પાલક મૂળા ની ભાજી – જો બાળકોને આવીરીતે પાલક અને મૂળા ખવડાવશો તો ખુશી ખુશી ખાઈ લેશે…

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે તદ્દન નવી રેસિપી “પાલક અને મૂળાની ભાજી” જોતા જ મોઢામાં પાણી આવી જઈ એવું અને આયર્નથી ભરપૂર છે આ શાક એકદમ ગરમાગરમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધું હોય આવું શાક એકવાર બનાવીને ખાશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે. ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.તેમજ બધાને બોઉં જ ભાવશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૫૦૦ ગ્રામ પાલક
  • ૩ મૂળા ભાજી સહીત
  • ૪ લીલા મરચા
  • ૧.૫ ટેબલ સ્પૂન આદુ લસણ ની પેસ્ટ
  • ૧ ટેબલ સ્પૂન મકાઈ નો લોટ
  • ૧.૫ ટેબલ સ્પૂન ઘી
  • ૧ ટી સ્પૂન જીરું
  • ૨ થી ૩ સુખા લાલ મરચા
  • ૧/૪ ટી સ્પૂન હળદર
  • ૧ ડુંગળી
  • ૨ ટામેટા
  • ૨ ટેબલ સ્પૂન ધનિયા પાવડર
  • ૧.૫ ટેબલ સ્પૂન કસૂરી મેથી
  • મીઠું સ્વાદ અનુસાર
  • બટર ઉપર થી ઉમેરવા

રીત : પરફેક્ટ રેસિપી જાણવા વિડિઓ ખાસ જુઓ.

૧. પાલક અને મૂળા ને ધોઈ ને ઉકળતા પાણી માં એક મિનિટ માટે ઉકાળો.

૨. હવે આ ભાજી ને ઠંડા પાણી માં નાખી દો. આવું કરવા થી ભાજી નો રંગ સારો રહે છે.

૩. હવે ભાજી ને પાણી માં થી કાઢી ને મિક્સર માં મરચા અને મકાઈ નો લોટ ઉમેરી ને ક્રશ કરી લો.

૪. એક કઢાઈ માં ઘી ગરમ કરી ને એમાં જીરું અને સુખા લાલ મરચા ઉમેરી ને તતડવા દો.

૫. હવે આદુ મરચા ની પેસ્ટ ઉમેરી ને સાંતળી લો.

૬. આમ ડુંગળી ક્રશ કરી ને ઉમેરો અને ૨ મિનિટ સાંતળો.

૭. આમાં હળદર અને મીઠું ઉમેરો.

૮. ડુંગળી સરસ સંતળાય એટલે એમાં ક્રશ કરેલા ટામેટા ઉમેરો અને ધનિયા પાવડર ઉમેરો.

૯. ટામેટા ની ગ્રેવી નું પાણી સાવ સુકાય એટલે પાલક અને મૂળા ની પેસ્ટ ઉમેરો.

૧૦. હવે મીઠું ચાખી ને ઉમેરી દો. આને હવે ઢાકી ને ૫ મિનિટ ઉકાળો.

૧૧. ઉકાળી જાય એટલે એમાં કસૂરી મેથી ઉમેરો.

૧૨. ઉપર થી બટર કે ઘર નું સફેદ માખણ ઉમેરી ને મકાઈ ની રોટલી કે પરાઠા જોડે સર્વ કરો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *