પોચા જાળીદાર નાયલોન ખમણ – હવે બનાવો સુરભી વસાની આ સરળ અને પરફેક્ટ રીતે…

આજે આપણે પોચા જાળીદાર નાયલોન ખમણ બનાવીશું આ બધા ના ફેવરીટ હોય છે આ ખમણ એટલા સોફ્ટ અને સરસ બને છે અને એકદમ ટેસ્ટી બને છે તમે જોસો ને તો તમારા મોઢા માં પાણી આવી જશે આ ખમણ તમે ચોક્કસ બનાવજો નાની નાની વાત નું ધ્યાન રાખજો હવે આપણે ફટાફટ ખમણ બનાવી લઈએ તો ચાલો હવે જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • 1 કપ ચણાની દાળનો લોટ
  • 1/2 ટી સ્પૂન હિંગ
  • 2 ટેબલ સ્પૂન ખાંડ
  • 2 નંગ લીંબુનો રસ
  • 1 પેકેટફ્રૂટ સોલ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 કપ પાણી

વઘાર માટે :

  • 2 ટેબલ સ્પૂન તેલ
  • 1 ટેબલ સ્પૂન રાઈ
  • 1 ટેબલ સ્પૂન તલ
  • 1/4 ટી સ્પૂન હિંગ
  • 1/4 ટી સ્પૂન હળદર
  • 3-4 લીલાં મરચાં – લાંબા સમારેલાં
  • 8-10 મીઠાં લીમડાના પાન
  • 1/2 કપ પાણી
  • 2 ટી સ્પૂન ખાંડ
  • 1 ટી સ્પૂન લીંબુનો રસ
  • મીઠું સ્વાદ અનુસાર

રીત

1- સૌથી પહેલા આપણે નાયલોન ખમણ બનાવતા હોય તો તેનું ખીરું બવ જ અગત્ય નું છે ખીરું એકદમ પરફેક્ટ બનશે તો નાયલોન ખમણ એકદમ સરસ બહાર જેવા જ તૈયાર થશે જો ખીરું વધારે ઢીલું થઈ જશે તો ખમણ છે તે એકદમ સરસ ફૂલશે અને પછી તરત જ બેસી જશે અને જો એકદમ કઠણ અથવા કડક રાખ્યું હશે તો ખમણ સરસ રીતે ફુલશે જ નઈ.

2- સૌથી પહેલા આપણે ખીરું બનાવી લઈએ એક એક નાની નાની વાત નું ધ્યાન રાખવાનું છે બહુ ઇઝી છે અને ખૂબ જ ઝડપ થી તૈયાર થઈ જાય છે હવે એક કપ ચણા નો લોટ લઈશું આ માપ તમે ખાસ યાદ રાખજો આ એક કપ માંથી સાડા ત્રણસો જેટલા ખમણ બનશે નાયલોન ખમણ ખાટા મીઠા હોય છે હવે તેમાં ત્રણ ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું.આમાં આપણે દરેળી ખાંડ નથી લેવાની.

3- હવે બે ટેબલ સ્પૂન લીંબુ નો રસ એડ કરીશું તમે લીંબુ ના ફૂલ પણ લઈ શકો છો ત્યારબાદ અડધી ચમચી હીંગ ઉમેરી શું.ત્યારબાદ એક ટી સ્પૂન મીઠું લઈશું હવે આ બધી વસ્તુ ને મિક્સ કરી લઈશું હવે તેમાં પાણી એડ કરીશું અંદાજે પાણી લેશો તો ક્યારેક ખીરું ઢીલું થઈ જશે તો ક્યારેક કઠણ થઈ જશે જેથી તેનું પણ માપ લઈ ને જ એડ કરીશું તો અડધો કપ પાણી એડ કરીશું હવે આ પાણી બધું એકસાથે નથી એડ કરવાનું કારણકે બહાર નો ચણા નો લોટ હશે તો કોઈ વાર વધારે પાણી પીતું હશે તો ક્યારેક ઓછું પણ પાણી પીવે છે.

4- હવે તેને સતત હલાવતા રહીશું હવે આ મિશ્રણ ને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યાં સુધી મિક્સ કરવાનું છે કે તેની અંદર જે ખાંડ ઓગળી ના જાય ત્યાં સુધી તેને મિક્સ કરી લઈશું આમ કરવાથી તેમાં એક એરેસન થશે જે ખમણ છે તે એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે આ પ્રોસેસ કરીએ ત્યારે સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દેવાનું છે.આ બધી નાની નાની વાત નું ધ્યાન રાખશો ને તો ક્યારેય ખમણ બહાર થી લાવવાની જરૂર નહી પડે.

5- તમે વીડિયોમાં જોઈ શકો છો કે ખાંડ ઓગળવા લાગી છે હજુ એક મિનિટ માટે હલાવી લઈશું હવે ખીરું બરાબર થઈ ગયું છે લચકા પડતું નથી રાખવાનું જો આંના થી વધારે ઢીલું કરશો ને તો ખીરું સરસ તૈયાર થઈ ગયું છે પણ ખમણ પહેલા ફૂલશે અને પછી બેસી જશે હવે ખીરું સરસ તૈયાર થઈ ગયું છે હવે તેમાં બે ચમચી તેલ એડ કરીશું.

6- આ તેલ ઉમેરવાનું કારણ એ છે કે જ્યારે ખમણ ખાઈએ ત્યારે ડચૂરો આવતો હોય છે જેથી આ ના થાય ને ખમણ ડ્રાય ના થઈ જાય એટલે તેલ ઉમેરવામાં આવે છે અને તેલ ને મિક્સ કરી લઈશું હવે આમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરી શું ઘણા સોડા પણ એડ કરતા હોય છે આપણે જે ભૂરા કલર નું પેકેટ આવે છે ને ઈનો એ એડ કરીશું આ પેકેટ ૧૦ ગ્રામ નું હોય છે એટલે આપણે આ ઉમેરવાનું છે આમાં કોઈપણ ફ્લેવર્સ નથી લેવાની સાદો જ ઈનો લેવાનો છે.

7- હવે આપણે અડધી ચમચી કાતો એક ટી સ્પૂન લેવાનો છે તે ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું હવે બધું મિક્સ કરી લઈશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ખીરું નો કલર પણ બદલાઈ ગયો છે બસ આ રીત નું ખીરૂ તૈયાર થવું જોઈએ આપણે સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દીધું છે હવે આ ખીરા ને ઢોકળીયા માં લઈ લઈશું.આપણે જે બાઉલ લીધો છે તેને તેલ લગાવી લીધો છે હવે તેમાં ખીરું એડ કરી લઈશું.હવે તેને સરસ રીતે ફેલાવી લઈશું.

8- હવે તેને ઢાંકીને લગભગ તેને પંદર થી વીસ મિનિટ માટે કુક થવા દઈશું ત્યારબાદ તેને ઠંડુ થવા દઈશું પછી જ તેને કટ કરવાના છે હવે સ્ટીમર માં ઢોકળા ને કુક થવા દઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ ખમણ માટે નું ઢોકળા બફાય ગયા છે તેમાં ચપ્પુ નાખી ને ચેક કરી લેવાનું છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ચપ્પુ એકદમ સરસ ક્લીન નીકળ્યું છે.

9- હવે આને પંદર થી વીસ મિનિટ સુધી ઠંડા થવા દઈશું ત્યારબાદ જ તેને કટ કરીશું તમે વિડિયો માં જોઈ શકો છો કે ખમણ માં એકદમ સરસ જાળી દેખાય રહી છે હવે ખમણ ને કટ કરી લઈશું બહાર જેવા જ ખમણ થયા છે પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ઢોકળુ ઠંડુ થાય પછી જ તેને કટ કરીશું નઈ તો તે એક બીજા ને ચોંટી જશે તો સરસ પીસ નઈ પડે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ પોચા અને જાળીદાર થયા છે.

10- હવે આ ખમણ રેડી થઈ ગયા છે તો તેના પર હવે વઘાર રેડી શું તો હવે વઘાર રેડી કરી લઈશું હવે બે ચમચી તેલ લઈશું તેલ ગરમ થાય એટલે બે ટી સ્પૂન રાઈ ઉમેરી શું ખમણ માં રાઈ બહુ સરસ લાગે છે હવે તેમાં બે ટી સ્પૂન તલ એડ કરીશું ત્યારબાદ ૧/૪ ટી સ્પૂન હિંગ લઈશું ત્યારબાદ ૧/૪ ટી સ્પૂન હળદર નાખીશું.હવે આપણે અડધો કપ પાણી એડ કરીશું.

11- હવે આ પાણી ને સરસ ઉકળવા દઈશું હવે આ પાણી જેટલો મસાલો એડ કરીશું એટલે કે પા ચમચી મીઠું નાખીશું, ત્યારબાદ અડધી ચમચી ખાંડ ઉમેરી શું ત્યારબાદ એક ચમચી લીંબુ નો રસ એડ કરીશું ત્યારબાદ લીલા મરચા અને મીઠા લીમડા ના પાન ઉમેરી દઈશું આ તમે તેલ માં એડ કરી શકો છો હવે આ મિશ્રણને ઉકળવા દઈશું આ ખાસ ધ્યાન રાખજો જેથી ખમણ પાણી પોચા ના લાગે અને આપણે વઘાર રેડી કરીએ ત્યારે આ રીત નો બધો મસાલો રેડી કરવાનો છે આમ કરવાથી વઘાર નો સ્વાદ સરસ આવશે.

12- વઘાર ના કારણે તમારા ખમણ એકદમ ટેસ્ટી એવા બહાર જેવા રેડી થશે હવે વઘાર સરસ રેડી થઈ ગયો છે તો ખમણ ઉપર એડ કરીશું હવે મસ્ત મજા ના ખમણ તૈયાર થઈ ગયા જે તમે વીડિયોમાં જોઈ શકો છો હવે આ ખમણ ને સર્વે કરી લઈએ તો આ ખમણ તમે ચોક્કસથી બનાવજો હવે તમે ઘરે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે તો હવે આવા જ ખમણ ઘરે બનાવો અને ઘર વારા ને ખુશ કરી દેજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *