સોફ્ટ ખાટ્ટા ઢોકળા પરફેક્ટ માપ સાથે – ગુજરાતીઓના ભોજનની શાન એવા ઢોકળા આવીરીતે બનાવજો…

આજે આપણે ફરસાણ ની દુકાન જેવા જ સોફ્ટ ખાટ્ટા ઢોકળા પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત જોઈશું.આજે ઘર માં સરળ રીતે અને પરફેક્ટ માપ અને સરળ રીત થી ખાટ્ટા ઢોકળા કઈ રીતે બને તે જોઈશું.આ ઘર માં બધા ને પસંદ આવશે અને એકવાર બનાવસો તો વારંવાર બનાવશો.તો ચાલો બનાવી લઈએ એકદમ સોફ્ટ અને સ્પન્જી જેને તમે તેલ સાથે જ ખાઈ શકો છો.તો ખાટ્ટા ઢોકળા બનાવવાની શરૂઆત કરી લઈએ.

સામગ્રી

  • ખીચડી ના જાડા ચોખા
  • તુવેર દાળ
  • ચણા ની દાળ
  • અડદ ની દાળ
  • ખાટું દહીં
  • મીઠું
  • લીલા ધાણા
  • મેથી ના દાણા
  • આદુ મરચા ની પેસ્ટ
  • હળદર
  • સીંગતેલ
  • લાલ મરચું પાવડર
  • બેકિંગ સોડા

રીત

1- સૌથી પહેલા આપણે દોઢ કપ ચોખા લઈશું,તેની સામે દોઢ કપ દાળ હોવી જોઈએ,જેમકે અડધો કપ તુવેર ની દાળ,અડધો કપ ચણાની દાળ,અડધો કપ અડદ ની દાળ આ રીતે માપ લેવાનું છે ત્યારબાદ એક નાની ચમચી મેથી ના દાણા લઈશું.જેથી આથો એકદમ સરસ આવી જાય.

2- હવે આ બધી સામગ્રી ને એક બાઉલ માં મિક્સ કરી લઈશું.સૌથી પહેલા ચોખા લઈશું,ત્યારબાદ ચણા ની દાળ એડ કરીશું,ત્યારબાદ તુવેર ની દાળ એડ કરીશું,જેથી ઢોકળા નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે,ત્યારબાદ અડદ ની દાળ લઈશું અને પછી એક નાની ચમચી મેથી ના દાણા એડ કરીશું.

3- હવે ચોખા અને દાળ ને ત્રણ થી ચાર પાણી થી ધોઈ લેવાના છે.એકદમ પાણી ક્લીન થઈ જાય ત્યાં સુધી તેને ધોઈ લેવાના છે તેને મસળી ને ધોવાની છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તે જ રીતે આપણે ત્રણ વખત ધોઈ લઈશું હવે આ દાળ ચોખા ને ચાર થી પાંચ કલાક ઢાંકી ને રાખી દઈશું.

4- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા દાળ ચોખા પલળ્યા છે કે નઈ દાળ ને હાથ માં લઇ તોડી જોવાની છે આપણા દાળ ચોખા બરાબર પલળી ગયા છે એકદમ સરસ ફૂલી ને ડબલ થઈ ગયા છે, હવે આ પાણી કાઢી લઈશું,કારણકે ઘણી વખત એવું થાય કે પાણી માંથી વાસ આવતી હોય છે.હવે ચોખ્ખા પાણી થી ધોઈ ને મિક્સર જારમાં લઈ લઈશું.

5- હવે મિક્સર જારમાં દાળ ચોખા અડધા લઈ લઈશું,આટલા દાળ ચોખા માંથી આપણે ત્રણ વખત પીસી લઈશું, હવે તેમાં અડધો કપ ખાટું દહી નાખીશું, જો તમારી પાસે ખાટું દહીં ના હોય તો ખાટી છાશ પણ નાખી શકો છો હવે તેમાં બે થી ત્રણ ચમચી પાણી એડ કરીશું.

6- હવે તેની દરદળી પેસ્ટ કરી લઈશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે.આપણું ઢોકળા નું ખીરું તૈયાર કરી લઈશું,આ પેસ્ટ ને બને ત્યાં સુધી સ્ટીલ ના વાસણ માં જ કાઢવાનું છે.હવે બીજી વખત પણ પીસી લઈશું આ રીતે પણ બીજી વખત માં દહીં એડ નથી કરવાનું.હવે આ રીતે બધું પીસી ને બાઉલ માં કાઢી લઈશું.

7- હવે આને ઢાંકી ને ચાર થી પાંચ કલાક આથો આવવા માટે રાખી દઈશું, જો શિયાળો હશે તો છ થી સાત કલાક પણ થાય અથવા તો ઓવર નાઇટ પણ પલાળવું પડે,આને કોઈ ગરમ જગ્યા પર પણ મૂકી શકો છો,પણ અત્યારે ઉનાળા છે તો તમે ગમે ત્યાં મૂકી શકો છો.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે પાંચ કલાક થઈ ગયા છે આપણું ખીરું કેવું છે એકદમ સરસ આથો આવી ગયો છે.

8- ખીરા માં એકદમ સરસ જાળી પડી ગઈ છે ઉનાળા માં સરસ આથો આવી જતો હોય છે આપણે એક વખત સરસ મિક્સ કરી લઈશું, આથો આવી ગયા પછી તમે તેને ફ્રીઝ માં મૂકી શકો છો પછી જ્યારે બનાવુ હોય ત્યારે તમે બનાવી શકો છો. જો તમે બહાર રાખશો તો તેમાંથી સ્મેલ આવવા લાગશે,હવે આપણે એક થાળી માં ઢોકળા બનાવી ને જોઈ લઈશું.

9- આપણે અહીંયા થોડા જાડા ઢોકળા બનાવવાના છે,આપણે અઢી ચમચા જેટલું ખીરું લઈશું,હવે તેમાં મસાલા કરી લઈશું હવે તેમાં એક નાની ચમચી આદુ મરચા ની પેસ્ટ નાખીશું,હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું, ત્યારબાદ ૧/૪ ટી સ્પૂન હળદર નાખીશું.હવે તેને સરસ મિક્સ કરી લઈશું,હળદળ આપણે બવ વધારે નથી નાખવાની,હવે આને ફેટી ને સરસ મિક્સ કરી લઈશું.

10- હવે તેમાં કલર અને સારો દેખાવ માટે લીલા ધાણા નાખીશું,હવે આને મિક્સ કરી લઈશું,હવે આપણે જે થાળી માં ઢોકળા મૂકવાના છે તેને તેલ થી ગ્રીસ કરી લીધું છે હવે ઢોકળા ને સોફ્ટ કરવા માટે એક ચમચી તેલ નાખીશું.હવે તેમાં ચપટી થી થોડો વધારે બેકિંગ સોડા નાખીશું.હવે તેમાં હુંફાળું એક ચમચી પાણી એડ કરીશું.જેથી આપણો બેકિંગ સોડા સરસ મિક્સ થઈ જાય.

11- આ ખીરા ને એક જ સાઈડ ફેટી લઈશું.આને એક મિનિટ સુધી તેને ફેટી લઈશું,હવે આને ઢોકળીયા ની થાળી માં લઇ લઈશું,બધું જ ખીરું એકસાથે લઈ લઈશું આપણે ઢોકળા થોડા જાળા કરવાના છે અને જો તમે પાતળા બનાવવા ઇચ્છતા હોય તો ઓછું ખીરું લઈ શકો છો.હવે તેની પર થોડું લાલ મરચું ભભરાવી લઈશું.

12- હવે તેની પર થોડા લીલા ધાણા પણ ભભરાવી લઈશું,હવે જે ઢોકડિયું સ્ટીમ કરવાં મૂક્યું છે,ઢોકળા કુક થાય ત્યાં સુધી મૂકી દઈશું,ગેસ આપણે ધીમો જ રાખીશું હવે બાર મિનિટ થઈ ગઈ છે તો તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણા ઢોકળા કુક થયા છે કે નઈ તે ચેક કરી લઈએ તેમાં ચપ્પુ નાખી ને ચેક કરી લેવાનું.

13- હવે આપણે ગેસ બંધ કરી દઈશું, હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બન્યા છે ને એકદમ સોફ્ટ અને સ્પન્જી ઢોકળા,હવે થોડા ઠંડા થઇ જવા આવ્યા છે હવે તેની પર એક ચમચી જેટલું સીંગતેલ નાખીશું,હવે એક બ્રશ થી આખા ઢોકળા પર સ્પ્રેડ કરી લઈશું. આ ઢોકળા નો વઘાર કરવાની જરૂર નથી ફકત તમે તેલ સાથે ખાઈ શકો છો.હવે ઉપર થોડા ધાણા નાખીશું અને ગાર્નિશ કરી લઈશું અને ત્યારબાદ તેનો કટ આપીશું.

14- હવે સરસ કટ આપીશું તમને જેવા કટ જોઈએ એવા તમે કરી શકો છો એકદમ મોટા કટ આપીશું તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને સ્પન્જી બન્યા છે તો તમે પણ એકવાર આ ઉનાળા માં ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *