સેઝવાન ચટણી – ઘરે જ બનાવો સેઝવાન ચટણી એ પણ જૈન તો ચાલો ફટાફટ જાણી લો આ ટિપ્સ…

આજે મેં મારા ઘરે સેઝવાન ચટણી બનાવી એ પણ જૈન નવાઈ લાગી ને તમને બધાને એકદમ સરસ બને છે. અને ચટણીનો મસ્ત કલર આવ્યો છે. બહારના જેવો જ કલર આવ્યો છે. અને ટેસ્ટ તો એકદમ પરફેક્ટ છે તો હવે આ જ વસ્તુ ની ટીપ્સ હું તમને કેમ ના આપી દવ. તો ચાલો તમે પણ તૈયાર થઈ જાવ. સેઝવાન ચટણી ની ટીપ્સ જાણવા માટે અને સેઝવાન ચટણી બનાવ્યા પછી તો તેમાંથી બવ બધી વાનગી ઓ બની શકે છે. તો બસ સેઝવાન ચટણી બનાવવા માટે શું વાતનું ધ્યાન રાખવાનું છે.

Tips-

1- પહેલા આપણે ૩ થી ૪ એ વાતનું ધ્યાન રાખવાનું છે.

2- તો સૌથી પહેલાં તો મરચાં કયા લેવાના છે તો જ્યારે મરચા ની પસંદગી કરો ત્યારે કાશ્મીરી લાલ મરચાં લેવાના છે.અને કાશ્મીરી લાલ મરચા લેવાથી શું થશે કે તેની તીખાશ ઓછી આવશે. અને એની અંદર એક અલગ ટાઈપ ની મીઠાશ હોય છે.અને એ મીઠાશ ને કારણે એ ચટણી બહુ જ સરસ બનશે.

3- આ ચટણીની ખાસ વાત કહું તો આ ચટણી 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે.અને મસ્ત મજાની ચટણી તમે સ્ટોર કરીને રાખી શકો છો.

4- જ્યારે તમે કાશ્મીરી લાલ મરચા લેશો ને તો સ્વાદ બહુ સરસ આવશે.

5- હવે 50 ગ્રામ કાશ્મીરી લાલ મરચા લઈ તેને પલાળી લેવાના છે લગભગ પંદરથી વીસ મિનિટ ગરમ પાણીમાં પલાળી લો. અથવા તો ૧ મિનીટ માટે માઈક્રો કરી લો.

6- હવે તેને ક્રશ કરી ને પેસ્ટ બનાવવાની છે.એટલે ચીલી પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ.

7- હવે વઘાર નો વારો જ્યારે પણ તમે ચટણી વઘાર તા હોય ત્યારે તેલ વધારે લેવાનું છે કારણકે આપણે આ ચટણીને થોડા ટાઈમ સુધી સ્ટોર કરવાની છે.

8- હવે એક મોટી ચમચી તેલ લઈશું. અને તેલ એકદમ ગરમ કરવાનું છે એ ગરમ કર્યા પછી. 1 ચમચી કોથમીર ની દાંડી ઉમેરવાની છે.

9- જ્યારે પણ આપણે જૈન ચાઈનીઝ વાનગી બનાવતા હોય ને ત્યારે તેમાં કોથમીર ની દાંડીનો શું રોલ છે. ખબર છે જે તમે ઓનીયન અને ગાર્લિક નથી ઉમેરતા તેના બદલે કોથમીરની દાંડી ઉમેરો છો એની ખુબ સરસ ફ્લેવર મળશે. અને તમને ક્યાંય એવું નહીં લાગે કે હું કોમ્પ્રોમાઇઝ કરી રહી છું અને ચાઈનીઝ બરાબર નહિ થયું.

10- એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ચાઈનીઝ વાનગી તૈયાર થશે. કોથમીર ની દાંડી ઉમેર્યા પછી તેની અંદર આદુ ઉમેરશુ બારીક વાટી ને બે ચમચી ઉમેરિશું.અને સરસ રીતે સાંતળી લેવાનું છે.

11- જો તમે લસણ ખાતા હોય તો આ બન્ને એડ કર્યા પછી તેની અંદર લસણ ૧ નાની ચમચી ઉમેરી શકાય છે. જો તમને વધારે ગમતું હોય તો બે ચમચી ઉમેરી શકો છો. પણ જો તમે વધારે પ્રમાણમાં લસણ ઉમેરશો તો એની ફ્રેગ્રનશ આવે છે તે નહીં મળે તમને.

12- મરચાની જે મીઠાશ હોય કે જે સેઝવાન ચટણી ઓરીજનલ ટેસ્ટ છે ને એ નઈ મળે તેના બદલામાં લસણની ચટણી ખાતા હોય તેવું લાગશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો.

13- હવે આપણે તેમાં અડધો કપ ટામેટા નો સોસ ઉમેરીશું. કારણકે જ્યારે ચીલી પેસ્ટ નથી લીધી એટલે કે મરચા ને પીસીએ ત્યારે તેની પેસ્ટ બનાવીએ.તો તે એક કપ જેટલી પેસ્ટ તૈયાર થઈ હતી. એની સામે અડધો કપ ટામેટા નો સોસ લેવાનો છે.અને આ બધી વસ્તુને ને એકદમ સરસ રીતે સાંતળી લેવાનું છે.

14- હવે તેમાં મીઠું એક નાની ચમચી,એક ચમચી ખાંડ અને એક ચમચી વિનેગર ઉમેરવાનું છે.બહુ સરસ રીતે મિક્સ કરવાનું છે.અને હવે ફરી ઉપર થી ગરમ કરેલું તેલ એક મોટી ચમચી ઉમેરવાનું છે.આમ કરવાથી ચટણી લાંબો ટાઈમ સુધી ટકશે અને તેનો કલર બવ જ સરસ આવશે. એ તેલ ને પણ એકદમ રીતે ગરમ કરી લેવાનું છે પછી ઉપરથી ઉમેરી લેવાનું છે.

15- હવે તમારી ચટણી તૈયાર થઈ ગઈ છે ને કેટલી ઇઝી એકદમ ફટાફટ છે.અને તમે ચોક્કસ થી બનાવજો.

16- તમે સેઝવાન સોસ બનાવતા હોય તો આજ સામગ્રી અડધો કપ જેટલો ટામેટાની પ્યુરી ઉમેરવાની છે અને પછી સાંતળી લેવાનું છે.આમ કરવાથી સેઝવાન સોસ પણ તૈયાર થઇ જશે. તો હવે તમારા ઘરે ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *