું છે તે પણ ઓછું જ લેવાનું છે નઈ તો તેની વધારે સુગંધ આવશે. હવે અડધી ટી સ્પૂન સૂંઠ પાવડર લઈશું.

7- હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આ બધું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તેને મિક્સર માં ક્રશ કરી લઈશું,ક્રશ કરવાથી એકબીજા મસાલા ભળી જાય છે અને તેનો સ્વાદ બહુ સરસ મળે છે,આ બધા મસાલા પાવડર જેવા જ છે એટલે તમારે ચમચી થી મિક્સ કરવું હોય તો તે રીતે પણ કરી શકો છો.

8- આપણે ચમચી મિક્સ કરીશું તો તેનો કલર કઈક અલગ જ દેખાય છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો અને તમને એવું લાગશે કે આ પેરી પેરી મસાલો છે જ નઈ તો આજ મિશ્રણ ને ક્રશ કરી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે અને મસ્ત મજા નો પેરી પેરી મસાલો તૈયાર થઈ ગયો છે.હવે તમે આ મસાલા માંથી બહુ બધી વાનગી બનાવી શકો છો.

9- ખાસ કરી ને આપણે આ મસાલો બનાવ્યો છે કારણકે બહાર આ જૈન મસાલો નથી મળતો.જો તમારે રેગ્યુલર મસાલો બનાવવો હોય તો થોડા પ્રમાણમાં ગાર્લિક પાવડર એડ કરવામાં આવે છે બાકી આ જ સામગ્રી હોય છે આ બનાવી ને રાખી દેજો તો બાળકો ને ખૂબ જ મજા પડી જશે.તો તમે આ મસાલો ઘરે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *