પનીર કડાઈ – બહાર જેવું ટેસ્ટી પનીર કડાઈ બનાવવાની એકદમ સરળ રીત

આજે આપણે બહાર જેવું જ ટેસ્ટી પનીર કડાઈ બનાવવાની એકદમ સરળ રીત જોઈશું આ વીડિયો ને તમે અંત સુધી જોજો જો તમારે બહાર જેવું પનીર કડાઈ બનાવુ હોય તો.ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • ડુંગળી
  • ટામેટા
  • કેપ્સિકમ
  • ગરમ મસાલો
  • હળદળ
  • મીઠું
  • ધાણાજીરું
  • તમાલપત્ર
  • લીલા મરચાં
  • આદુ
  • ખાંડ
  • કાજુ
  • કસ્તુરી મેથી
  • કાશ્મીરી લાલ મરચું
  • પનીર
  • કિંચન કિંગ મસાલો
  • લસણ
  • તેલ
  • જીરું
  • બટર

રીત

1- સૌથી પહેલા એક કડાઈ માં ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો સાથે એક ચમચી ઘી લઈ લો.ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરૂ નાખો અને એક તમાલપત્ર નાખીશું ત્યારબાદ બે લીલા મરચા અને એક સૂકું લાલ મરચું એડ કરીશું.

2- હવે એક ઈંચ આદુ નો ટુકડો એડ કરીશું ત્યારબાદ દસ થી બાર લસણ ની કડી એડ કરીશું ત્યારબાદ ચાર મીડીયમ સાઈઝ ની ડુંગળી એડ કરીશું, ત્યારબાદ ચપટી મીઠું નાખી દઈશું જેથી ડુંગળી સારી રીતે કુક થઈ જાય હવે ડુંગળી ગોલ્ડન કલર ની થવા આવે ત્યાં સુધી તેને સાંતળી લેવાની છે.

3- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી ડુંગળી સરસ ગોલ્ડન થઈ ગઈ છે બહુ બ્રાઉન કલર ના થાય તેનું ધ્યાન રાખજો,નઈ તો ગ્રેવી નો કલર ડાર્ક થઈ જશે ત્યારબાદ પાચ મીડીયમ સાઈઝ ના ટામેટા ના ટુકડા લઈ લો.

4- હવે તેમાં અડધી ચમચી હળદર અને ચપટી મીઠું નાખી મિક્સ કરી લઈશું ત્યારબાદ દસ થી બાર કાજુ લઈ લઈશું કાજુ ને દસ મિનિટ પાણી માં પલાળી લીધા હતા,ત્યારબાદ ૧/૪ કપ જેટલું પાણી નાખી દો જેથી નીચે બેસી ના જાય હવે તેને ઢાંકીને ત્રણ થી ચાર મિનિટ ટામેટા સોફ્ટ થાય ત્યાંસુધી રહેવા દઈશું.

5- તમે વીડિયોમાં જોઈ શકો છો કે ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે અને ટામેટા આ રીતે મેસ થાય ત્યાં સુધી રહેવા દઈ ગેસ બંધ કરી દઈશું ઠંડુ થાય પછી તેની પેસ્ટ બનાવી દઈશું હવે એક કડાઈમાં એક ચમચી તેલ અને એક ચમચી બટર લઈ લઈશું,ત્યારબાદ એક ડુંગળી ને મોટા કટ કરી ને લઈ લો ત્યારબાદ એક કેપ્સિકમ ને પણ મોટા કટ કરી ને લઈ લો.

6- હવે તેમાં એક ચમચી મીઠું એડ કરીશું ત્યારબાદ ૧/૪ ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરીશું ત્યારબાદ એક ટેબલ સ્પૂન કિચન કિંગ મસાલો અને ૧/૪ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું.હવે તેમાં થોડી કસ્તુરી મેથી એડ કરીશું તેને હાથ થી મસળી ને એડ કરવાની આ મિક્સ કરવાથી ખાતી વખતે બન્ને બહુ ટેસ્ટી લાગશે.

7- આ અડધી મિનીટ કુક થઈ જાય એટલે તેને બહાર કાઢી લઈશું પેસ્ટ નાખ્યા પહેલા જે ખડા મસાલા નાખ્યા હોય તે લઈ લેવાના ત્યારબાદ તેમાં એક ચમચી ધાણાજીરૂ એડ કરીશું ત્યારબાદ એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું.

8- હવે સ્વાદ મુજબ મીઠું નાખી ને મિક્સ કરી લઈશું હવે ઢાંકી ને ગ્રેવી ને ધીમા ગેસ પર ઉકળવા દઈશું હવે તેમાં અડધો કપ પાણી નાખી દો પાણી આપણે હુંફાળું ગરમ લેવાનું છે હવે તેમાં એક ચમચી ગરમ મસાલો એડ કરીશું ત્યારબાદ એક ચમચી કિચન કિંગ મસાલો એડ કરીશું.

9- હવે તેમાં એક ચમચી કસ્તુરી મેથી એડ કરીશું હવે જે કેપ્સિકમ અને ડુંગળી ને જે સાઈડ માં રાખ્યા હતા તે એડ કરીશું હવે બધું મિક્સ કરી લઈશું હવે ૨૦૦ગ્રામ પનીર ના ક્યૂબ લીધા છે તે એડ કરીશું પનીર નાખ્યા પછી તેને હળવા હાથે મિક્સ કરવાનું જેથી પનીર તૂટી ના જાય.

10- હવે અડધી ચમચી કરતા ઓછી ખાંડ નાખી ને મિક્સ કરી લઈશું હવે એક થી બે મિનિટ ધીમા ગેસ પર સબ્જી ને રહેવા દઈશું હવે ટેસ્ટી એવું કડાઈ પનીર બની ને રેડી છે હવે તેને સર્વ કરી લઈએ આને તમે રાઈસ પરાઠા રોટી સાથે સર્વ કરી શકો છો.આ ટેસ્ટી એવું કડાઈ પનીર તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *